December 19, 2024
KalTak 24 News
Politics

કપાસના ખેડૂતોને લઇને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ આવ્યા મેદાને,કૃષિમંત્રીને પત્ર લખીને કરી આ માંગ

અમદાવાદ:વિરમગામ (Viramgam)ના ધારાસભ્ય હાર્દિક પટેલે (Hardik Patel) કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી ખેડૂતો પાસેથી કાલા ખરીદતી વખતે વેપારીઓ દ્વારા દેશી કપાસના (Country cotton) ભાવ નક્કી કરવા વેપારી કપાસનો ઉતારો કાઢે ત્યારે ધડીનું માપ 14 કિગ્રા ગણી ધડી પાસ કરવાની માગ કરી છે. હાર્દિક પટેલે ચિમકી પણ આપી છે કે દેશી કપાસના ખેડૂતોનું શોષણ ચાલું રહેશે તો અહિંસક આંદોલન કરવામાં આવશે.

વિરમગામ તાલુકાના ખેડૂતોએ APMC ખાતે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ નોંધાવતા ખેડૂતોએ જણાવ્યું હતું કે વેપારીઓ પોતાની રીતે જ એસોસિએશન બનાવીને કપાસના ભાવ નક્કી કરે છે અને તેના કારણે ખેડૂતોને કપાસનો યોગ્ય ભાવ મળતો નથી. ખેડૂતોને કપાસનો પૂરતો ભાવ નહીં મળતો હોવાના વિરોધમાં હથિયાર ઉગામ્યું હતું. ત્યારે આ મામલે ધારાસભ્ય હાર્દિક પટેલે કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં ખેડૂતો સાથે થતાં અન્યાય અને તેમના પર થઈ રહેલ શોષણ અંગે જાણ કરવામાં આવી છે.

 Mla Hardik Patel Lashed Out At The Minister And Said That Non Violent Agitation Will Continue If The Exploitation Of Desi Cotton Farmers Continues

 

બેવડા ધોરણો બંધ કરવા કરી માંગ
ધારાસભ્ય હાર્દિક પટેલે લેટરમાં લખ્યું છે કે, દેશી કપાસનો ટેકાના ભાવમાં સમાવેશ થયો નથી અને વેપારીઓ ખેડૂતોને શોષણ કરે છે તેમજ તેમણે આક્ષેપ કરતા લખ્યું કે, ખેડૂતોને વેપારીઓ કપાસનું 15 દિવસે પેમેન્ટ કરે છે તેમજ ખેડૂતોએ તાત્કાલિક પેમેન્ટ જોઈતું હોય તો હજાર પર 15 રૂપિયા વટાવ કપાય છે. દેશી કપાસના ઉતારાની ગણતરીમાં બેવડા ધોરણો બંધ કરાવવા માંગ કરી છે.

 Mla Hardik Patel Lashed Out At The Minister And Said That Non Violent Agitation Will Continue If The Exploitation Of Desi Cotton Farmers Continues

 

જાણો શું લખ્યું પત્રમાં

દેશી કપાસ જેનું વાવેતર વિરમગામ, દસાડા, માંડલ, શંખેશ્વર, સમી, ધોળકા, ધંધુકા અને લખતર તાલુકાઓમાં થાય છે. આ કપાસનો પાક તૈયાર થતાં ૬ માસ થાય છે જેમાં પિયત, રાસાયણિક ખાતર અને દવાઓની જરૂર પડતી નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર જ્યારે કુદરતી અને ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે આ વિસ્તારની કપાસની ખેતીને પ્રોત્સાહન મળે તે જરૂરી છે. હજુ સુધી આ કપાસનો ટેકા (MSP)માં સમાવેશ થયો નથી અને બીજી તરફ ખેડૂતોને વેપારીઓ દ્વારા થતા શોષણનો ભોગ બનવું પડે છે.

આ પણ વાંચો:World Radio Day : અમરેલીના ચલાલા ગામના નિવૃત્ત શિક્ષક સુલેમાન દલનું ઘર એટલે ‘રેડિયો મ્યુઝિયમ’, 200થી વધુ દુર્લભ રેડિયોનું કલેક્શન

ખેડૂતોને વેપારીઓ દ્વારા થતાં શોષણનો ભોગ બનવું પડે છે

પત્રમાં તેમણે કહ્યું કે વર્ષોથી પ્રતિ 20 કિલો કાલામાંથી 14 કિલો કપાસ અને તે 14 કિલો કપાસમાંથી 40% રૂ અને 60% કપાસિયા નીકળે તે વેપારીઓ દ્વારા સ્વીકૃત હતું. હવે તે નિયમ 14.5 કિલો એટલે એ સાડા ચૌદ કિલોની ધડી ગણે છે જેમાં 14.5 કિલોનો ઉતારો ન આવે તો પ્રતિ ઓછા 100 ગ્રામ ઉતારાદીઠ 1 પોઇન્ટ માયનસ ગણી તેના પ્રતિ 1 પોઇન્ટ પર 8 રૂપિયા કાપે છે. જ્યારે ઉતારો 14.5 કિલોથી વધારે આવે તો ઉપરના પોઇન્ટ માટે વધારે ભાવ આપવામાં આવતો નથી, તેની પહોંચમાં માત્ર ‘પાસ’ એવું લખવામાં આવે છે.

પેમેન્ટમાં ખેડૂતોનું શોષણ 

હાર્દિક પટેલે પત્રમાં ઉલ્લેખ કર્યો કે વેપારી દ્વારા ખેડૂતો પાસેથી કપાસ ખરીદયા પછી વેપારી તેનું પેમેન્ટ 15 દિવસે કરે છે અને જો ખેડૂતોને તરત પેમેન્ટ જોઈતું હોયતો પ્રતિ 1000 રૂપિયા પર 15 રૂપિયા વટાવ કાપીને ચૂકવાય છે જે ખેડૂતોનું વેપારીઓ દ્વારા થતું શોષણ છે.

‘નહી તો અહિંસક લડત શરૂ કરીશું’

વેપારીઓ દ્વારા દેશી કપાસના ઉતારાની ગણતરી કરવામાં જે બેવડા ધોરણો રાખવામાં આવે છે તે તત્કાળ બંધ કરાવામાં આવે તેવી માગ હાર્દિક પટેલે કરી છે. ખેડૂતોનું શોષણ જો ચાલુ રહેશે તો ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક લડત શરુ કરવાની પણ તેમણે ચીમકી આપી હતી.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

CBI કરશે મનીષ સિસોદિયાની પૂછપરછ, ઘરની બહાર કલમ ​​144 લાગુ

KalTak24 News Team

કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા,થોડા દિવસ પહેલા કોંગ્રેસ પાર્ટીમાંથી આપ્યું હતું રાજીનામું

KalTak24 News Team

BREAKING NEWS: ઇન્દ્રનીલ રાજગુરુ એ આમ આદમી પાર્ટી છોડી કોંગ્રેસમાં ઘર વાપસી કરી

Sanskar Sojitra
Advertisement