- સુરતના નવા મેયરના નામની જાહેરાત
- નવા મેયર તરીકે દક્ષેશ માવાણીની નિયુક્તિ
- સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલની પસંદગી
Surat News: અમદાવાદ અને વડોદરા બાદ હવે સુરતના નવા મેયરના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. દક્ષેશ માવાણી સુરતના નવા મેયર બન્યા છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નરેશ પાટીલની નિમણૂંક કરવામાં આવી છે. મહત્વનું છે કે સુરત મનપાની અઢી વર્ષની ટર્મ સોમવારે પૂર્ણ થતાં મંગળવારે સવારે સરદાર સભાગૃહ ખાતે ખાસ સભા બોલાવવામાં આવી હતી. જેમાં હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
સુરત મહાનગર પાલિકાની અઢી વર્ષની ટર્મ પૂરી થતા આજે મેયર, ડે.મેયર અને સ્થાયી સમિતિના ચેરમેનના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સુરતના નવા મેયર તરીકે દક્ષેશ માવાણીની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ડે.મેયર તરીકે નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ ચેરમેન તરીકે રાજન પટેલ, શાસક પક્ષ નેતા તરીકે શશીબેન ત્રિપાઠી અને દંડક તરીકે ધર્મેશ ધર્મેશ વણીયાવાળાના નામોની જાહેરાત કરવામાં આવી છે.
આજે ભાજપ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા પક્ષ દ્વારા આપવામાં આવેલા મૅન્ડેટને લઈને સરદાર સભાગૃહ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ભાજપના તમામ કોર્પોરેટરો સાથે સંકલન બેઠક કરી હતી. જે બાદ મૅન્ડેટ થકી મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને દંડકના નામો જાહેર કર્યા હતા.
સુરતના વિકાસ માટે કામ કરીશુંઃ નવા મેયર
મેયર તરીકે દક્ષેશ માવાણીનું નામ જાહેર કરાયા બાદ તેઓએ જણાવ્યું કે, અમે સુરતના મહત્વના કામોને વેગ આપીશું, સુરતના સર્વાંગી વિકાસ માટે તન-મન-ધનથી કામ કરીશું. દક્ષેશ માવાણીએ કહ્યું કે, સુરતમાં તાપી રિવરફ્રંટ મુખ્ય કામ રહેશે. સુરત મનપા સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન રાજન પટેલે મીડિયા સાથેની વાતચીત દરમિયાન પાર્ટીનો આભાર માન્યો. તેઓએ કહ્યું કે, ભાજપમાં જ કાર્યકર વોર્ડના કાર્યકરથી મોટા હોદ્દા પર આવી શકે છે. સુરત શહેરનો નંબર વન જાળવી રાખવો છે.
સુરત મનપાના હોદ્દેદારોની નિમણૂંક
– સુરત મેયરઃ દક્ષેશ માવાણી
– ડે.મેયરઃ નરેશ પાટીલ
– શાસક પક્ષના નેતાઃ શશીબેન ત્રિપાઠી
– સુરત મનપાના દંડકઃ ધર્મેશ વણીયાવાળા
– સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનઃ રાજન પટેલ
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube