Deesa Fire News: બનાસકાંઠાના ડીસાના ઢુંવા રોડ પર આવેલી એક ફટાકડાંની ફેક્ટરીમાં વિસ્ફોટક પદાર્થમાં ધડાકો થયા બાદ ભીષણ આગ લાગી હતી. આગ લાગતા અંદાજિત 5થી પણ વધુ શ્રમિકોના મોત થયા હોવાના અહેવાલ છે. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
શું હતી ઘટના?
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ડીસાના ઢુંવા રોડ પર દિપક ટ્રેડર્સ નામની ફટાકડાં બનાવવાની ફેક્ટરી આવેલી છે. આજે ફટાકડાં બનાવતી વખતે વિસ્ફોટક પદાર્થમાં એકાએક ધડાકો થયો હતો. જેના પગલે આગ લાગી હતી. ફટાકડાંની ફેકટરી હોવાથી પલભરમાં આગે ભીષણ રૂપ ધારણ કરી લીધું હતું. આગના બનાવ અંગે ડીસા ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી.
ડીસા GIDCમાં આગ, 10+ લોકોના મોત!
બનાસકાંઠાના ડીસા GIDCમાં ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતાં 10થી વધુ મજૂરોનાં મોત થયા છે. બોઈલર ફાટવાના કારણે આજે સવારે આગ લાગી હતી, આગ કાબૂમાં લેવા ફાયર વિભાગ ઘટના સ્થળે તાત્કાલિક હાજર થયો હતો..
બોઈલર… pic.twitter.com/1jOSR3Skdy
— Sagar Patoliya (@kathiyawadiii) April 1, 2025
આગનો બનાવ બન્યો હોવાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. આગના બનાવના પગલે અફરાતફરી સર્જાઈ હતી. સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ બનાવ સ્થળે પહોંચ્યા છે અને ઘટનાની તપાસ કરી રહ્યાં છે. આ દુર્ઘટનામાં પ્રાથમિક વિગત અનુસાર 11 લોકોના મોત નીપજ્યાંના અહેવાલ છે.
ઉલ્લેખનિય છે કે, ગોડાઉનમાં માત્ર સ્ટોર કરવાની જ મંજૂરી હતી. જ્યારે ગોડાઉનના નામે હેઠળ અહીં ફટાકડાની ફેક્ટરી ચાલતી હતી. આગની ભયાનકતાના કારણે મોતનો આંકડો વધવાની આશંકા સેવાઇ રહી છે. ગોડાઉનમાં બોઇલરના કારણે ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જો માત્ર ગોડાઉન છે તો બોઇલર ક્યાંથી આવ્યું. આગ એટલી ભીષણ હતી કે મૃત શ્રમિકોના માનવ અંગો દૂર ફેકાયા હતા.
ઉલ્લેખનિય છે કે, જોરદાર ધડાકા સાથે આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે, ગોડાઉનનો કાટમાળ 200 મીટર સુધી દૂર ફેંકાયો હતો. ત્યાં સુધી કે માનવોના મૃતદેહના અંગો પણ પણ દૂર સુધી ફેકાયા હતા. ગોડાઉનમાં ધડાકા બાદ માલિક પણ ફરાર થઇ ગયા હતા. ગોડાઉનમાં માત્ર ફટાકડા સ્ટોર કરવાની જ મંજૂરી હતી પરંતુ ત્યાં ફટાકડાનું પ્રોડેકશન થતું હોવાની પણ માહિતી મળી છે હવે આ ગોડાઉન કાયદેસર હતુ કે ગેરકાયદેસર તેને લઈને હજુ સુધી સત્ય જાણવા નથી મળ્યું. 20થી 25 શ્રમિકો ગોડાઉનમાં કામ કરતા હતા. દીપક ટ્રેડર્સ એજંસીનું ગોડાઉન હોવાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળ્યું છે. તેમજ ખૂબચંદ સિંધી નામનો વ્યક્તિ ગોડાઉનનો માલિક હોવાના પ્રાથમિક અહેવાલ છે જે હાલ ફરાર છે. ઘટનાની જાણ થતાં કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા છે. ડીસા જીઆઇડીસી આગકાંડમાં તપાસના આદેશ અપાયા છે.
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube