Stock Market Today, Share Market News Updates: આજે સવાર શેર માર્કેટ ખુલતા જ નવો રેકોર્ડ બની ગયો છે. પ્રથમ વખત સેન્સેક્સ 80 હજારને પાર કરી ગયો છે. આ સાથે નિફ્ટી પણ રેકોર્ડ હાઈ 24292.15 પર ખુલ્યો છે. મંગળવારે ડોમેસ્ટિક માર્કેટમાં ઘટાડા બાદ આજે બિઝનેસ મજબૂત રહે તેવા સંકેત મળ્યા છે.
આજે સવારે સેન્સેક્સે લાઈફટાઈમ હાઈ લેવલ 80,039.22ના નવા શિખરને સ્પર્શ કર્યો હતો. આજે સવારે 9 વાગીને 30 મિનિટ પર સેન્સેક્સે 427 પોઈન્ટની તેજી સાથે 79,882 પોઈન્ટ સાથે બિઝનેસ કર્યો છે. નિફ્ટી 107.80 પોઈન્ટના વધારા સાથે 24,232 પોઈન્ટ પાસે છે.
BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 1.75 લાખ કરોડ રૂપિયા વધી ગયું છે એટલે કે માર્કેટ ખુલતા જ રોકાણકારોની સંપત્તિમાં 1.75 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. સેન્સેક્સ પર 30 શેર લિસ્ટેડ છે જેમાંથી 20 ગ્રીન ઝોનમાં છે. સૌથી વધુ તેજી એચડીએફસી બેંક, કોટક બેંક અને જેએસડબ્લ્યૂ સ્ટીલમાં છે.
એશિયન બજારોમાં આજે તેજી જોવા મળી રહી છે
- એશિયાઈ બજારમાં તેજી જોવા મળી રહી છે. જાપાનના નિક્કેઈમાં 0.88% ની તેજી છે. તાઈવાન વેટેડમાં 1.02% અને કોરિયાના કોસ્પીમાં 0.30% ની તેજી છે. હૈંગસેંગ 0.72% ઉપર કારોબાર કરી રહ્યો છે. જોકે, શંઘાઈ કંપોઝિટમાં 0.42% નો ઘટાડો જોવા મળી રહ્યો છે.
- મંગળવારે અમેરિકી બજારમાં તેજી રહી. ડાઓ જોન્સ 162 (0.41%) અંક ચઢીને 39,331 પર બંધ થયો. NASDAQ 149.46 (0.84%) અંકોની તેજી સાથે 18,028ના લેવલ પર બંધ થયો. S&P 500 ઇન્ડેક્સ 33 (0.62%) અંક ચઢીને 5,509 પર બંધ થયો.
- ફોરેન ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (FIIs)એ મંગળવારે એટલે 2 જુલાઈના રોજ 2,000.12 કરોડ રૂપિયાના શેર વેચ્યા. આ દરમિયાન ડોમેસ્ટિક ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ 648.25 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા
વૈશ્વિક બજારોમાં તેજી
ઘરેલું શેર બજારને વૈશ્વિક બજારોથી સપોર્ટ મળી રહ્યો છે. મંગળવારે વૉલ સ્ટ્રીટ પર બધા ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં રહ્યા હતા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં 0.41 ટકા, એસએન્ડપી 500માં 0.62 ટકા અને નાસ્ડેકમાં 0.84 ટકાનો વધારો આવ્યો હતો. આજે એશિયાઈ બજારો પણ મજબૂત છે. શરૂઆતના વેપારમાં જાપાનનો નિક્કેઈ 0.84 ટકા છે, જ્યારે ટોપિક્સ 0.08 ટકા મજબૂત હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.26 ટકા અને કોસ્ડેક 0.5 ટકાના ફાયદામાં હતો. જોકે હોંગકોંગનો હેંગસેંગ નુકસાનમાં શરૂઆતના સંકેત આપી રહ્યો હતો.
આજથી બે IPO ખુલ્યા
આજે 2 પ્રારંભિક જાહેર ઑફર્સ એટલે કે IPO શેર માર્કેટમાં લિસ્ટિંગ માટે ખુલ્યા છે. જેમાં એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ અને બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો સમાવેશ થાય છે. રિટેલ રોકાણકારો 5 જુલાઈ સુધી બંને કંપનીઓના IPO માટે બિડ કરી શકશે.
મંગળવારે આવ્યો હતો સામાન્ય ઘટાડો
આ પહેલાં મંગળવારે ઘરેલું બજારમાં હળવો ઘટાડો જોવા મળ્યો. બીએસઈ સેન્સેક્સ નજીવા 34.73 અંક (0.044 ટકા) ઘટીને 79,441.45 અંક પર રહ્યો. જ્યારે એનએસઈ નિફ્ટી 18.10 અંક (0.075 ટકા) સરકીને 24,123.85 અંક પર બંધ થયો. તે પહેલાં બજારે આ જ સપ્તાહમાં નવા ઉચ્ચ સ્તરનો રેકોર્ડ બનાવ્યો હતો. સેન્સેક્સે 79,855.87 અંક અને નિફ્ટી50એ 24,236.35 અંકના નવા ઉચ્ચ સ્તરને સ્પર્શ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube