પોલિટિક્સ
Trending

અરવિંદ કેજરીવાલનો દાવો- ‘સરકારી રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં આપની સરકાર બની રહી છે’

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમતેમ ગુજરાતમાં નેતાઓના પ્રવાસ સતત વધી રહ્યા છે ત્યારે અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે આજે કચ્છમાં સભા સંબોધી હતી આ સભામાં તેમણે સરકારી રિપોર્ટની વાત કરી છે અને કહ્યું કે રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં AAP ની  સરકાર બને છે.

દિલ્હી અને પંજાબમાં વીજળી બિલ શૂન્ય
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનની શરૂઆત કચ્છી બોલી અને ગુજરાતી બોલી બોલી અને કરી હતી. તમારા થોડા મહીનાઓથી હું ગુજરાત આવું છું ત્યારે ગુજરાતથી ખૂબ જ પ્રેમ મળ્યો છે. હું કોઈ રાજકારણી નથી મને રાજનીતિ નથી આવડતી. દિલ્હી અને પંજાબમાં વીજળી બિલ શૂન્ય આવે છે. ગુજરાતમાં ઈમાનદાર સરકાર આવે તો અહી પણ વીજ બિલ શૂન્ય થઈ શકે છે. મુખ્યમંત્રીને 5000 યુનિટ વીજળી ફ્રી મળે છે તો જનતાને 300 યુનિટ વીજળી ફ્રી મળવી જોઈએ. આપ ની સરકાર બનાવો. ડિસેમ્બરમાં સરકાર બનાવો 1 માર્ચથી વીજબિલ શૂન્ય આવશે અને જૂન બિલ માફ કરવામાં આવશે.

રોજગારની વ્યવસ્થા કરીશું
કેજરીવાલે કહ્યું કે, અમારી સરકાર બનશે તો 18 વર્ષ ઉમરની તમામ મહિલાના એકાઉન્ટમાં 1000 રૂપિયા આપવામાં આવશે. ગુજરાતમાં તમામ બાળકો માટે રોજગારની વ્યવસ્થા કરશું અને જ્યાં સુધી રોજગાર ન મળે ત્યાં સુધી 3000 રૂપિયા પ્રતિ મહિના રોજગારી ભથું આપવામાં આવશે.

સરકારી રિપોર્ટ મુજબ AAP ની સરકાર
ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, તેમણે એક સર્વેની વાત કરીને દાવો કર્યો કે, એક સરકારી રિપોર્ટ આવ્યો છે. એ રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. બહુમતીથી આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. આ રિપોર્ટ આવ્યો ત્યારથી તેઓ પાગલ થઈ ગયા છે. તેમણે ગુંડાગર્દી શરૂ કરી દીધી છે. લોકોને ધમકાવવાનું શરૂ કર્યું છે. મને માહિતી મળી છે કે, બંને પાર્ટીની સિક્રેટ મીટિંગ ચાલું થઈ ગઈ છે. કઈ પણ કરો આપ ની સરકાર ન બનવી જોઈએ. તેઓ આમ આદમી પાર્ટીને રોકવા માંગે છે. ભાજપ કે કોંગ્રેસ ગમે તે આવે પણ આમ આદમી પાર્ટીની સરકાર ન બનવી જોઇએ.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button