- “તારક મહેતા શો”ના નિર્માતા અસિત મોદી ફરી વિવાદમાં
- અસિત મોદી પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટના લાગ્યા આરોપ!
- અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી વિરુધ્ધ કરી ફરિયાદ
- અસિત મોદીએ આપ્યો વળતો જવાબ, વાંચો શું કહ્યુ તેમણે?
Taarak Mehta Ka Ooltah Chashmah:: ટીવીના પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'(Taarak Mehta Ka Ooltah Chashmah) છેલ્લા ઘણા સમયથી ખોટા કારણોસર ચર્ચામાં છે. એક તરફ, જ્યારે ઘણા કલાકારોએ શો છોડી દીધો છે અને તેને રિપ્લેસ કરવામાં આવી રહ્યાં છે, તો બીજી તરફ, શોની એક અભિનેત્રી(Actress)એ મેકર્સ પર ગંભીર આક્ષેપો લગાવી દીધા છે.
મનોરંજન જગતનો ખૂબ પ્રખ્યાત શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં 15 વર્ષથી દર્શકો નિહાળી રહ્યા છે. તે શોમાં ‘રોશન સિંહ સોઢી’ની પત્નીનું પાત્ર ભજવતા જેનિફર મિસ્ત્રી બંસીવાલે(Jennifer Mistry Bansiwal) શોને અલવિદા કહી દીધું છે. એટલું જ નહીં, તેણે અસિત મોદી(Asit Kumarr Modi) પર જાતીય સતામણીના ગંભીર આરોપો પણ લગાવ્યા છે.
પિંકવિલાના સમાચાર મુજબ, અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલ દ્વારા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતાઓ પર લાગેલા યૌન શોષણના સનસનાટીભર્યા આરોપોના કારણે શોના અન્ય કલાકારો સહિત ચાહકો પણ ચોંકી ગયા છે. નોંધનીય છે કે શોના નિર્માતા અસિત મોદી પર યૌન શોષણના આરોપો સાથે જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોના સેટના વાતાવરણને પુરુષ પ્રધાન પણ ગણાવ્યું હતું.
‘મેં ટીમને પહેલેથી જ જાણ કરી દીધી હતી કે તે મારી લગ્નની વર્ષગાંઠ છે અને મારે તે દિવસે અડધો દિવસ રજા જોઈએ છે. મારી એક દીકરી પણ છે જે હોળી માટે મારી રાહ જોઈ રહી હતી. પરંતુ મેકર્સે મને જવા દીધી નહીં. મેં એમ પણ કહ્યું કે હું બે કલાકના વિરામ પછી પાછી આવીશ. પરંતુ તેઓ રાજી ન થયા. તે ઘણીવાર પુરૂષ અભિનેતા સાથે એડજસ્ટ થાય છે. આ શોના લોકો ખૂબ જ દુષ્ટ માનસિકતાથી પીડિત લોકો છે. જતીને મારી કાર બળપૂર્વક રોકી. આ બધું સીસીટીવી ફૂટેજમાં પણ કેદ થયું છે. આ ઘટના 7 માર્ચની છે. મને લાગ્યું કે આ લોકો મને બોલાવશે. પરંતુ 24 માર્ચે સોહેલે મને નોટિસ મોકલી કે હું શૂટ ચૂકી ગઈ હતી તેથી તેઓ મારા પૈસા કાપી રહ્યા છે. તેઓ મને ડરાવે છે.’
જેનિફર મિસ્ત્રી બંસીવાલે કહ્યું કે ‘4 એપ્રિલે મેં તેને વોટ્સએપ પર જવાબ આપ્યો કે મારી સાથે યૌન શોષણ થયું છે. મેં એક ડ્રાફ્ટ મોકલ્યો અને તેઓએ તે પાછો આપ્યો કે હું તેમની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. મેં તે દિવસે નક્કી કર્યું કે મારે જાહેર માફીની જરૂર છે. મેં વકીલની મદદ લીધી. 8 માર્ચે મેં અસિત મોદી, સોહેલ રામાણી અને જતીન બજાજને નોટિસ મોકલી હતી. મને આના પર કોઈ જવાબ મળ્યો નથી, પરંતુ મને ખાતરી છે કે તેઓ આની તપાસ કરી રહ્યા છે અને મામલાની તપાસ કરતા હશે.
જેનિફર મિસ્ત્રીએ લગાવેલા આક્ષેપો વિરુધ ડાયરેક્શન ટીમના સ્ટાફની પ્રતિક્રિયા
જેનિફર મિસ્ત્રીએ લગાવેલા આક્ષેપો વિશે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતાં ડાયરેક્શન ટીમના હર્ષ જોષી, ઋષિ દવે તથા અરમાનનું કહે છે કે સેટ પર જેનિફર સતત શિસ્ત ભંગ કરી રહી હતી અને કામ પર ધ્યાન આપતી નહોતી. તેના આ વર્તનની સામે અમે સતત પ્રોડક્શન હેડને ફરિયાદો કરતાં હતા, છેલ્લા દિવસે તો તે શૂટ સંપૂર્ણ કર્યા વગર જ સેટ છોડીને જતી રહી.
અમે કાયદાકીય પગલાં લઈશું- અસિત મોદી
જેનિફરે લગાવેલા આ આરોપ બાદ અસિત કુમાર મોદીએ કહ્યું છે કે, અમે કાયદાકીય પગલાં લઈશું, તે શૉ અને મને બંનેને બદનામ કરવા માંગે છે. અમે તેને શૉમાંથી કાઢી મૂકી, એટલે આવા પાયાવિહોણા આરોપ તે લગાવી રહી છે.અમારી પાસે નક્કર પુરાવા છે કે તેની સાથે શો છોડવા અંગે વાતચીત થઈ છે.જો કે આ મામલો હવે પોલીસ સુધી પહોંચે તો આગળનો નિર્ણય તો કોર્ટ જ લઈ શકે એમ છે.
મંદાર ચંદાવરકરે જેનિફર મેસ્ત્રી બંસીવાલના આરોપો પર પ્રતિક્રિયા આપી
હવે આ શોમાં ભીડેનું પાત્ર ભજવનાર મંદાર ચંદાવરકરે આ અંગે પ્રતિક્રિયા આપી છે. એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું, “મને ખબર નથી કે તેણે આવું કેમ કર્યું. હું હજી વિચારી રહ્યો છું. મને એ પણ ખબર નથી કે તે બંને વચ્ચે શું થયું.” જ્યારે મંદારને પૂછવામાં આવ્યું કે શું સેટ પર પિતૃ પ્રધાન વર્તન કરવામાં છે. આના પર તેમણે કહ્યું, “અહીં કોઈ પુરુષ-પ્રધાન માનસિકતા નથી, પરંતુ અહીં લોકોને સ્વસ્થ અને ખુશનુમા વાતાવરણ મળે છે. નહીં તો આ શો આટલો લાંબો સમય ચાલ્યો ન હોત.”
કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ