October 31, 2024
KalTak 24 News
Bharat

No ફોટોગ્રાફી, NO રિલ્સ: કેદારનાથ મંદિરમાં મોબાઈલથી ફોટોગ્રાફી પર મૂકાયો પ્રતિબંધ,સમિતિએ લીધો મોટો નિર્ણય

Kedarnath temple No Photos No reels
  • કેદારનાથ જતાં યાત્રિકો નહીં પાડી શકે મંદિરનો ફોટો
  • મંદિર કે પરિસરમાં મોબાઇલ ફોટોગ્રાફી પર પ્રતિબંધ
  • વીડિયો કે રીલ્સ બનાવનારા લોકો સામે કાર્યવાહી
  • મંદિર પરિસરમાં સૂચનાના બોર્ડ લગાવાયા

કેદારનાથ જતાં યાત્રિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.પવિત્ર યાત્રાધામ કેદારનાથ મંદિર ( Kedarnath temple)માં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંદિરમાં ફોટા અને રીલ્સ ( reels) તથા વીડિયો બનાવવા ઉપર પણ પ્રતિબંધ મુકાયો છે. મંદિર સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.એટલું જ નહીં કેદારનાથ મંદિરનો કોઇ ફોટો લેશે તો તેના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ મંદિરના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે. વાસ્તવમાં તાજેતરમાં જ એક મહિલા બ્લોગર દ્વારા મંદિર પરિસરમાં વિવાદસ્પદ વીડિયો બનાવવાનો અને તેને વાયરલ કરવાનો મામલો સામે આવ્યો હતો. જે બાદ મંદિર સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

પ્રતિબંધને લગતા બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા
મંદિર પરિસરમાં પ્રતિબંધને લગતા બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે. ઉપરાંત તમે સીસી ટીવીની નજરમાં છો તેમ પણ જણાવામાં આવ્યું છે. યુવતીના વિવાદાસ્પદ વીડિયો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રિલ્સ અને વીડિયો બનાવવા ઉપર પણ પ્રતિબંધ
હવે મંદિર સમિતિ હરકતમાં આવી છે અને કેદારનાથ મંદિર પરિસરમાંથી મંદિરનો ફોટો લેવા પર પ્રતિબંધ મુક્યો છે. આ સાથે મંદિર કેમ્પસમાં રિલ્સ અને વીડિયો બનાવવા ઉપર પણ પ્રતિબંધ મુક્યો છે. જો કોઇ વ્યક્તિ ફોટો કે રીલ્સ અને વીડિયો બનાવશે તો તેની સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ ચિમકી આપવામાં આવી છે.

મંદિરમાં ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ
એટલું જ નહીં, મંદિર સમિતિએ કેદારનાથ આવતા શ્રદ્ધાળુઓને ધાર્મિક સંસ્કૃતિ અનુરૂપ વસ્ત્રો પહેરીને આવવા જણાવવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં હિન્દી અને અંગ્રેજીમાં બોર્ડ પર પણ લખવામાં આવ્યું છે કે આદેશનું પાલન નહીં કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

BKTCએ પોલીસને એક પત્ર પણ લખીને મંદિર પરિસરમાં તકેદારી રાખવા અને વિડિયો વાયરલ કરનારાઓ સામે પગલાં લેવા જણાવ્યું હતું. BKTCના ચેરમેને કહ્યું કે ધામમાં હજુ સુધી ક્લોક રૂમની વ્યવસ્થા નથી. ભક્તો મોબાઈલ ફોન લઈને દર્શન કરી શકશે. પરંતુ મંદિરની અંદર ફોટા અને વિડીયો લઈ શકશે નહીં, તેના પર પ્રતિબંધ છે. જો કોઈ ભક્ત આદેશનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ એક ધાર્મિક સ્થળ છેઃ અજેન્દ્ર અજય
શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે કહ્યું કે, આ એક ધાર્મિક સ્થળ છે, જ્યાં લોકો ખૂબ જ આસ્થા સાથે આવે છે, ભક્તોએ તેનું સન્માન કરવું જોઈએ. તેમણે કહ્યું કે, બદ્રીનાથ ધામથી અત્યાર સુધી કોઈ ફરિયાદ આવી નથી, પરંતુ ત્યાં પણ આવા બોર્ડ લગાવવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક રીલ્સ વાયરલ થઇ હતી જેમાં એક યુવતી તેના બોયફ્રેન્ડને કેદારનાથ મંદિરની સામે જ પ્રપોઝ કરી રહી છે. આ વીડિયો વાયરલ થતાં વિરોધના સૂર ઉઠ્યા હતા. કેદારનાથ મંદિર સમિતિએ પોલીસને આ રીલ અને વીડિયો બનાવનારા સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.

 

 

Related posts

2022 ની પીએમ મોદી પ્રથમ વખત વિદેશ પ્રવાસે જશે, જાણો ક્યાં દેશોની મુલાકાત લેશે

KalTak24 News Team

Chandrayaan-3 Launch LIVE Updates : ચંદ્રયાન-3નું કાઉંટડાઉન શરૂ,PM મોદીએ ફ્રાન્સથી કહ્યું- આજનો દિવસ સુવર્ણ અક્ષરોમાં લખાશે,બપોરે 2.35 કલાકે થશે લોન્ચ

KalTak24 News Team

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડે 9 દિવસ EDની કસ્ટડીમાં

KalTak24 News Team
Advertisement