ગુજરાત
Trending

સુરત: હજીરા ઘોઘા રોરો ફેરી ઉપડવાના સમયમાં ફેરફાર થતા મુસાફરોમાં ભારે રોષ

સુરતના(Surat)હજીરાથી ઘોઘા જતી રોરો ફેરીના(Ro Ro Ferry)સમયમાં ફેરફાર કરવામાં આવતા મુસાફરો(Passangers) અટવાયા હતા. વહેલી સવારથી રોરો ફેરીના સ્ટેશન ખાતે મુસાફરો પહોંચી ગયા બાદ સમયસર શરૂ ન થતા મુસાફરોમાં રોષ વ્યાપ્યો હતો.આઠ વાગ્યાને બદલે 11:00 વાગ્યા પછી રોરો ફેરી ઉપડશે તેવા જવાબ મળતા મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા હતા. જેમાં સુરતના હજીરા ખાતેથી ભાવનગરના ઘોઘા સુધી દરિયા માર્ગેથી રોરો ફેરી સુવિધા ચાલી રહી છે. સુરત થી રો-રો ફેરીનો ઉપડવાનો સમય સવારે 8:00 વાગ્યા છે.જેને લઇ મુસાફરોએ સાત વાગ્યા સુધી આવી જવું પડતું હોય છે જો કે આજે કોઈ કારણોસર રોરો ફેરી સમયસર ઉપડી શકી નથી. તેને લઇ યાત્રીઓમાં ખૂબ જ રોષ જોવા મળ્યો હતો.આઠ વાગે ઉપડતી રોરો ફેરી ક્યારે ઉપડશે તેનો મુસાફરોને ત્યાં હાજર કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો.બાદમાં 11:00 વાગ્યા બાદ ઉપડશે તેવું મુસાફરોને જણાવવામાં આવ્યું હતું.જેને લઇ વહેલી સવારના આવેલા મુસાફરો રોષ ઠાલવ્યો હતો.

સુરત થી ઘોઘા પહોંચવાનો ત્રણ કલાકથી વધુ સમય લઈ લેતા રોષ ઠાલવ્યો?
વહેલી સવારથી રો રો ફેરીમાં જવા માટે પહોંચેલા યાત્રીઓએ રોષે ભરાઈ જણાવ્યું હતું કે સુરત થી ઘોઘા પહોંચવાનો સમય ત્રણ કલાકનો છે. સાત થી 8 કલાકની મુસાફરી ત્રણ કલાકમાં પૂર્ણ થતી હોય તો આમાં જવું જોઈએ એવું સમજી અહીં આવ્યા હતા. એની જગ્યાએ 10 થી 11:00 કલાકે મુસાફરોને પહોંચાડશે 8:00 વાગ્યાનો ઉપાડવાનો સમય એટલે મુસાફરોને પહોંચવા માટે સાત વાગે પહોંચવાનું જણાવે છે. અને હવે 11 વાગ્યા સુધી ફેરી ઉપડવાની નથી એવું જણાવે છે. જેને લઇ મુસાફરો ખૂબ હેરાન થઈ ગયા છે .અમે 10 થી 15 મિનિટ મોડા આવીએ તો રો રો ફેરી સિસ્ટમના અધિકારીઓ એમ કહે છે કે જવા નહીં દેવામાં આવશે તેઓ ત્રણથી ચાર કલાક મોડા ચાલી રહ્યા છે તો બધું બરોબર લાગે છે.

રો રો ફેરીને સમયસર ન ઉપાડવાને કારણે અનેક યાત્રીઓના કાર્યક્રમો ખોરવાઈ ગયા

ઓછામાં ઓછા હજાર મુસાફરો આવ્યા છે. 10 થી 15 નાની મોટી ગાડીઓ 25 થી 35 નાની ગાડીઓમાં સવારના છ વાગ્યાના મુસાફરો આવ્યા છે. પરંતુ ટર્મિનલ પર કોઈ જવાબ આપવા વાળુ પણ જોવા મળતું નથી. નાના નાના બાળકો પણ વહેલી સવારથી સાથે હોવાથી હેરાન પરેશાન થઈ ગયા છે.રો રો ફેરીને સમયસર ન ઉપાડવાને કારણે અનેક યાત્રીઓના કાર્યક્રમો ખોરવાઈ ગયા છે. એક મહિલા મુસાફરે જણાવ્યું કે અમારે ગામડે પહોંચવા 14 થી 15 કલાકનો રસ્તો કાપવો પડે તેમ હતો. તો એની કરતા રો રો ફેરીમાં વહેલા પહોંચી જઈશું એટલે આમાં બુકિંગ કરાવ્યું હતું. અમારે ઘોઘા થી ગામડે બીજા ચાર કલાકનો રસ્તો છે, પરંતુ આ તો અહીંથી જ મોડું કરે છે.અમારે ત્યાં નવરાત્રીની પૂજામાં બેસવાનું છે. હવે કઈ રીતે બેસી શકીશું.

વહેલી સવારથી ઊઠીને સમયસર પહોંચવા માટે રોરો ફેરી ટર્મિનલ પર પહોંચેલા યાત્રીઓને પરેશાનીનો સામનો થતાં રો રો ફેરી સર્વિસ સામે રોષ વ્યક્ત કર્યો હતો.નાના બાળકોથી લઇ મોટી ઉંમરના વ્યક્તિઓ મહિલાઓ પરેશાન થઈ જતા મુસાફરોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. સમયસર સર્વિસ ન શરૂ થવા માટે કોઈ જવાબ આપનાર નહીં, બેસવાની સુવિધા નહીં, પાણીની સુવિધા નહીં, જેને લઇ યાત્રીઓ સર્વિસની સામે લાલઘુમ થયા હતા.જેને લઈ તમામ યાત્રીઓ રોરો ફેરીના ટર્મિનલ પર જ હાઈ રે રો રો ફેરી હાય હાયના નારા લગાવી વિરોધ દર્શાવ્યો હતો.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button