Rajkot Game Zone Tragedy: રાજકોટ અગ્નિકાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડમાં માસૂલ જીંદગીઓ હોમાઈ ગયા બાદ સફાળે જાગેલા વહીવટી તંત્ર દ્વારા જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલીક પગલા ભરવામાં આવ્યા છે. જેમાં રાજકોટનાં 6 અધિકારીને સસ્પેન્ડ કરાયા છે.
મળતી માહિતી પ્રમાણે, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, આસિસ્ટન્ટ એન્જિનિયર, ડેપ્યૂટી એન્જિનિયર સહિત બે સિનિયર PIને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલ SIT સિનિયર અધિકારીઓની પૂછપરછ કરી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે SITની તપાસ પર નજર રાખી રહ્યા છે. રાજ્ય સરકાર તપાસમાં કોઈ કચાસ રાખવા માગતી નથી. આ સમગ્ર મામલે ઉદાહરણરુપ કાર્યવાહી કરી દાખલો બેસાડવા માટે સૂચના આપવામાં આવી છે.
કયા કયા અધિકારીઓને સસ્પેન્ડ કર્યા?
- નાયબ કાર્યપાલક ઇજનેર એમઆર સુમા
- આસિસ્ટન્ટ એન્જિનિયર જયદિપ ચૌધરી
- PI વીઆર પટેલ
- PI એનઆઇ રાઠોડ
- આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ ડી. જોશી
- અન્ય એક અધિકારી
શું હતી સમગ્ર ઘટના?
25 મે, 2024ના દિવસે સાંજે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 32નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.
તો આ તરફ SITએ પોતાની કામગીરી શરૂ પણ કરી દીધી છે. SITના સભ્ય અને અમદાવાદના ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાએ ઘટનાસ્થળે તપાસ કરી અને રિપોર્ટ SITના વડા સુભાષ ત્રિવેદીને સોંપ્યો છે. અગ્રિકાંડમાં મૃતકોની ઓળખ કરવા માટે કરાયેલા DNA ટેસ્ટનાં રિપોર્ટ આજે આવી શકે છે. આ DNA ટેસ્ટથી મૃતક કોનાં સંબંધી છે તેનું રહસ્ય ખૂલશે.
જણાવી દઈએ કે, રાજકોટ આગકાંડમાં કેટલાક એ હદે બળ્યા કે હજુ સુધી તેમની ઓળખ નથી થઈ શકી. રાજકોટ AIIMS હોસ્પિટલમાં 16 મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રખાયા છે. તો 11 મૃતદેહને સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રખાયા છે. તો મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટમાં અલગ અલગ વેપારી સંગઠનોએ બજારો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ગુંદાવાડી,ધર્મેન્દ્રસિંહ માર્કેટ,પરા બજાર સહિતની બજારો બપોરે એક વાગ્યા સુધી બંધ રહેશે. તો આ તરફ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બાર એસોસિએશનાના વકીલો પણ કોર્ટ કાર્યવાહીથી દૂર રહેશે. મહત્વની કાર્યવાહી સિવાયની તમામ કાર્યવાહીથી અળગા રહેવાનો નિર્ણય લેવાયો છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube