Arjun Modhwadia Resignation: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત આવે એ પહેલા એકજ દિવસમાં કોંગ્રેસ પક્ષને બીજો મોટો ઝટકો પહોંચ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા(Arjun Modhwadia)એ રાજીનામુ આપ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સંબોધીને કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામુ આપ્યુ છે. આ ઉપરાંત તેમણે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ન જવાના નિર્ણયને કારણે રાજીનામુ આપ્યું હોવાનું કારણ દર્શાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે અંબરિશ ડેર ભાજપમાં જોડાવવાના છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં જ કોંગ્રેસના ગઢમાં વધુ એક ગાબડું પડ્યું છે. આ ઉપરાંત અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી પણ રાજીનામુ આપ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને તેમણે રાજીનામુ સોંપ્યું છે.
કોંગ્રેસના પોરબંદરના ધારાસભ્ય પદેથી અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યુ #arjunmodhwadia #Election2024 #LokSabhaElection2024 #kaltak24news #newsingujarati #gujaratpolitics pic.twitter.com/OO9B8GpLSj
— Kaltak24 News (@KalTak24News) March 4, 2024
પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પદે રહી ચૂક્યા છે મોઢવાડિયા
ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડીયા વર્ષ 2002થી 2012 સુધી પોરબંદર બેઠક પર ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે. ધારાસભ્ય ઉપરાંત દંડક તરીકે સારી કામગીરી કરતા પક્ષ દ્વારા અર્જુન મોઢવાડીયાને વિપક્ષ નેતાનું પદ આપ્યું હતું. ત્યારબાદ 2012ની ચૂંટણીમાં મોઢવાડીયા હારી જતા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવામાં આવ્યા હતા. અર્જુનભાઇ મોઢવાડીયાને શાંત અને ધીરગંભીર સ્વભાવના માનવામાં આવે છે.
હાલ પોરબંદરથી ધારાસભ્ય છે
ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન પોરબંદરના વિકાસ માટે મિશન સિટી અંતર્ગત 872 કરોડની ખાસ ગ્રાન્ટ કોંગ્રેસના તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ પાસે મંજૂર કરાવી હતી. તેમજ પોરબંદર શહેર અને બાયપાસને જોડતો ફ્લાયઓવર બ્રિજ મંજૂર કરાવ્યો હતો. નવા એરપોર્ટ માટે અવારનવાર રજૂઆતો કરી નવા એરપોર્ટની કામગીરીઓ શરૂ કરવી હતી. ઉલ્લેખનીય છે કે, હાલ તેઓ પોરબંદરના ધારાસભ્ય છે.
અર્જૂન મોઢવાડિયાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, યુવાકાળથી કૉંગ્રેસ સાથે જોડાયેલ હતો. કપરા સમયમાં જવાબદારી સંભાળી હતી. થોડા સમયથી ગૂંગળામણ અનુભવી રહ્યો હતો. છેલ્લા અનેક વર્ષોથી કૉંગ્રેસ પક્ષમાં આર્થિક અને સામાજિક બદલાવ લાવી શક્યો નહી. કૉંગ્રેસ પક્ષમાં મે બધું આપ્યું છોડવું મુશ્કેલ હતું. પોરબંદરના લોકોની આશા એવી જ હતી. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ સ્વીકારવામાં ન આવ્યું તે યોગ્ય નહોતું.
#WATCH | Gandhinagar: After his resignation from Congress, Arjun Modhwadia says, “When a party loses its connection with the people, it cannot survive for long. The people of the country wanted the Ram Temple to be constructed. The Congress had also decided that after a… pic.twitter.com/jrzRMnfD72
— ANI (@ANI) March 4, 2024
અર્જૂન મોઢવાડીયાનું રાજીનામુ આપવાના કારણો !
કે સી વેણુગોપાલે ગુજરાત બાબતે લીધેલા નિર્ણયો અંગે નારાજગી
વિપક્ષના નેતાની પસંદગી વખતે તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નહોતા
વિધાનસભા ચૂંટણી પછી મોઢવાડીયા પક્ષમાં નિષ્ક્રિય હતા
આ બાબતે રાષ્ટ્રીય નેતૃત્વએ પક્ષમાં નિષ્ક્રિયાતા અંગે કારણ પુછ્યું હતું
જગદીશ ઠાકોર બાદ પ્રદેશ પ્રમુખ નક્કી થયા ત્યારે વિશ્વાસમાં ના લેવાયા
રામ મંદિરના મુદ્દે પક્ષના નેતાએ લીધેલા નિર્ણય સામે નારાજરી હતી
શક્તિસિંહ ગોહિલ જૂના મિત્રો હોવા છતાં કેટલાંક મુદ્દે બંને વચ્ચે અસહમતી હતી
ભરતસિંહ સોલંકી બાદ અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવતા નારાજગી હતી
છેલ્લા કેટલાક મહિનાઓથી રાજીનામાની થઈ રહી હતી ચર્ચા
તમને જણાવી દઈએ કે, છેલ્લાં કેટલાક સમયથી પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે ત્યારે તેમણે પોતાના રાજીનામાની વાતને પાયાવિહોણી ગણાવી હતી. તેમણે આ અંગે ગત 24 જાન્યુઆરી 2024ના રોજ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે ‘મારા કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલોમાં મારા ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો થતી હતી. તેનો કોઈ આધાર નથી. હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલો ધારાસભ્ય છું.’ પરંતુ આજે આ અહેવાલો સાચા સાબિત થયા છે. અર્જુન મોઢવાડિયાએ આજે રાજીનામું આપી દીધું છે.
કોણ છે અર્જૂન મોઢવાડિયા
અર્જૂન મોઢવાડિયા વર્ષ 1997માં સત્તાવાર રીતે કોંગ્રેસ સાથે જોડાયા હતાં. તેઓ પ્રથમ વખત વર્ષ 2002માં પોરબંદર વિધાનસભા બેઠક પરથી ધારસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતાં. અર્જૂન મોઢવાડિયાને વર્ષ 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ફરજ નિભાવવાની તક મળી હતી. તેઓ ફરી વર્ષ 2007માં પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા. આ દરમિયાન તેમની માર્ચ 2011 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ હતી. અર્જૂન મોઢવાડિયાની ગણના માત્ર પોરબંદર જ નહીં સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના ટોચના નેતાઓમાં થાય છે. તેઓ મહેર સમાજના ટોચના આગેવાનોની હરોળમાં સ્થાન ધરાવે છે. પોરબંદરમાં મહેર સમાજ ઉપરાંત માછીમાર સમાજ, કોળી સમાજ, દલિત અને અન્ય ઓબીસી સમાજનું વર્ચસ્વ છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube