ગુજરાત(Gujarat) : AAP નેતા રેશ્મા પટેલ(Reshma Patel) ગોંડલના ચિંતન સોજીત્રા સાથે લગ્નના તાંતણે બંધાયા.ચિંતન સાથે લગ્ન કર્યા બાદ રેશ્મા પટેલે પતિ સાથેની તસવીરો ફેસબુક(Facebook) પર પોસ્ટ શેર કરી છે.જેમાં તેમણે કોર્ટ મેરેજ(Court marriage) ના ફોટો અને વીડિયો શેર કર્યા છે. જેમાં તેમણે લખ્યું છે કે,”સુર્યોદયે તો સૌ કોઈ સાથ આપે,સાચું સુખ તો ત્યારે આવે,ત્યારે આથમતી સાંજે હું થાકું ને તું હાથ આપે #જીવનસાથી,, Feeling lots of love Got marriage with Chintan Sojitra'”
જુઓ વિડિયો :
View this post on Instagram
આમ આદમી પાર્ટીના નેતા અને પાર્ટીમાં આપ ગુજરાત વુમન વિંગ્સના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળતા રેશ્મા પટેલને તેમના સમર્થકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રેશ્મા પટેલને મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે.
કોણ છે રેશ્મા પટેલ?
AAP નેતા રેશ્મા પટેલ મૂળ વંથલી તાલુકાના બંટિયા ગામના વતની છે. આ ગામ માણાવદર વિધાનસભામાં આવે છે. જોકે, તેમનો જન્મ મોસાળમાં ઉપલેટા પાસે આવેલ વાળાસારા ગામમાં થયો હતો. તેઓ સામાન્ય કડવા પાટીદાર પરિવારમાંથી આવે છે. જોકે, તેમણે જીવનસંઘર્ષમાં ટકી રહેવા જૂનાગઢ અને અમદાવાદમાં નાની-મોટી નોકરીઓ પણ કરી હતી. આ ઉપરાંત એક તબક્કે મોડલિંગ પણ કર્યું હતું. જોકે, 2015ના પાટીદાર અનામત આંદોલન બાદ તેઓ પાટીદાર નેતા(Patidar) તરીકે ઉભરી આવ્યા હતા અને બાદમાં 2017માં ભાજપમાં જોડાઈ રાજકારણની શરૂઆત કરી છે.
રેશ્મા પટેલ(Reshma Patel) નું નામ પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવ્યું હતું. ધારદાર ભાષણથી હાર્દિક પટેલ સાથે સ્ટેજ પર જોવા મળેલા રેશ્મા પટેલ તેની સાથે પાટીદાર આંદોલનમાં સાથે રહ્યા હતા. પરંતુ હાર્દિક સાથે વાંધો પડતા 2017માં તેઓ ભાજપમાં જોડાયા હતા અને ભાજપ સામે પણ વાંધો પડતા તેમણે ભાજપનો છેડો ફાડ્યો હતો.ત્યારબાદ અપક્ષમાંથી વર્ષ 2019 લોકસભા માટે તેમણે પોરબંદર બેઠક પરથી ફોર્મ ભર્યું હતું. જોકે, ત્યારે પછી NCPમાં જોડાતા માણાવદરની વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ઝંપલાવ્યુ હતું.
સમાજ સેવા બાદ રાજકીય નેતા બનેલા રેશ્મા પટેલે રાજકીય કારકિર્દીની શરુઆત ભાજપમાં જોડાઈને કરી હતી, પરંતુ આ પછી તેઓ NCPમાં જોડાઈ ગયા હતા. ભાજપ નેતા હાર્દિક પટેલના સાથી રહેલા રેશ્મા પટેલે પછી NCP સાથેનો છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. હાલ તેઓ અહીં મહિલા વિંગની જવાબદારી સંભાળી રહ્યા છે.
આ પણ વાંચો :-
NCP નેતા રેશ્મા પટેલે ગોંડલના ચિંતન સોજીત્રા સાથે કરી સગાઈ,ફેસબુક પર ફોટાઓ શેર કર્યા
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube