November 3, 2024
KalTak 24 News
Politics

“55 વર્ષ જૂનો સંબંધ પૂરો”,મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા મિલિંદ દેવરાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું

Milind Deora
  • કોંગ્રેસ નેતા મિલિંદ દેવરાએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું
  • મિલિંદ દેવરા આજે એકનાથ શિંદે જૂથની શિવસેનામાં જોડાશે
  • મિલિંદનું કોંગ્રેસ છોડવાનું કારણ પણ ઇન્ડિયા ગઠબંધન હોવાનું કહેવાય છે

Maharashtra Congress: આજે કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણિપુરથી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરવા જઈ રહી છે, તે પહેલા પાર્ટીને મહારાષ્ટ્રમાં મોટો ઝટકો લાગ્યો છે. મિલિંદ દેવરાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. મિલિંદે આ વાતની જાણકારી એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા શેર કરી છે.

મિલિંદ દેવરાએ X પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે, ‘આજે મારા રાજકીય સફરના એક મહત્વપૂર્ણ પ્રકરણની સમાપ્તિ. કોંગ્રેસ સાથેના મારા પરિવારના 55 વર્ષના સંબંધોને સમાપ્ત કરીને, મેં પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી મારું રાજીનામું આપ્યું છે. હું તમામ નેતાઓ, સહકાર્યકરો અને કાર્યકર્તાઓનો વર્ષોથી તેમના અતૂટ સમર્થન માટે આભારી છું.’

આ કારણે મિલિંદ દેવરાએ બેઠક છોડવી પડી

આ બેઠકનું પ્રતિનિધિત્વ 2014 પહેલાથી મિલિંદ દેવરા કરતા હતા. આ પહેલા મિલિંદ દેવરાએ કહ્યું હતું કે બેઠકની વહેંચણી પર ઔપચારિક વાતચીત હજુ પૂર્ણ થઇ નથી માટે કોઇએ પણ દાવો ના કરવો જોઇએ. શિવસેના (ઉદ્ધવ જૂથ) મહા વિકાસ અઘાડી (એમવીએ)માં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ) ગઠબંધનની સહયોગી છે. કોંગ્રેસના સીનિયર નેતા મુરલી દેવરાના પુત્ર મિલિંદ દેવરાએ 2004 અને 2009માં મુંબઇ દક્ષિણ બેઠક પર જીત મેળવી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે, મિલિંદ દેવરા લોકસભા ચૂંટણી 2024માં મુંબઈ દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડવા માગે છે. જો કે, ઉદ્ધવ ઠાકરેની શિવસેન (યૂબીટી) પણ આ બેઠક પરથી દાવો ઠોકી રહી છે. કોંગ્રેસ આ બેઠક ઠાકરે ગુટને આપવા પર સહમત હોવાથી મિલિંદ દેવરા નારાજ હતા. જે કારણે તેમને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ શિવસેના (શિંદે ગુટ)માં સામેલ થઈને ત્યાંથી ચૂંટણી લડી શકે છે.

ક્યારેક રાહુલ ગાંધીની નજીકના હતા મિલિંદ દેવરા

મિલિંદ દેવરા ક્યારેક રાહુલ ગાંધીની ઘણા નજીક હતા. રાહુલ ગાંધીની કોર કમિટીમાં રહેલા એટલે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષની નજીક હતા. મહારાષ્ટ્રના રાજકારણમાં દેવરા પરિવારની અલગ ઓળખ છે. આ પરિવારનો કોઇને કોઇ સભ્ય દક્ષિણ મુંબઇ લોકસભા બેઠક પરથી છેલ્લા ચાર દાયકાથી ચૂંટણી લડતો આવી રહ્યો છે. મિલિંદ દેવરા 2 વખત સાંસદ રહી ચુક્યા છે જ્યારે તેમના પિતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી દેવરા પણ 4 વખત આ વિસ્તારમાંથી સાંસદ ચૂંટાયા હતા. આ બેઠક દેવરા પરિવારની પરંપરાગત બેઠક રહી છે, માટે મિલિંદ તેને કોંગ્રેસના કોટામાં ઇચ્છતા હતા પરંતુ ઉદ્ધવ સેના તેને છોડવા માટે તૈયાર નથી.

દક્ષિણ મુંબઈના વર્તમાન સાંસદ મિલિંદ દેવરાનો જન્મ 4 ડિસેમ્બર 1976ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતા મુરલી દેવરા કોંગ્રેસના ભૂતપૂર્વ રાજકારણી છે અને માતા હેમા દેવરા ગૃહિણી છે. પિતાની જેમ મિલિંદ પણ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તેઓ બોસ્ટન યુનિવર્સિટી, યુએસએથી સ્નાતક થયેલા છે. 9 નવેમ્બર, 2008ના રોજ તેમણે ફિલ્મ નિર્મા મનમોહન શેટ્ટીની પુત્રી પુજા શેટ્ટી સાથે લગ્ન કર્યા.

રાજનીતિ ઉપરાંત મિલિંદ દેવરાને ગિટાર વગાડવાનો પણ શોખ છે અને તેઓ રમત ગમતને પ્રોત્સાહન આપતા યુવા રાજનેતા છે. તેઓ ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા, બોમ્બે જિમખાના વગેરેના સભ્ય છે.

 

 

Group 69

 

 

Related posts

ખંભાળિયા બેઠક પરથી હાર બાદ ઈસુદાન ગઢવીએ સવાર-સવારમાં ટ્વીટ કરીને શું કહ્યું?

Sanskar Sojitra

શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાની અનોખી પહેલ ! શ્રમિકોને પાણી પીવડાવી અને સાલ ઓઢાડી સન્માન કર્યું.

Sanskar Sojitra

ગાંધીનગર/ માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આપ્યું રાજીનામું,કહ્યું-ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈશ

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..