- ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને લઈ મોટા સમાચાર
- મુકેશ અંબાણીને અપાઇ જાનથી મારી નાખવાની ધમકી
- ઈમેલ આઈડી પર આવ્યો ધમકીભર્યો મેસેજ
Threat to Mukesh Ambani : દેશના સૌૌથી મોટા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અંબાણીને તેમના ઓફિશિયલ ઈમેઈલ આઈડી પર ધમકી આપવામાં આવી છે. ઈમેઈલમાં 20 કરોડ રુપિયાની માગ કરવામાં આવી છે. આ મેઈલ 27 ઓક્ટોબરે મોકલવામાં આવ્યો હતો. મુકેશ અંબાણીના સિક્યોરિટી ઈન્ચાર્જે મુંબઈના ગામદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Reliance Industries Chairman Mukesh Ambani received death threat on email on 27th October, threatening to shoot him if he failed to pay Rs 20 crores. Case registered under sections 387 and 506 (2) IPC in Gamdevi PS of Mumbai: Police
— ANI (@ANI) October 28, 2023
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ 27 ઓક્ટોબરે મુકેશ અંબાણીને તેમના ઈમેલ આઈડી પર ઈન્બોક્સમાં એક ઈમેલ મળ્યો હતો. આ ઈમેલમાં અંગ્રેજીમાં લખવામાં આવ્યું હતું કે, જો મુકેશ અંબાણી એ અજાણ્યા વ્યક્તિને 20 કરોડ રૂપિયા નહીં આપે તો તે તેમને મારી નાખશે. ઈમેલમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, “જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને મારી નાખીશું, અમારી પાસે ભારતમાં શ્રેષ્ઠ શૂટર્સ છે.” મુકેશ અંબાણીના સિક્યુરિટી ઈન્ચાર્જે પોલીસને આ અંગે જાણકારી આપી છે.
પોલીસે નોંધ્યો કેસ
સમગ્ર મામલે ગામદેવી પોલીસે આઈપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી ચુકી છે.
મુકેશ અંબાણી પાસે Z+ સિક્યોરિટી છે
કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA)એ 29 સપ્ટેમ્બરે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સુરક્ષા વધારી દીધી હતી. MHAએ તેમને Z+ કેટેગરીની સુરક્ષા આપી છે. સિક્યોરિટીનો ખર્ચ મુકેશ અંબાણી આપશે. આ ખર્ચ 40થી 45 લાખ રૂપિયા પ્રતિ માસ થાય છે. અગાઉ તેમને Z કેટેગરીની સુરક્ષા મળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IBની ભલામણ પર ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે. IBએ મુકેશ અંબાણી પર જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube