April 4, 2025
KalTak 24 News
Bharat

BREAKING NEWS : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કારગીલ પહોંચ્યા, જવાનો સાથે મનાવશે દિવાળી

વડાપ્રધાન મોદી કારગીલ પહોંચી ગયા છે. અહીં તેઓ જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા આઠ વર્ષથી સૈનિકો સાથે દિવાળીનો તહેવાર ઉજવી રહ્યા છે. વર્ષ 2014માં જ્યારથી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનની બન્યા છે, ત્યારથી તેઓ દરવખતે સૈનિકો સાથે દિવાળીનો તહેવાર ઉજવતા રહ્યા છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સેનાના જવાનો સાથે દિવાળી મનાવવાની પોતાની પરંપરા અકબંધ રાખતા જમ્મુ-કાશ્મીરના કારગીલ પહોંચ્યા છે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને દેશ ના લોકોને દિવાળીની શુભકામના પાઠવી
પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું- બધાને દિવાળીની શુભકામનાઓ. દિવાળી તેજ અને પ્રકાશનું પર્વ છે. આ પવિત્ર તહેવાર આપણા જીવનમાં ખુશીઓ લઈને આવે અને સમૃદ્ધિની ભાવનાને આગળ વધારે. હું આશા રાખું છું કે તમે તમારા પરિવાર અને મિત્રો સાથે એક શાનદાર દિવાળી પર્વ મનાવશો.

વડાપ્રધાન બન્યા બાદ મોદી સતત સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. આ પહેલા તેમણે સરહદના વિવિધ વિસ્તારોમાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

23 ઓક્ટોબર 2014: મે 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા. આ પછી, 23 ઓક્ટોબર 2014 ના રોજ, તેમણે PM તરીકે સિયાચીનમાં પ્રથમ દિવાળી ઉજવી.

11 નવેમ્બર, 2015: પીએમ મોદીએ પંજાબમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી. અહીં તેઓ 1965ના યુદ્ધના વોર મેમોરિયલની મુલાકાતે પણ આવ્યા હતા.

30 ઓક્ટોબર 2016: PM મોદી દિવાળીની ઉજવણી કરવા 2016માં હિમાચલના કિન્નૌર પહોંચ્યા હતા. અહીં તેમણે ભારત-ચીન બોર્ડર પાસે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

18 ઓક્ટોબર 2017: 2017માં પણ પીએમ મોદીએ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. ત્યારબાદ તે જમ્મુ-કાશ્મીરના ગુરેઝ પહોંચ્યા હતા.

7 નવેમ્બર 2018: 2018માં પીએમ મોદીએ ઉત્તરાખંડના હર્ષિલમાં ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી.

27 ઓક્ટોબર 2019: PM મોદીએ 2019માં LoC પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી. પીએમ મોદી એલઓસી પર તૈનાત જવાનોને મળવા રાજૌરી પહોંચ્યા હતા.

14 નવેમ્બર 2020: પીએમ મોદીએ જેસલમેરમાં લોંગેવાલા પોસ્ટ પર સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી.

નવેમ્બર 4, 2021: વર્ષ 2021 માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજૌરીના નૌશેરા સેક્ટરમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી.

PM મોદી સેનાને માને છે પરિવાર

પીએમ મોદી કહે છે કે સેનાના જવાનોના કારણે આપણે આપણા ઘરે સુરક્ષિત રીતે દિવાળીની ઉજવણી કરી શકીએ છીએ. જો તેઓ બોર્ડર પર તૈનાત ન હોત તો કદાચ આપણે આપણા ઘરોમાં નિર્ભયતાથી દીવાને ન પ્રગટાવી શકેત અને આપણે આ રીતે તહેવાર પણ ન મનાવી શકેત. દિવાળી પર આપણને મળતી દરેક ખુશીની પાછળ ક્યાંક ને ક્યાંક જવાનોનું બલિદાન હોય છે. એટલા માટે પીએમ મોદી સેનાને પોતાનો પરિવાર માને છે અને દરેક વખતે તેઓ સૈનિકો સાથે દિવાળી મનાવવા તેમના કેમ્પમાં જાય છે. પીએમ મોદી 2014થી સતત સેના સાથે દિવાળીની ઉજવણી કરે છે.

અમે બોર્ડર પર ઉભા છીએ,તમે ખુશીથી દિવાળી મનાવો: દેશના જવાનો

આખો દેશ જ્યારે દિવાળીના તહેવારની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે આપણા ભારતીય સેનાના જવાનો આંતરરાષ્ટ્રીય સરહદ પર દેશની સુરક્ષા કરી ઘરથી દૂર તહેવાર મનાવી રહ્યાં છે. ત્યારે ભારતીય સેનાના જવાનોએ જમ્મુમાં LOC પર દિવાળી મનાવી દેશવાસીઓને શુભેચ્છાઓ આપી. આ સાથે તેમણે કહ્યું કે તમારે ગભરાવવાની અને ચિંતા કરવાની જરૂર નથી. અમે બોર્ડર પર ઉભા છીએ. તમે ખુશીથી દિવાળી મનાવો.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

“One Nation One Election” પર કેન્દ્ર સરકારનું મોટું પગલુ, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં સમિતિની રચના

KalTak24 News Team

આસામ સરકારે સુરતમાં બનતી સાડી પર પ્રતિબંધ મૂક્યો,ચોંકાવનારું કારણ આવ્યું સામે ?

Sanskar Sojitra

દેશભરમાં નવા વર્ષની ઉજવણી થઈ રહી છે, રાષ્ટ્રપતિ અને PM મોદીએ શુભેચ્છાઓ પાઠવી

KalTak24 News Team