સ્પોર્ટ્સ
Trending

Hardik Pandya Ruled Out: વર્લ્ડકપમાંથી બહાર થયા પછી હાર્દિક પંડ્યાએ લખી ઈમોશનલ પોસ્ટ, વાંચો તમામનો આભાર માનીને શું કહ્યું

Hardik Pandya: હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ તે રિકવર થઈને ટીમ સાથે જોડાશે તેવી આશા રાખવામાં આવતી હતી.

Hardik Pandya Ruled Out Of World Cup 2023: ચાલુ વર્લ્ડકપ 2023માં ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત હોવાના કારણે ટૂર્નામેન્ટની બહાર થયો છે અને તેની જગ્યાએ પ્રસિદ્ધ ક્રિષ્નાને સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યો છે. આ બાબતે હાર્દિક પંડ્યાએ પોતાના સોશિયલ મીડિયામાં ટીમથી બહાર થવા પર દુખ વ્યક્ત કર્યું છે અને ઈમોશનલ પોસ્ટ કરી છે.

શું લખ્યું હાર્દિક પંડ્યાએ

પંડ્યાએ એક્સ પર એક ફોટો શેર કર્યો છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘એ માનવું મુશ્કેલ છે કે હું વર્લ્ડ કપની બાકીની મેચોમાં રમી શકીશ નહીં. હું જુસ્સાથી ટીમની સાથે રહીશ અને રમતના દરેક બોલ પર તેમને ઉત્સાહિત કરીશ. તમારી શુભકામનાઓ, પ્રેમ અને સમર્થન બદલ આપ સૌનો આભાર. આ ટીમ મારા માટે ખૂબ જ ખાસ છે અને મને ખાતરી છે કે તમે અમારા કારણે ગર્વ અનુભવશો.

હાર્દિકના સમર્થકોએ જલદી સાજા થવાની શુભેચ્છા પાઠવી

હાર્દિકની આ એક્સ પોસ્ટને ખૂબ જ ઓછા સમયમાં લગભગ 1 લાખ લોકોએ જોઈ હતી. આ સાથે 18 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યું છે. પંડ્યાના પ્રશંસકોએ ટિપ્પણી કરી છે અને તેને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.

બાંગ્લાદેશ વિરુદ્ધની મેચ દરમિયાન તે બોલિંગ કરી રહ્યો હતો અને લિટન દાસના શોટને રોકવાના ચક્કરમાં તે પોતાનું સંતુલન ખોવી બેઠો અને પીચ પર જ પડી ગયો હતો. ઉઠતા સમયે તેને ખૂબ દુખાવો થઈ રહ્યો હતો અને લંગડાતા પેવેલિયન તરફ ગયો હતો.

હાર્દિક પંડ્યાની કેવી છે આંતર રાષ્ટ્રીય કરિયર

હાર્દિક પંડ્યા એક ઓલરાઉન્ડર છે. તેણે અત્યાર સુધીમાં 11 ટેસ્ટ, 86 વન ડે અને 92 ટી-20 મેચ રમી છે. જેમાં તેણે અનુક્રમે 532 રન, 1769 રન અને 1348 રન બનાવવા સહિત 17, 84 અને 73 વિકેટ ઝડપી છે.  

હાર્દિકની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણને સ્થાન

વર્લ્ડકપમાં ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યાના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેણે અત્યાર સુધીમાં 17 વન ડેમાં 29 વિકેટ અને 2 20 મેચમાં 4 વિકેટ ઝડપી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા મહિલાઓએ આ કારણે ખાવી જોઇએ મેથી,ઘણા થશે ફાયદા