- મહેન્દ્ર સિંહ ધોની આવતીકાલે કરશે મોટું એલાન
- ધોનીએ શનિવારે ફેસબુક પેજ પર પોસ્ટ શેર કરી
- કહ્યું રવિવારે લાઈવ આવીને એક ખાસ ન્યૂઝ શેર કરીશ
નવી દિલ્હી(New Delhi) : નવી ભારતીય ક્રિકેટ(Indian cricket)ના સૌથી સફળ કેપ્ટનમાંથી એક મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)આવતીકાલે એટલે કે 25 સપ્ટેમ્બરે એક મોટો નિર્ણય લેવા જઈ રહ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ(Indian Premier League)માં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ની કેપ્ટનશીપ કરી રહેલા ધોનીએ પોતે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તે આવતીકાલે (રવિવારે) બપોરે 2 વાગ્યે ફેસબુક(Facebook) લાઈવ પર એક સમાચાર આપવા જઈ રહ્યો છે.
ફેસબુક પર કહ્યું- રવિવારે લાઈવ આપીને મોટા સમાચાર આપીશ
MS Dhoniએ પોતાના ફેસબુક પ્રોફાઈલ (Facebook profile)પર પોસ્ટ કરીને લાઈવ આવવાની માહિતી આપી છે. માનવામાં આવી રહ્યું છે કે માહી કોઈ મોટી જાહેરાત કરી શકે છે. મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)પોતાના ફેન્સ (Fans)સાથે લાઈવ કનેક્ટ થવા જઈ રહ્યો છે. 25 સપ્ટેમ્બરે ધોની તેના ચાહકો સાથે વાત કરશે અને આશા છે કે તે કોઈ મોટો નિર્ણય લેવા જઈ રહ્યો છે.
MS Dhoniએ સોશિયલ મીડિયા પોસ્ટ(Social media post)માં લખ્યું, “હું તમારી સાથે એક સમાચાર શેર કરીશ. હું 25 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યે લાઈવ આવીને આ માહિતી આપીશ. આશા છે કે તમે બધા ત્યાં હશો.”
એમએસ ધોની ના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર વિશે જાણીએ:
એમએસ ધોની, જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે, તે ICCની તમામ ઇવેન્ટ્સ (ODI વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી) જીતનાર વિશ્વનો એકમાત્ર કેપ્ટન છે. તેણે IPLમાં પોતાની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સને ચાર વખત ચેમ્પિયન બનાવ્યું છે.
ધોનીએ 23 ડિસેમ્બર 2004ના રોજ બાંગ્લાદેશ સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે ડિસેમ્બર 2005માં શ્રીલંકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ધોનીએ વનડે ડેબ્યૂ બાદ 2005માં પાકિસ્તાન સામે તોફાની સદી ફટકારી હતી. તેણે 123 બોલમાં 15 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 148 રન બનાવ્યા હતા. ફેબ્રુઆરી 2006માં તેણે માત્ર 46 બોલમાં 72 રન બનાવ્યા હતા. આ મેચ પાકિસ્તાન સામે રમાઈ હતી.
ધોનીને સપ્ટેમ્બર 2007માં પ્રથમ વખત ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ આપવામાં આવી હતી. તેણે T20 વર્લ્ડ કપ 2007માં ભારતની કપ્તાની સંભાળી અને ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું. માહીની કપ્તાનીમાં ભારતે 2011નો વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતે 28 વર્ષ બાદ ODI વર્લ્ડ કપ પર કબજો કર્યો છે.
ધોનીના એવા ઘણા રેકોર્ડ છે જેને તોડવો કોઈ પણ ખેલાડી માટે આસાન નહીં હોય. તે વિશ્વનો ત્રીજો સૌથી વધુ આઉટ કરનાર વિકેટકીપર છે. ધોનીએ 350 મેચમાં 444 વખત ખેલાડીઓને આઉટ કર્યા છે. જેમાં 321 કેચ અને 123 સ્ટમ્પ સામેલ છે. કુમાર સંગાકારા આ મામલામાં પ્રથમ સ્થાને છે. તેણે 482 ખેલાડીઓને પેવેલિયનમાં મોકલ્યા છે. જ્યારે એડમ ગિલક્રિસ્ટ બીજા સ્થાને છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ