મહત્ત્વનું છે કે, રાજકોટમાં TRP ગેમઝોન આગ દુર્ઘટના સંદર્ભે, આ ગેમઝોન જરૂરી મંજુરીઓ વિના શરૂ કરવા દેવાની ગંભીર નિષ્કાળજી અને ફરજક્ષતિ અંગે રાજ્ય સરકારે મહાપાલિકાના ટાઉન પ્લાનર, સિટી ઈજનેર, માર્ગ મકાન વિભાગના ડેપ્યુટી ઈજનેર અને બે સિનિયર પોલીસ ઇન્સપેક્ટરને સસ્પેન્ડ કરીને તેમની સામે સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.