April 4, 2025
KalTak 24 News
Gujarat

સુરત/ રવિવારે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત દ્વારા સમૂહલગ્નોત્સવનું થશે આયોજન,૮૪ યુગલો પ્રભુતા પાડશે પગલાં…

On Sunday, 84 couples will step into dominance in a grand mass marriage festival organized by the Saurashtra Patel Seva Samaj in Surat
  • સામાજિક જાગૃતિ માટે સમુહલગ્નમાં મિથિલા જાગૃતિ કાર્નિવલનું આયોજન
  • ૮૪ યુગલોના ૧૬૮ પક્ષકારોમાં આવેલ ૧૫૧ ગંગાસ્વરૂપ બહેનોનું થશે સન્માન

Mass marriage organized Saurashtra Patel Seva Samaj in Surat: સમૂહ લગ્ન પ્રવૃત્તિના માધ્યમથી સામાજિક જાગૃતિનું નોંધનીય કાર્ય કરનાર શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આગામી રવિવારે ૬૫ માં સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વી.બી નારોલા પરિવારના સૌજન્યથી યોજાનાર ૬૫ માં સમૂહ લગ્નમાં ૮૪ યુગલો લગ્ન ગ્રંથિથી જોડાનાર છે. રવિવારે, સાંજે ૮:00 કલાકે, ગોપીન ગામ ગ્રાઉન્ડ, મોટા વરાછા ખાતે હીરા ઉદ્યોગ અગ્રણી શિવમ જેમ્સવાળા શ્રી ઘનશ્યામભાઈ શંકરના અધ્યક્ષ સ્થાને યોજાનાર આશીર્વચન સમારોહનુ દીપ પ્રાગટ્ય વિધિ ગંગા સ્વરૂપ બહેનોના હસ્તે કરી સામાજિક માન્યતા બદલવાનો પ્રયાસ થશે.

રાજ્યસભાના નિયુક્ત સાંસદ અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના મોભી એવા શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, પદ્મશ્રી મથુરભાઈ સવાણી તથા ધામેલિયા બ્રધર્સના શ્રી ભીખુભાઈ ધામેલિયા, ગોપીન ગ્રુપના શ્રી લવજીભાઈ બાદશાહ અને અવધ ગ્રુપના શ્રી દિલીપભાઈ ઉંધાડ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વચન આપશે. સમૂહ લગ્નના માધ્યમથી સામાજિક ક્રાંતિનું મંડાણ કરનાર શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પૂર્વપ્રમુખશ્રી સુરેશભાઈ પટેલ તથા ટ્રસ્ટીશ્રી જાદવજીભાઈ પટેલને ‘સેવા રત્ન’થી સન્માનિત કરવામાં આવનાર છે. સાથે સ્વચ્છતામાં પ્રથમ નંબરે આવેલ સુરત શહેરના મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીનું ‘પટેલ સમાજ ગૌરવ સન્માન’થી અભિવાદન કરાશે. મૂળ સૌરાષ્ટ્રના શાખપુરના વતની પરંતુ, વર્ષથી ન્યુઝીલેન્ડ સ્થાયી થઈ સર્વિસ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં સફળ ઉદ્યોગપતિ ડો. સુરેશભાઈ બલરનું વિશેષ સન્માન કરવામાં આવનાર છે.

જાગૃતિ કાર્નિવલ નગરયાત્રાનું વિશેષ આયોજન

સમૂહ લગ્ન પ્રવૃત્તિનો મૂળ હેતુ સામાજિક જાગૃતિ લાવવાનો છે. સમૂહ લગ્નના માધ્યમથી લોકો હેલ્થ,વેલ્થ અને હેપ્પીનેસ વિશે વધુ જાગૃત બને તે માટે, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ વર્ષોથી સતત પ્રયત્નશીલ છે. આ વર્ષે પ્રથમવાર સમૂહ લગ્ન સમારોહમાં એક જાગૃતિ કાર્નિવલ એટલે કે, નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ઢોલ-શરણાઈ સાથે અંદાજે ૨0,000 લોકોની વચ્ચે નીકળનારી આ શોભાયાત્રામાં ગંગાસ્વરૂપ બહેનો સૌથી આગળ રહેશે ત્યારપછી, રામ-લક્ષ્મણ-સીતાના પાત્રોમાં મૌની સ્કૂલના બાળકો જોડાશે. આ વર્ષે સમૂહ લગ્ન સમારોહનું નામ ‘મિથિલા ઉત્સવ’ રામની થીમ પર આધારિત છે. એટલે એક નવયુગલ રામ-સીતા સ્વરૂપે શોભાયાત્રામાં જોડાશે. થેલેસેમિયા જાગૃતિ, ડ્રગ્સ, વ્યસનમુક્તિ, આર્થિક રોજગાર જાગૃતિ અને તકો સાથે વિવિધ સંસ્થાઓના સહયોગથી વિશેષ સ્વરૂપે મિથિલા નગરયાત્રા નીકળશે તેનું સંકલન રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ અને રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટના યુવા મિત્રો સંભાળશે.

૧૫૦ સંસ્થાના ૧૦૦૦ સ્વયંસેવકો

સમાજનું કામ સમૂહ ભાવનાથી થાય તે વધુ હેતુપૂર્ણ બનનારું હોય છે. એટલે જ સમૂહ લગ્ન સમારોહની વ્યવસ્થામાં 1500 સેવાભાવી સંસ્થાના હજારથી વધુ સ્વયંસેવક મિત્રો જવાબદારી સંભાળે છે. ટ્રાફિક, પાર્કિંગ, મંડપ તથા ભોજન વ્યવસ્થા નું કામ કરનાર યુવા મિત્રો ઉત્સાહ અને સમાજ ભાવનાથી જવાબદારી સંભાળે છે.

સમગ્ર કાર્યક્રમની રૂપરેખા

  • યુગલો: ૮૪ યુગલોના લગ્ન 
  • જનસમુહ: ૨૦,૦૦૦ લોકોની હાજરી 
  • સ્વયંસેવકો: ૧૦૦૦ યુવાનોની સેવા
  • સહયોગ: ૧૫૦ સેવાભાવી સંસ્થાઓ 
  • મેડીકલસેવા: ઈમરજન્સી માટે ટીમ 
  • જાગૃતિ કાર્નિવલ: સમારોહમાં શોભાયાત્રામાં વિધવા બહેનો અગ્રેસર
  • સમય: તા:૨૫.૦૨.૨૦૨૪, રવિવાર 
  • સાંજે: ૦૪:૦૦ થી રાત્રે: 0૯:૦૦ સુધી 
  • સ્થળ: ગોપીનગામ, અબ્રામા રોડ, મોટાવરાછા 
  • સૌજન્ય: વી. બી નારોલા(SRK) પરિવાર 
  • જીવંત પ્રસારણ: સાંજે ૫ થી ૮ કલાકે કાર્યક્રમનું જીવંત પ્રસારણ 

સાંજે ૪:00 કલાકે વર-કન્યાના આગમન સાથે રાષ્ટ્રગીતનું ગાન થશે.

મોટા વરાછા ગોપીન ગામ ગ્રાઉન્ડ ખાતે કરેલી ભવ્ય મંડપ વ્યવસ્થામાં મંગલ ગીતો સાથે સાંજે ચાર થી 4:30 પક્ષ અને સાંજે 4:30 થી 5 વર પક્ષનું આગમન થશે. સાંજે 5:00 કલાકે શુભ પ્રસંગ એવા લગ્ન સંસ્કાર વિધિ શરૂ થતા પહેલા રાષ્ટ્રગીતનું ગાન થશે. ત્યારબાદ ગંગાસ્વરૂપ બહેનો દીપ પ્રાગટ્ય વિધિ કરશે એટલે લગ્ન વિધિ નો પ્રારંભ થશે. વિવિધ શાળાઓ અને સંસ્થાઓ તરફથી 5 થી 6 સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન છે. રાત્રે 9:00 કલાકે કન્યા વિદાય સાથે કાર્યક્રમનું સમાપન થશે.

દાતાશ્રીની ઉમદા સમાજભાવના

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા તથા ઉપપ્રમુખ શ્રી સવજીભાઈ વેકરીયા અને મંત્રીશ્રી અરવિંદ ધડૂકે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ૬૫માં સમૂહ લગ્નસમારોહનું સંપૂર્ણ સૌજન્ય શ્રી દિનેશભાઈ વી. નારોલા તથા જયંતિભાઈ વી. નારોલા તરફથી મળેલ છે. વી.બી નારોલા પરિવારની ઉપસ્થિતિમાં દરેક કન્યાને કરિયાવર ઉપરાંત રૂ.૨૫,000/- નો ચેક અર્પણ થનાર છે. સંસ્થાના કો-ઓર્ડીનેટર શ્રી હરિભાઈ કથીરિયા તથા ખજાનચી શ્રી મનહરભાઈ સાસપરા એ જણાવ્યું હતું કે, હવે પછીના વર્ષ ૨૦૨૫ માં આવનાર ૬૬ માં સમૂહ લગ્ન ઉત્સવ સમારોહનું સૌજન્ય શ્રી રમેશભાઈ વી. ગજેરા, ભક્તિ ડેવલપર્સ ગ્રુપ તરફથી મળનાર છે. આમ આગામી પાંચ વર્ષના દાતાશ્રીઓ અગાઉથી નામ લખાવે તેવા સન્માનીય દાતાશ્રીઓનું અભિવાદન કરવામાં આવનાર છે.

શ્રી કાંતિભાઈ ભંડેરી, શ્રી ભવનભાઈ નવાપરા, શ્રી મુકેશભાઈ ચોવટીયા સહીત ટ્રસ્ટીશ્રીઓ, કાર્યકર્તાઓ તથા વિવિધ સંસ્થાના હોદ્દેદારો સમારોહની તડામાર તૈયારી કરી રહ્યા છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની મહિલા વિંગ સમારોહમાં ૮૪ યુગલોના ૧૬૮ પક્ષકારોમાં આવનાર અંદાજે ૧૫૧ ગંગાસ્વરૂપ બહેનોનું અભિવાદન કરી લોકજાગૃતિનો સંદેશ આપનાર છે. સૌરાષ્ટ્ર પટેલ સમાજની યુવા ટીમ તથા ટીમ ૧00 ના યુવા કાર્યકર્તાઓ સમગ્ર સમારોહનું સંકલન કરી રહ્યા છે.

 

 

 

 

Related posts

રાજ્ય સરકારના મંત્રીઓને અંગત સચિવ અને અંગત મદદનીશની કરવામાં આવી ફાળવણી, જુઓ લીસ્ટ

KalTak24 News Team

શબ્દ માણસને કયા પહોચાડી શકે છે? નવ મહિનામાં જ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાનું બહુમાન મેળવનાર ગુજરાતી લેખિકા એટલે ડૉ. અંકિતાબેન મુલાણી…

Sanskar Sojitra

Surat/ સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા બની તોફાની,જુઓ ફોટો

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં