- ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ શરુ થઈ
- વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું
- મતવિસ્તારના લોકોનો જ આ નિર્ણય છે : ધર્મેન્દ્રસિંહ
- હવે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે
Gandhinagar News: લોકસભા ચૂંટણીને લઇને ગુજરાતનું રાજકારણ ગરમાઇ રહ્યું છે. ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ, આપ અને અપક્ષ ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ રહ્યાં છે. જેમાં નવું નામ વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું છે. તેમણે આજે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અને કહ્યું છેકે, મે કોઇ લોભ-લાલચમાં આવીને રાજીનામું આપ્યું નથી. પાર્ટીનો આદેશ હશે તો ચૂંટણી લડીશ.
જુઓ VIDEO:
રાજીનામું આપ્યા બાદ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, મારી કોઇ મજબૂરી નથી. મને કોઇ મંત્રી પદની ઓફર નથી. હું કોઇ લોભ-લાલચમાં આવીને રાજીનામું આપતો નથી. મને કોઇ લોકસભા, વિધાનસભાનું કોઇ વચન નથી. હું મારી સ્વેચ્છાએ રાજીનામું આપું છું અને પાર્ટીનો કોઇ આદેશ હશે તો હું ચૂંટણી લડીશ. હું ભાજપ સાથે જ હતો; ન તો હું કોઈ અન્ય પક્ષમાં જોડાયો, અને મને ભાજપ સાથે કોઈ વાંધો નથી.તેમજ મારી વાઘોડિયાની જનતાનો આ અભિપ્રાય છે. હરણી દુર્ઘટના ખૂબ જ દુઃખદ હતી. એ શોકને કારણે જ આટલા દિવસ રાજીનામું ન આપ્યુ.
તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન દેશમાં રામ રાજ્ય સ્થાપવા માટે કામ કરી રહ્યાં ત્યારે મારા મત વિસ્તારના લોકોની ઇચ્છા છેકે હું પણ તેમાં યોગદાન આપું. તેથી મે રાજીનામું આપ્યું છે. આ મારો એકલાનો નિર્ણય નથી. મારા મતદાતાઓ સાથે ચર્ચા કર્યા બાદ રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. તેમને લાગ્યું કે, મારે રાજીનામું આપવું જોઇએ અને દેશમાં રામ રાજ્ય સ્થાપિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોી સાથે કામ કરવું જોઇએ.
12.39 કલાકે ધર્મેન્દ્રસિંહે મને રાજીનામુ સોંપ્યુ: વિધાનસભા અધ્યક્ષ
થોડા દિવસમાં હું ભાજપમાં જોડાઇશ. ભાજપમાં હતો અને ભાજપમાં જોડાઇશ. તેમજ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું છે કે ધર્મેન્દ્રસિંહે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યુ છે. 12.39 કલાકે ધર્મેન્દ્રસિંહે મને રાજીનામુ સોંપ્યુ છે.
જાણો કોણ છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા
ધર્મેન્દ્રસિંહ વાઘેલા ક્ષત્રિય રાજપૂત સમાજમાં વર્ચસ્વ ધરાવે છે. તેઓ વડોદરા ગ્રામ્યના બાહુબલી નેતા તરીકેની ઓળખ ધરાવે છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય છે. તેઓ વર્ષ 2022માં અપક્ષમાંથી વિધાનસભા ચૂંટણી જીત્યા છે. તેઓ વાઘોડિયા બેઠક પર દિગ્ગજ નેતા મધુ શ્રીવાસ્તવને હરાવી ચૂક્યા છે. તેઓ 2022ની વિધાનસભા ચૂંટણીમાં સૌથી ધનવાન ઉમેદવાર હતા.
ધર્મેન્દ્રસિંહ ટિકિટ ન મળતાં બળવો કરી અપક્ષ લડ્યા હતા
ગત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતાં ધર્મેન્દ્રસિંહે બળવો કરીને ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. લોકસભાની સાથે આવનારી વિધાનસભાની પેટાચૂંટણીમાં વાઘોડિયામાંથી ફરીથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપના ઉમેદવાર બનશે.
નોંધનીય છેકે, છેલ્લા બે-ત્રણ મહિનામાં કોંગ્રેસ અને આપના ધારાસભ્ય પક્ષ અને પદ છોડીને ભાજપમાં છોડાયા છે અને આગામી સમયમાં પણ કેટલાક રાજીનામાં પડે તેવી ગુજરાતના રાજકારણમાં ચર્ચા થઇ રહ્યાં છે. તાજેતરમાં કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપ્યું હતું. એ પહેલા ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ, વિસાવદરના આપ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું. હવે આ યાદીમાં અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નામ પણ જોડાઇ ગયું છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube