December 18, 2024
KalTak 24 News
Politics

2022ની દિવાળી ગુજરાતમાં ભાજપની છેલ્લી દિવાળી હશે,ગુજરાતના લોકો પરિવર્તન માંગે છે : રાઘવ ચઢ્ઢા

સુરત(Surat)/સંસ્કાર સોજીત્રા : આમ આદમી પાર્ટીના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા(Raghav Chadha)બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે ગાંધી જયંતિએ નવસારીના દાંડી ખાતે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સુરત સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં પત્રકાર પરિષદને સંબોધતા આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી રાઘવ ચઢ્ઢા(Raghav Chadha)એ જણાવ્યું હતું કે ઇમાનદારીના રસ્તા પર ચાલીને આજના ગોરા નહીં પણ કાળા અંગ્રેજોની સત્તા છે, ભાજપની 27વર્ષની જે સત્તા છે, તેને ઉખાડી ફેંકીને આમ આદમી, આમ ગુજરાતીનું શાસન ગુજરાતમાં લાવવાનો પ્રયત્ન કરીશું. ગુજરાતમાં 27 વર્ષથી અહંકારી સરકાર ચાલી રહી છે. આ સરકારને બદલીને પરિવર્તન લાવવા માટે દાંડીની માટી હાથમાં લઈને ગુજરાત પરિવર્તન સત્યાગ્રહની શરૂઆત આમ આદમી પાર્ટીએ કરી છે.

AAP ગુજરાતમાં નજીવા માર્જિન સાથે સત્તા આરૂઢ થશે

તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દાંડીની ગાંધીની પવિત્ર ભૂમિ પર માટી ઉઠાવી સંકલ્પ કર્યો છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં કાળા અંગ્રેજોને હરાવીશું. વધુમાં તેમને ઇન્ટેલીજન્ટ બ્યુરોએ સરકારને આપેલા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં નજીવા માર્જિન સાથે સત્તા આરૂઢ થશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો માહોલ દેખાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા ગુજરાતમાં સતત વધી રહી છે, જેનું પરિણામ આગામી વિધાનસભાને ચૂંટણીમાં દેખાઈ શકે છે.

આમ આદમી પાર્ટીના પ્રભારી રાઘવ ચઢ્ઢા બે દિવસના ગુજરાત પ્રવાસે છે

વધુમાં તેમને જણાવ્યું હતું કે આમાંથી પાર્ટીનો દબદબો વધતા ભાજપે હવે કોંગ્રેસને જીતાડવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. જો કોંગ્રેસને વોટ મળે તો આમ આદમી પાર્ટી હારી જાય તે પ્રકારની રણનીતિ બનાવવામાં આવી રહી છે. આમ ભાજપ અને કોંગ્રેસનું ગઠબંધન આ વખતે ગુજરાતમાં છે અને અમે એ બંને પાર્ટીઓની સામે ઊભા છીએ.

જુઓ પત્રકાર પરિષદ:

અમારા ઈનપુટ્સના આધારે ડ્રગ્સ પકડાયું

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પંજાબની જેલો માંથી ડ્રગનું નેટવર્ક ચાલે છે જે ગુજરાત પોલીસે ઝડપી પાડ્યું છે. વારંવાર પંજાબ સરકારને રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે, અમે ઇનપુટ્સ આપી રહ્યા છે અને ડ્રગ્સ ઝડપાઈ રહ્યો છે. જોકે રાઘવ ચડાએ પંજાબની જેલમાંથી ચાલતા ડ્રગ્સના રેકેટ અંગે કોઈપણ ખુલાસો કર્યો ન હતો.

ગુજરાતમાં દારૂબંધી અંગે મૌન

રાઘવ ચઢ્ઢા(Raghav Chadha)ને ગુજરાતમાં દારૂબંધી કરવાને બદલે દિલ્હીની જેમ વેચાણ કરવા માટેની છૂટ આપવામાં આવવી જોઈએ કે નહીં એ બાબતે પૂછતા તેમણે કહ્યું કે, બંને રાજ્યોની લાક્ષણિકતા અલગ અલગ છે. અમે ગુજરાતમાં ચુસ્ત દારૂબંધી કરાવીશું અને જે ગેરકાયદે દારૂનો વેપાર થઈ રહ્યો છે તેના પર લગામ લગાવીશું.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

કપાસના ખેડૂતોને લઇને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ આવ્યા મેદાને,કૃષિમંત્રીને પત્ર લખીને કરી આ માંગ

KalTak24 News Team

દેવેન્દ્ર ફડણવીસ બનશે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી,આવતીકાલે આઝાદ મેદાનમાં લેશે શપથ;કોર કમિટીની બેઠકમાં લાગી મહોર

Mittal Patel

ગોપાલ ઇટાલિયાના ઘરે દીકરીનો જન્મ, ટ્વિટર પર ભાવનાત્મક પોસ્ટ કરી શેર

KalTak24 News Team
Advertisement