PT Usha met Wrestlers: ભારતીય ઓલ્મ્પિક સંઘના અધ્યક્ષા પીટી ઉષા(PT Usha) બુધવારે જંતર મંતર પર બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ધરણાં આપી રહેલા પહેલવાનોને મળવા જંતર મંતર પહોંચ્યા. મળતી માહિતી મુજબ તેઓ ખેલાડીઓ સાથે વાત કરીને ધરણાં ખતમ કરાવવા માગતા હતા જો કે પહેલવાનોએ તેમની વાત ન સ્વીકારી. પીટી ઉષાએ પહેલા એમ પણ કહ્યું હતું કે આ રીતે પ્રદર્શન કરીને ખેલાડી દેશની છબી ખરાબ કરી રહ્યાં છે. તેમના આ નિવેદન પછી પ્રદર્શન કરી રહેલા પહેલવાનો ઘણાં નારાજ જોવા મળ્યા હતા.
પીટી ઉષાએ ભારતીય કુશ્તી સંઘ ચલાવવા માટે ત્રણ સભ્યોની પેનલ બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. ગત 11 દિવસથી અનેક મહિલા અને પુરુષ પહેલવાન નવી દિલ્હીના જંતર મંતર ખાતે પ્રદર્શન કરી રહ્યાં છે. તેમના પ્રદર્શન પછી ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ FIR કરવામાં આવી છે. જો કે તમામ ખેલાડી પ્રદર્શન ખતમ નથી કરી રહ્યાં, તેમની માગ છે કે બ્રિજભૂષણ ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ પદેથ રાજીનામું આપે. તો બ્રિજભૂષણનું કહેવું છે કે તેમના પર લગાડવામાં આવેલા યૌન શોષણના આરોપ સદંતર ખોટા છે અને આ આરોપોને લઈને જ્યાં સુધી પાર્ટી નહીં જણાવે ત્યાં સુધી તેઓ કોઈ કાળે રાજીનામું નહીં આપે.
#WATCH दिल्ली: रेसलिंग फेडरेशन ऑफ इंडिया (WFI) के अध्यक्ष और बीजेपी सांसद बृज भूषण शरण सिंह के खिलाफ जंतर मंतर पर विरोध प्रदर्शन कर रहे पहलवानों से बातचीत करने भारतीय ओलंपिक संघ की अध्यक्ष पीटी उषा धरना स्थल पर पहुंचीं। pic.twitter.com/1j5dpS4zSe
— ANI_HindiNews (@AHindinews) May 3, 2023
IOAના અધ્યક્ષા પીટી ઉષાએ કહ્યું હતું- આપણી પાસે યૌન શોષણને લઈને કમિટી છે અને રસ્તા પર ઉતર્યા તે પહેલા ખેલાડીઓએ અમારી પાસે આવવાની જરૂર હતી. આ પહેલવાનો માટે જ નહીં પરુંત કોઈ પણ ખેલાડી માટે યોગ્ય વાત નથી. તેમણે કેટલાંક અનુશાસનનું પાલન કરવું જોઈએ. જે બાદ પીટી ઉષા પર પ્રહાર કરતા સાક્ષી મલિકે કહ્યું હતું- એક મહિલા એથેલિટ હોવા છતાં તેઓ મહિલા પહેલવાનોની વાત નથી સાંભળતા. અહીં અનુશાસનની વાત કયાં છે. અમે શાંતિથી ધરણાં આપી રહ્યાં છીએ.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ