November 21, 2024
KalTak 24 News
Politics

BREAKING: ગોપાલ ઇટાલીયાના વાયરલ વીડિયોને લઇ ભાજપ-આપ વચ્ચે આક્ષેપો-પ્રતિઆક્ષેપો ,જાણો શું છે સમગ્ર મામલો ?

gopalitaliya

વિધાનસભાની ચૂંટણીમાં સીધી ટક્કર ભાજપ અને આમ આદમી પાર્ટી(AAP) વચ્ચે જોવા મળી રહી છે. ત્યારે રોજે રોજ નવા આક્ષેપો ઊભા થઈ રહ્યા છે. આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા(Gopal Italiya) દ્વારા પીએમ(PM)ને લઈને અપશબ્દ બોલવામાં આવ્યો હોવાનો વીડિયો વાઇરલ(Viral Video) થવા બાબતે ગોપાલ ઇટાલિયાએ આજ રોજ પત્રકાર પરિષદ(Press conference) યોજી હતી. એમાં જણાવ્યું હતું કે ભાજપ મને ટાર્ગેટ કરી રહી છે, પટેલ સમાજનો યુવાન હોવાથી મને આગળ વધતા અટકાવી રહ્યા છે.

હું સામાન્ય પટેલ યુવાન હોવાને કારણે રોકવાનો તમામ પ્રયાસ
ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર વિરોધી પાર્ટી છે. હું અનામત આંદોલનથી લઈને અત્યાર સુધી એમની સામે લડ્યો છું. આજે જ્યારે આમ આદમી પાર્ટીની દિવસે ને દિવસે લોકપ્રિયતા વધી રહી છે ત્યારે મારા જૂના વીડિયો કાઢીને મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. હું ગરીબ મધ્યમ વર્ગનો પટેલ યુવાન હોવાને કારણે આગળ ન વધી જાવ એ માટે મને રોકવામાં આવી રહ્યો છે.

ગોપાલ ઇટાલીયા જવાબ આપવાથી બચ્યા
ગોપાલ ઇટાલીયાએ સમગ્ર પત્રકાર પરિષદ માત્ર એક ને એક જ વાતનું રટણ કરતા રહ્યા હતા, પરંતુ વીડિયો બાબતે કોઈ યોગ્ય રીતે ખુલાસો કર્યો નહોતો. એકને એક જવાબ આપીને તેણે એકપણ પ્રશ્નોનો સીધો જવાબ આપ્યો ન હતો. વધુમાં તેમણે જણાવ્યું કે કેજરીવાલની સભાને ગુજરાતની જનતાનો પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. હોસ્પિટલ, શિક્ષણ, નોકરી, ખેડૂતોના પ્રશ્નો પર પણ મારો વીડિયો છે. એટલું જ નહી AAPની સરકાર બની રહી છે એટલે આવા બોગસ વીડિયો વાયરલ થઇ રહ્યા હોવાનું ઇટાલિયાએ જણાવ્યું હતું. ભાજપ CNGની મોંઘવારીની વાતો કરવાને બદલે વીડિયો બતાવી રહી છે.  આ ઉપરાંત મારી ભાષા ખરાબ હોય તો મને ફાંસી પર ચડાવી દો, જેલમાં પુરો પણ જનતાને જવાબ આપો તેમ જણાવી લઠ્ઠાકાંડના આરોપીઓને જેલભેગા ક્યારે કરશો ? અને ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપરો કેમ ફુટે છે ? તે બાબતે પણ ગોપાલ ઇટલીયાએ અણીયારો સવાલ ઉઠાવ્યો હતો. મીડિયા સતત પ્રશ્ન પૂછતી રહી, પરંતુ ગોપાલ ઇટાલિયા એકનો એક નો એક જવાબ રિપીટ કરતા રહ્યા. તેઓ અન્ય કોઈપણ જવાબ આપી શકે એવી સ્થિતિમાં જણાયા નહોતા.

જુઓ ગોપાલ ઇટાલીયા ની સમગ્ર પત્રકાર પરિષદ

 

પાટીદારોએ ગોપાલ માટે આગળ આવવું જોઈએ
વધુ માં ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગોપાલ ઇટાલીયાને ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. વધુ જણાવ્યું કે જુના વીડિયો કાઢીને ટ્વિટર પર સોશિયલ મીડિયામાં સતત ફેરવવામાં આવી રહ્યા છે. ભાજપ દ્વારા પટેલ યુવાનને ટાર્ગેટ કરીને તેને તમામ રોકવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તમામ પાટીદાર અગ્રણીઓએ આગળ આવીને તેના સમર્થનમાં વાત કરવી જોઈએ. પાટીદારો ભારતીય જનતા પાર્ટીથી ગભરાયેલા છે.

જુઓ ઈસુદાન ગઢવી ની સમગ્ર પત્રકાર પરિષદ

વાયરલ વીડિયો મુદ્દે દિલ્હી મહિલા આયોગનું ગોપાલ ઇટાલિયાને સમન્સ:
મનોજ સોરઠિયાએ કહ્યું હતું કે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે વાયરલ વીડિયો મુદ્દે દિલ્હી મહિલા આયોગ દ્વારા ગોપાલ ઇટાલીયાને સમન્સ પાઠવવામાં આવ્યું છે. કેન્દ્રીય મહિલા આયોગ દ્વારા 13 તારીખે તેમની સમક્ષ હાજર થવા માટેનું કહેવામાં આવ્યું છે. અમે કોઈ જવાબ આપવાથી કે કોઈ તપાસ એજન્સી સામે હાજર થવાથી કોઈ ડર નથી. અમે તમામ તપાસ માટે તૈયાર છીએ.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

Maharashtra Election 2024: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે મહારાષ્ટ્રના પ્રવાસે, એક દિવસમાં 4 જનસભાઓ ગજવશે

KalTak24 News Team

આમ આદમી પાર્ટી પછી AIMIMએ પોતાના ઉમેદવારનું પહેલું લિસ્ટ જાહેર કર્યું

KalTak24 News Team

ગુજરાત/ લોકસભાની ચૂંંટણી પહેલા વધુ એક ધારાસભ્યનું રાજીનામુ,આ અપક્ષ MLA વિધિવત રીતે ફરીથી જોડાશે ભાજપમાં..,VIDEO

KalTak24 News Team