December 18, 2024
KalTak 24 News
Religion

આજનું રાશિફળ/ 19 સપ્ટેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,વિઘ્નહર્તા શ્રી ગણેશજીની કૃપાથી ચમકશે આ રાશિના લોકોનું ભાગ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

rashifal with ganpati gujarati

Horoscope 19 September 2023, Daily Horoscope: 19 સપ્ટેમ્બર 2023,રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashi Fal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.

Today Horoscope 19 September 2023 આજનું રાશિફળ

મેષ રાશિ (અ.લ.ઈ.)

આ રાશિનાં જાતકો માટે આજ કાર્યક્ષેત્રમાં વધારાની જવાબદારી અને ધાર્મિક કાર્યોમાં વ્યસ્તતા વધશે. સંપત્તિનો વિસ્તાર થશે અને આવકમાં વૃદ્ધિ થશે. ક્રોધથી બચો, ક્યાંક જીવનસાથી સાથે વૈચારિક મતભેદો ઊભા ન થાય. સંધ્યાકાળના સમયે ધાર્મિક આયોજનમાં ભાગીદારી કે ધાર્મિક યાત્રા થઈ શકે છે.

વૃષભ રાશિ (બ.વ.ઉ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તમારા માટે સુખદ રહેશે કેમ કે આજે તમે વિચારેલા કાર્ય પૂર્ણ થઈ શકે છે. નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિની સંભાવના રહેલી છે. ગ્રહોમાં ફેરફારના કારણે સ્વભાવમાં થોડું ચિડિયાપણું આવી શકે છે. આવક સંતોષજનક રહેશે. મોસાળ પક્ષથી ધનની પ્રાપ્તિનો યોગ છે.

મિથુન રાશિ (ક.છ.ઘ.)

આ રાશિનાં જાતકો માટે આજનો તમારો દિવસ મિશ્ર ફળદાયક છે. પ્રત્યેક મામલામાં મિશ્ર પરિણામો મળશે. ધર્મ-કર્મ પ્રત્યે આસ્થા વધશે. સંપત્તિના સુધાર તથા સારસંભાળમાં ખર્ચ વધશે. આજના દિવસમાં કેટલાક નજીકના મિત્રો તથા સંબંધીઓનું આગમન થઈ શકે છે. આવક માટે નવા સ્ત્રોત વિકસીત થશે.

કર્ક રાશિ (ડ.હ.)

આ રાશિનાં જાતકો માટે આજે ગ્રહોની દશા તમારા દિવસને અનુકૂળ બનાવી રહી છે. સુખ-સંપત્તિમાં વિસ્તાર થશે. પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. કોઈ વડીલ તરફથી આશિર્વાદમાં ધનની પ્રાપ્તિ થઈ શકે છે. નોકરીમાં સ્થાન પરિવર્તન સાથે ઉન્નતીનો યોગ છે. પારિવારિક જીવનમાં સમરસતા બની રહેશે.

સિંહ રાશિ (મ.ટ)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તમારા માટે થોડો વ્યસ્ત રહેશે. પરંતુ સારા પરિણામ મળવાથી થાકનો અનુભવ નહીં થાય. સંતાન સુખમાં વૃદ્ધિ થશે અને ક્યાંકથી વસ્ત્રાદીની ભેટ મળશે. ઉત્તમ મિત્રોના સહયોગથી મનમાં નિરાશાનો ભાવ સમાપ્ત થશે. સાંજથી રાત સુધી અધ્યયન, પઠનમાં મન લાગશે.

કન્યા રાશિ (પ.ઠ.ણ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે. નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિનો યોગ બની શકે છે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. રહેણી-કરણી અને ખાન-પાનનું સ્તર વધશે. નવા સુંદર વસ્ત્રો પ્રત્યેત તમારું ખેંચાણ વધશે. શક્ય છે કે શોપિંગ માટે પણ જઈ શકો છો.

તુલા રાશિ (ર.ત.)

આ રાશિનાં જાતકો માટે ગ્રહોની સ્થિતિથી ખ્યાલ આવી રહ્યો છે કે આજનો દિવસ કાર્યક્ષેત્રમાં ઘણો વ્યસ્તતા ભરેલો રહેશે. આવકમાં વૃદ્ધી થશે. બૌદ્ધિક કાર્યો તથા લેખન વગેરેથી પણ આવક થશે. ક્રોધથી બચો. સંતાન પક્ષને પણ ઉચ્ચ શિક્ષા અને શોધ વગેરેમાં સાર્થક પરિણામ મળશે.

વૃશ્ચિક રાશિ (ન.ય.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તમારા માટે ઘણો કઠીન રહેશે. પ્રત્યેક કામમાં પડકારો અને અડચણો આવી શકે છે. અકસ્માતે બિનજરૂરી ખર્ચ વધી શકે છે. જો તમે નોકરીમાં છો તો અધિકારીઓનો સહયોગ મળશે. સંધ્યાકાળના સમયે ધાર્મિક સાહિત્ય વાંચવામાં રસ વધશે.

ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિનાં જાતકો માટે આજે ગ્રહો જણાવી રહ્યા છે કે આજે તમારા ઘરમાં કોઈ શુભ કાર્યના આયોજનથી મનમાં પ્રસન્નતા અને વ્યસ્તતા રહેશે. ખાસ મિત્રોના સહયોગથી વ્યવસાયના નવા સ્ત્રોત બનશે. આવક વધશ, અચાનક મોટા પ્રમાણમાં રૂપિયા હાથમાં આવવાથી મનોબળ વધશે.

મકર રાશિ (ખ.જ.)

આ રાશિનાં જાતકો માટે આજે તમારા ભાગ્યનો ઉદય, ધન, ક્રમ, કીર્તિની વૃદ્ધિ, શત્રુ ચિંતાઓનું દમન થશે. સર્વત્ર વિજય, સફળતાની પ્રાપ્તિ, હર્ષ મંગળમય પરિવર્તન અને મનોરથ સિદ્ધ થવાથી પ્રસન્નતા રહેશે.

કુંભ રાશિ (ગ.શ.સ.ષ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તમારા માટે દૈવી કૃપાવાળો બની શકે છે. માતાનું સાનિધ્ય અને આશિર્વાદ ખાસ રીતે ફળદાયી રહેશે. ઘણા સમયથી રોકાયેલું ધન કોઈ મહાપુરૂષના સહયોગથી પ્રાપ્ત થઈ જશે. આવું થવાના કારણે તમને આનંદની સાથે ઉત્સાહની પ્રાપ્તિ થશે.

મીન રાશિ (દ.ચ.ઝ.થ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તમારા કાર્યક્ષેત્રમાં મુશ્કેલી ભરેલો હોઈ શકે છે. કોઈ ગેરસમજના કારણે ઓફિસમાં સહયોગીઓ સાથે વિવાદ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં મુશ્કેલી અને મહેનત વધારે રહેશે. વાતચીતમાં સંયમ રહે અને સમજીને વાતો કરો. કોઈ સંપત્તિને લઈને પરિવારમાં વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે.

 

આજનું પંચાંગ
19 09 2023 મંગળવાર
માસ ભાદરવો
પક્ષ શુક્લ
તિથિ ચોથ બપોરે 1.42 પછી પાંચમ
નક્ષત્ર સ્વાતિ બપોરે 1.47 પછી વિશાખા
યોગ વૈધૃતિ
કરણ વિષ્ટિ ભદ્રા બપોરે 1.42 પછી બવ
રાશિ તુલા (ર.ત.)

શુભાંક – આજનો શુભ અંક છે 1
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય – આજે શુભ સમય સવારે 10.47 થી બપોરે 2.10 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે બપોરે 3.00 થી સાંજે 4.30 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)

 

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. કલતક 24 ન્યૂઝ.કોમ આની પુષ્ટિ કરતુ નથી.

 

 

Related posts

Vastu Tips : જો આપનું ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ દિશામાં છે તો તમારા આ ઉપાયથી નકારાત્મક અસરને દૂર કરો,વાસ્તુશાસ્ત્રથી કરો દૂર..

KalTak24 News Team

આજનું રાશિફળ/ 14 સપ્ટેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,આ રાશિના જાતકો માટે ખોડિયાર માતાજીની કૃપાથી આજે ભાગ્ય રહેશે મહેરબાન, સુખ-સમૃદ્ધિ વધશે,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team

આજનું રાશિફળ/ 29 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય,આજે ખોડિયાર માતાજી કૃપાથી રવિવારેના દિવસે આ 4 રાશિના જાતકો માટે છે અત્યંત શુભ, તમામ અધૂરા કામ પુરા થશે અને તમામ દુઃખ દૂર થશે

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં