ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. ત્યારે વડાપ્રધાન મોદી(Pm Modi) એકવાર ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.
વડાપ્રધાન મોદી (Pm Modi) આગામી તારીખ 29-30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. વડાપ્રધાન મોદી(Pm Modi) સુરત, ભાવનગર અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. 29 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી ભાવનગરમાં રોડ શો કરશે અને સભાને સંબોધશે. 29મીએ અમદાવાદમાં નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે. 29મી એ રાત્રે GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબામાં હાજરી આપશે. વડાપ્રધાન મોદી 29 સપ્ટેમ્બરના રોજ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.
30મીએ અંબાજી મંદિરે દર્શન કરી પીએમ મોદી ગબ્બરે જશે
જ્યારે 30 સપ્ટેમ્બરના રોજ સવારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફ કરાવશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને વડાપ્રધાન મોદી કાલુપુર રેલવે સ્ટેશન જશે. વડાપ્રધાન મોદી(Pm Modi) કાલુપુરથી મેટ્રો ટ્રેનના 2 રૂટની શરૂઆત કરાવશે. કાલુપુરથી થલતેજ અને ગ્યાસપુરથી મોટેરા રુટની પીએમ મોદી શરૂઆત કરાવશે. અમદાવાદમા એઈએસ ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે. વડાપ્રઘાન મોદી(Pm Modi) અમદાવાદથી રાજભવન આવશે. 30મીએ અંબાજી મંદિરે દર્શન કરી નવી રેલ્વે લાઇનનું પણ વડાપ્રધાન ખાતમુહૂર્ત કરશે. અંબાજી મંદીરે દર્શન કરીને પીએમ મોદી(Pm Modi) ગબ્બર ખાતે પણ દર્શન કરવા જશે.
જાણો બે દિવસનો સંપૂર્ણ વિગતવાર કાર્યક્રમ
– વડાપ્રધાન મોદી 29-30 સપ્ટેમ્બરે ગુજરાત આવશે
– 29 સપ્ટેમ્બરે સવારમાં સુરત ખાતે કાર્યક્રમમાં રહેશે હાજર
– 29 સપ્ટેમ્બરે ભાવનગરમાં રોડ શો અને સભાનું આયોજન
– 29 તારીખે અમદાવાદમાં નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે
– 29મી એ રાત્રે GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબામા આપશે હાજરી
– વડાપ્રધાન મોદી 29 સપ્ટેમ્બર રાજભવન ખાતે કરશે રાત્રી રોકાણ
– 30 સપ્ટેમ્બરના રોજ સવારે વંદે ભારત એક્સ્પ્રેસ ટ્રેનનો કરાવશે ફ્લેગ ઓફ
– વંદે ભારત એક્સ્પ્રેસ ટ્રેનમા બેસી કાલુપૂર રેલવે સ્ટેશન જશે વડાપ્રધાન
– કાલુપૂરથી મેટ્રો ટ્રેનના 2 રૂટની શરૂઆત કરાવશે પ્રધાનમંત્રી
– કાલુપુરથી થલતેજ અને ગ્યાસપુરથી મોટેરા રુટની શરુઆત કરાવશે
– અમદાવાદમા એઈએસ ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે વડાપ્રધાન
– અમદાવાદથી રાજભવન આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
– 30 તારીખે વડાપ્રધાન અંબાજી મંદિર દર્શન કરી નવી રેલ્વે લાઇનનું ખાતમુહૂર્ત કરશે
– અંબાજી મંદીરે દર્શન કરી ગબ્બર ખાતે પણ દર્શન કરશે વડાપ્રધાન મોદી
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ