ગુજરાત
Trending

13 મેના લોક અદાલતમાં 25000 પ્રિ-લિટીગેશન નોટિસના ઈ-ચલણનો મેમો કેસના કરાશે નિકાલ:ટ્રાફિક કમિશનર દિનેશ પરમાર-વાંચો સમગ્ર વિગતો

  • સીસીટીવી ના માધ્યમથી ટ્રાફિક ઈ ચલણ પ્રથા બાદ
  • સુરત શહેરમાં 13 મે લોક અદાલત પહેલા ૮૦ ટકા જેટલા લોકોને ઈ-ચલન પહોંચાડી દેવાયા

સુરત શહેરની ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની સંકલનથી સમન્સ ની સાથે પ્રિ -લિટીગેશનની ઈ ચલણ નોટિસ બજવણી પણ શરૂ કરાઇ

સુરત(Surat): સુરત શહેરમાં સીસીટીવી સંચાલિત ઇ-ચલન(E-challan) ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જેને લઈને એ ચલણ વાહન ચાલકો ભરતા નહીં હોય તે માટે સરકારે લોક અદાલત(Lok Adalat)ના માધ્યમથી સેશન કોર્ટમાં ઈ-ચલણ કેસ ચલવી દંડ ભરવાની એક પ્રથા શરૂ કરવામાં આવી છે.જે આગામી 13 મે ના રોજ સુરતની જુડિયોસિઅલ મેજિસ્ટ્રેટ કોર્ટ(Judicial Magistrate Court)માં અંદાજિત છેલ્લા છ મહિનાના 25,000 જેટલા પ્રી-લિટીગેશન(Pre-Litigation) ઈ-ચલન નોટિસ ના કેસ કોર્ટમાં ચલાવવામાં આવશે.

જેને લઈને ટ્રાફિક ના સંયુક્ત કમિશનર દિનેશ પરમાર(Joint police commissioner of Surat Dinesh Parmar) એ આજે સવારે તમામ અધિકારીઓની એક મીટીંગ યોજાઇ હતી જેમાં પ્રી લિટીગેશન ઈ ચલણ નોટિસની બજવણી ટ્રાફિક તેમજ સ્થાનિક પોલીસની મદદથી કરવામાં માટેની પહેલ કરવામાં આવી હતી

સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવીના માધ્યમથી ટ્રાફિક સંચાલન કરવામાં આવી રહ્યું છે અને શહેરના નાગરિકો સુરક્ષા લઈને વાહન ચાલક દ્વારા ગફલક અને અવ્યવસ્થિત ચલાવતો હોય છે ખાસ કરીને ઓવર સ્પીડ વાહન ચાલકોને લઈને નાના-મોટા અકસ્માત થતા હોય છે જેમાં શહેરીજનો ગંભીર ઇજાને લઈને મોત નીપજતા હોય છે પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા ટ્રાફિક સંયુક્ત કમિશનર દિનેશ પરમાર ના નેતૃત્વમાં ઈચલન વાહન ચાલકોને ઘર સુધી પહોંચાડવાનું શરૂઆત કરવામાં આવી છે છેલ્લા છ મહિના દરમિયાન પ્રિ લિટીગેશન ઈ ચલણ નોટિસ આધારે વાહન ચાલકોને ઓનલાઇન મેસેજ અને ઈ ચલણ સ્લીપ મળી જતી રહી છે જેના આધારે વાહન ચાલકો અલગ અલગ ગુના હેઠળના દંડ ઈ ચલનના માધ્યમથી ભરતા હોય છે.

સુરત શહેર પોલીસ કમિશનર પ્રી-લિટીગેશન ઇ ચલન નોટિસ દંડ ભરવા માટે ક્યુઆર કોડ સ્કેન કરવાથી વેબ પોર્ટલ પર સીધા જ જઈ શકે છે અને એ ચલણ પણ ભરી શકે છે તેમજ તેમનું વાહન ચાલકનું ઈચલનના સ્ટેટસ પણ જાણી શકે છે એ માટેની તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે છેલ્લા છ માસ દરમિયાન સુરત શહેરમાં અલગ અલગ જગ્યા જગ્યા પરના સીસીટીવી કેમેરાના આધારે 25,000 જેટલા વાહન ચાલકોને પ્રિ -લિટીગેશન ઈ ચલણ નોટિસ નો મેમો મોકલવામાં આવ્યો હતો જેમાંથી કેટલાક લોકોએ ઓનલાઇન પ્રિ-લિટીગેશન નોટિસ ઇ ચલન પૈસા ટ્રાફિક પોલીસમાં જમા કરાવ્યા છે સરકાર વન નેશનલ વન ચલન માધ્યમથી હવે શહેરની કોટોમાં પ્રિ લિટીગેશન નોટિસ ના ઈ ચલણ નો કેસ ચલવી શકે છે.

WhatsApp Image 2023 05 11 at 12.37.36 PM

રાજ્ય સરકાર દ્વારા વાહન ચાલકોને પ્રી લિટીગેશન નોટિસના ઈચલનના કેસોનો નિકાલ કરવા માટે લોક અદાલત નું આયોજન કરવામાં આવતું હોય છે સુરત શહેરમાં જ્યુડ્યુસલી મેજિસ્ટ્રેટ કોર્ટમાં અથવાલાઈન્સ ખાતે 13 મે ના રોજપ્રિ લિટીગેશન નોટિસ ઈ ચલન બાબતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રી-લિટીગેશન નોટિસ ના 25,000 જેટલા ઈ-ચલન કેસ નો નિકાલ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને પોલીસ કમિશનર અજય કુમાર તેમજ ટ્રાફિક કમિશનર દિનેશ પરમાર એપ્રી લિટીગેશન નોટિસના ઈ ચલણ ને લઈને ટ્રાફિક શાખા દ્વારા તેમજ સ્થાનિક પોલીસની મદદથી પ્રિ લિટીગેશન નોટિસના ઈ ચલન વાહન ચાલકો સુધી પહોંચે એ માટેની વ્યવસ્થા પણ કરાઈ હતી તે સંદર્ભે આજરોજ પોલીસ કમિશનર અજય કુમાર ગાંધીનગર ખાતે સરકારી કામ અર્થે ગયા છે ત્યારે ઇન્ચાર્જ કમિશનર તરીકે દિનેશ પરમાર એ સવારે તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી અને એસીપી લેવલના અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી.

જેમાં તેમને પ્રિ લીટીગેશન નોટિસ ના ઈ ચલણ વાહન ચાલકો સુધી પહોંચી જાય તે માટેની વિશેષ જનજાગૃતિ અભિયાન ચલાવવાનું જણાવ્યું હતું આ સંદર્ભે સ્થાનિક પોલીસની કોર્ટના સમન્સ સાથે પ્રીલિટીગેશન નોટિસ ઈ ચલણની પણ વ્યવસ્થા કરવામાં આવવા ને લઈને સ્થાનિક પોલીસ પણ હવે એની બજવણી કરી રહી છે જેને લઈને ઘણા પોલીસ સ્ટેશનમાં પ્રિ લિટીગેશન નોટિસ ઈ ચલણ બાબતે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે જે ટ્રાફિક પોલીસની જવાબદારી છે તેની જગ્યાએ સ્થાનિક પોલીસ એ જવાબદારી કરવી પડે છે.

આ સંદર્ભે વધુ માહિતી આપતા કલતક 24 ન્યુઝ ને એસીપી એડમીન મોઈન શેખ દ્વારા જણાવ્યું હતું કે પ્રિ લિટીગેશન નોટિસના 25,000 જેટલા ઈ ચલનો બજવણી બાબતમાં 80% જેટલી બજવણી અમારા પોલીસ દ્વારા કરવામાં આવી છે અને હવે બે દિવસ બાકી છે ત્યારે માત્ર થોડા જ ઈ ચલન અમારી પાસે તેની બજવણી માટે પણ અમારી તૈયારી કરી દેવામાં આવી છે તેમજ 13 મે ના રોજ પ્રિ લિટીગેશન નોટિસના ઈ ચલન લોક અદાલતમાં પણ અમારા અધિકારી દ્વારા અદાલતના માધ્યમથી દંડ ભરવામાં આવશે.

તે સ્થળ પર અમારા અધિકારી દ્વારા લેવામાં આવશે જે લોકોએ પ્રિ લિટીગેશન નોટિસ ઈ ચલણનો કેસ ચલાવો હોય તો ચાલી શકે છે જે લોકોએ દંડ ઓનલાઇન ભરવું હોય અને દંડ ભરાઈ ગયો હોય વાહન ચાલકોએ કોર્ટમાં આવવાની જરૂર રહેશે નહીં જ્યારથી ઈચલનની પ્રથા શરૂ થઈ છે સુરત શહેરમાં ત્યારથી શહેરીજોનો એ પ્રિ લિટીગેશન નોટિસ ઈ ચલન બાબતે ઘણો સારો પ્રતિસાદ આપ્યો છે ગુજરાતમાં સૌથી વધુ ઈચલન સુરત શહેરમાં ભરાતું હોવાનું પણ જણાવ્યું હતું.

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓimage

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button