સ્પોર્ટ્સ
Trending

ICC World Cup 2023 Schedule: વર્લ્ડકપનું નવું શિડ્યુલ જાહેર, ભારત-પાકિસ્તાન સહિત 9 મેચની તારીખમાં ફેરફાર-જાણો સમગ્ર મેચોનું શિડ્યુલ?

  • ICCએ વર્લ્ડ કપ 2023ની મેચોનો શિડ્યુલ બદલ્યો 
  • તમામ 9 મેચોને એક દિવસ પહેલા શિફ્ટ કરવામાં આવી
  • ભારત-પાકિસ્તાનની મેચ 14 ઑક્ટોબરમાં થઈ શિફ્ટ

ICC World Cup 2023 Schedule: આગામી વનડે વર્લ્ડકપ 2023ને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. વનડે વર્લ્ડકપ 2023 આ વર્ષે 5 ઓક્ટોબરથી શરૂ થવાનો છે, અને આનું આયોજન આ વખતે ભારત કરશે. આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ હવે આનું નવું શિડ્યૂલ જાહેર કર્યું છે.ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની કુલ 9 મેચનું શિડ્યૂલ બદલાયું છે.ક્રિકેટ વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હવે પહેલા જે તારીખ હતી તેના એક દિવસ અગાઉ થશે. પહેલા આ મહામુકાબલો રવિવારે 15 ઓક્ટોબરે આયોજિત કરાયો હતો પરંતુ હવે તેણે 14 ઓક્ટોબરે રમાશે.

ODI વર્લ્ડ કપની આઠ મેચોની તારીખ બદલવામાં આવી છે, પરંતુ એક મેચનો સમય બદલાયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હવે 15 ઓક્ટોબરના બદલે 14 ઓક્ટોબરે રમાશે. આ કારણે ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે રમાનાર મેચ 15 ઓક્ટોબરે રમાશે. પાકિસ્તાન-શ્રીલંકા મેચ હવે 12 ઓક્ટોબરના બદલે 10 ઓક્ટોબરે યોજાશે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ 13 ઓક્ટોબરના બદલે 12 ઓક્ટોબરે રમાશે. ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ 14 ઓક્ટોબરના બદલે 13 ઓક્ટોબરે રમાશે. ધર્મશાલામાં ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ બપોરના બદલે સવારે 10.30 વાગ્યે શરૂ થશે. ભારત-પાકિસ્તાન ઉપરાંત નેધરલેન્ડ સામેની ટીમ ઈન્ડિયાની મેચ પણ રી શેડ્યૂલ કરવામાં આવી હતી.


.
આ રીતે બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ 14 ઓક્ટોબરે ચેન્નાઈમાં દિવસ દરમિયાન રમાવવાની હતી તેની તારીખ હવે બદલીને 13 ઓક્ટોબર, શુક્રવારે ડે-નાઈટ રમાશે. ટૂર્નામેન્ટની શરુઆતમાં ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી મેચમાં પણ સામાન્ય ફેરફાર કરાયો છે. ધર્મશાલામાં 10 ઓક્ટોબરે રમાવવાની હતી તે ડે-નાઈટ નહીં પરંતુ ડે મેચ હશે. આ મેચ સવારે 10-30 વાગ્યે શરુ થશે.

લીગ ચરણના અંતની ત્રણ મેચમાં પણ ફેરફાર થયા છે. રવિવારે, 12 નવેમ્બરે ડબલ હેડર મુકાબલો એક દિવસ પહેલા શનિવારે, 11 નવેમ્બરે રમાશે. એવામાં પુણેમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બાંગ્લાદેશ વચ્ચેની મેચ સવારે 10-30 વાગ્યે અને કોલકાતામાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાનની મેચ બપોરે 2 વાગ્યે 11 નવેમ્બરે રમાશે. જ્યારે 11 નવેમ્બર ભારત અને નેધરલેન્ડ વચ્ચેની મેચ 11 નવેમ્બરની બદલે 12 નવેમ્બરે રમાશે.

CWC23 Full Fixtures

આ 9 મેચનું શિડ્યૂલ બદલાયું

  • 10 ઓક્ટોબર: ઈંગ્લેન્ડ વિરુદ્ધ બાંગ્લાદેશ (સમય બદલાયો)
  • 10 ઓક્ટોબર: પાકિસ્તાન વિ શ્રીલંકા (અગાઉ આ મેચ 12 ઓક્ટોબરે યોજાવાની હતી)
  • 12 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા વિ દક્ષિણ આફ્રિકા (અગાઉ આ મેચ 13 ઓક્ટોબરે યોજાવાની હતી)
  • 13 ઓક્ટોબર: ન્યુઝીલેન્ડ વિ બાંગ્લાદેશ (અગાઉ આ મેચ 14 ઓક્ટોબરે યોજાવાની હતી)
  • 14 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન (અગાઉ આ મેચ 15 ઓક્ટોબરે યોજાવાની હતી)
  • 15 ઓક્ટોબર: ઈંગ્લેન્ડ વિ અફઘાનિસ્તાન (અગાઉ આ મેચ 14 ઓક્ટોબરે યોજાવાની હતી)
  • 11 નવેમ્બર: ઓસ્ટ્રેલિયા વિ બાંગ્લાદેશ (અગાઉ આ મેચ 12 નવેમ્બરે યોજાવાની હતી)
  • 11 નવેમ્બર: ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન (અગાઉ આ મેચ 12 નવેમ્બરે યોજાવાની હતી)
  • 12 નવેમ્બર: ભારત વિ નેધરલેન્ડ્સ (અગાઉ આ મેચ 11 નવેમ્બરે યોજાવાની હતી)

હકીકતમાં, અગાઉના શેડ્યૂલ મુજબ, 15 ઓક્ટોબર, ભારત-પાકિસ્તાન મેચનો દિવસ, નવરાત્રિનો પ્રથમ દિવસ હોત. ગુજરાતમાં આખી રાત ગરબા નૃત્ય સાથે ઉજવવામાં આવે છે. સુરક્ષા એજન્સીઓએ BCCIને સુરક્ષાની ચિંતાઓને કારણે મેચને અન્ય તારીખે શિફ્ટ કરવાની સલાહ આપી હતી. આ પછી આઈસીસી અને બીસીસીઆઈએ પીસીબી સાથે પાકિસ્તાન ટીમની બે ગ્રુપ મેચોની તારીખમાં ફેરફાર અંગે વાત કરી હતી. પાકિસ્તાન આ માટે રાજી થઈ ગયું અને હવે આ મહાન મેચ 14 ઓક્ટોબરે રમાશે.

તે જ સમયે, 14 ઓક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાનની મેચ યોજાવાને કારણે, પાકિસ્તાની ટીમને બે મેચો વચ્ચેનું અંતર આપવા માટે 12 ઓક્ટોબરની તેમની મેચ 10 ઓક્ટોબરમાં શિફ્ટ કરવામાં આવી હતી. હવે પાકિસ્તાનની ટીમ 12 ઓક્ટોબરના બદલે 10 ઓક્ટોબરે શ્રીલંકા સામે હૈદરાબાદમાં ઉતરશે. આ નિર્ણય ટીમ ઈન્ડિયા સામેની મેચ પહેલા ત્રણ દિવસનો ગેપ સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે, જેથી પાકિસ્તાનને યોગ્ય તૈયારીનો સમય મળી શકે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button