Surat News: સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત પોલીસ કમિશ્નરને એક પત્ર લખ્યો છે આ પત્રમાં સરથાણા પોલીસ દ્વારા ટેડમાર્ક તથા કોપી રાઈટના ઉલ્લધન બાબતે પડેલી રેડમાં રૂપિયા 8 લાખનો તોડ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે સુરત પોલીસ કમિશ્નર દ્વારા ડીસીપી ઝોન 1 ને તપાસ સોંપવામાં આવી છે.
ધારાસભ્યએ પત્રમાં શું જણાવ્યું
ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત પોલીસ કમિશ્નરને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા મૌખિક સુચનાને આધારે 11 જાન્યુઆરી 2025 ના રોજ બપોરે આશરે 3.30 કલાકે લાઇસન્સ વગર હાર્પિક કંપનીનુ ડુપ્લીકેટ લીક્વીડ પકડવા માટે રેડ કરવામાં આવેલ હતી. આ રેડમાં અંદાજે 8 થી 10 પોલીસકર્મીઓ હતા. આ પોલીસકર્મીઓએ તથા હાર્પિક કંપનીના પ્રતિનિધિ વિનોદભાઈ બીજલભાઈ સુમરા સાથે મળી આરના એન્ટરપ્રાઈઝ ઉપર રેડ કરેલ હતી. આ રેડમાં પોલીસકર્મીઓ તથા કંપનીના પ્રતિનિધિએ ભેગા મળી આરના એન્ટરપ્રાઈઝના માલિકો જોડે રૂ. 8,00,000 લઇ ગોડાઉનમાં હાજર પૂરો માલ FIR માં ન દર્શાવવા માંગેલ હતા.
ગોડાઉનમાં માલ 20 લાખ કરતા પણ ઘણો વધારે હતો. આમ છતાં ફક્ત રૂ. 3,31,200 નો બતાવી બાકીનો માલ આરના એન્ટરપ્રાઈઝના ગોડાઉનથી એન્થમ રસર્કલ, રીંગરોડ પાસેના ક્રિષ્ટલ ફાર્મમાં પોલીસની મદદગારીથી 5 આઈસર ભરીને સગેવગે કરવામાં પોલીસકર્મીઓ સામેલ હતા. રેડ પડી ત્યારે આરના એન્ટરપ્રાઈઝના ગોડાઉનમાં હાજર તમામ માલિક તેમજ કામદારોના મોબાઈલ ગેરકાયદેસર રીતે જપ્ત કરી લેવામાં આવેલા. જેથી કોઈ પુરાવા મળે નહિ, અને લીધેલ રૂ. 8,00,000 ની રકમ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ (બ.ન. 601) એ આરના એન્ટરપ્રાઈઝના માલિકની સ્કોડા ગાડીમાં લઈને સરથાણા પોલીસ સ્ટેશન અંદાજે સાંજે 5 વાગ્યાના સુમારે જતો રહેલ હતો.
આરના એન્ટરપ્રાઈઝના કુલ 3 માલિક છે. તો FIR માં ફક્ત એક માલિક જ કેમ દર્શાવવામાં આવ્યું. ? બાકીના બે માલિકના નામ અર્પિત અને હિરેન ગોળવિયા છે. આ રેડમાં પોલીસકર્મી દ્વારા કરેલ ઉઘરાણું હપ્તા લેતા ગલીના ગુંડાઓ જેવું છે. અને આ બાબતે ઇન્ચાર્જ પી.આઈ. કે.એ. ચાવડાની સુચનાથી આ રેડ પડેલ હતી તે બાબત ફરિયાદ કરવા તા. 12/01/2025 ના રોજ વકીલ હરકિશનભાઈ જયાણી સાથે સમાજના 200 જેટલા આગેવાનો ગયેલ હતા.
View this post on Instagram
તેમણે ફરિયાદ લેવાની ના પાડેલ. ત્યારબાદ તા. 13/01/2025 ના રોજ સરથાણા પી.આઈ. એમ.બી. ઝાલાને પણ સ્પષ્ટ શબ્દોમાં ઉપરોક્ત વર્ણવેલી ઘટના કહી. પરંતુ તેમણે પણ કોઈ નક્કર કાર્યવાહી કરવાને બદલે હું રેડ પડી ત્યારે રજા પર હતી તેવો ઉડાઉ જવાબ આપેલ હતો. આથી સ્પષ્ટ થાય છે કે સરથાણા પોલીસ સ્ટેશનના તમામ પોલીસકર્મીઓ આમાં સામેલ છે. અને આ રેડમાં તોડ થયો તે બધા જણતા હોવા છતાં મગનું નામ મરી પાડવા તૈયાર નથી.
હાલમાં ગુજરાતમાં નાના-મોટી મારામારી માટે કે લિલત ડોંડાને હપ્તાની ઉઘરાણી માટે જે વરઘોડા કાઢવામાં આવે છે તે સારી વાત છે. પણ સ્પષ્ટ માનવું છે કે આરના એન્ટરપ્રાઈઝની રેડમાં તોડબાજી કરનાર સામેલ તમામ પોલીસકર્મીઓનુ પણ કાયદા મુજબ સરઘસ નીકળવું જોઈએ. ઉપરની વાત સ્પષ્ટ સાબિત કરવા માટે આરના એન્ટરપ્રાઈઝના આજુબાજુના ગોડાઉનના CCTV ફૂટેજ તથા માલિકોની પૂછપરછ અને સીમાડા કેનાલ રોડ પર નહેરવાળી મેલડી માં નુ મંદિર છે તેની બાજુમાં સરકારી કેમેરા છે તેના તા. 11/01/2025 ના બપોરના 3 થી રાતના 2 વાગ્યા સુધીના CCTV ફૂટેજ મૂળ આધારભૂત પુરાવો છે.
જે કોઈપણ સંજોગોમાં નાશ ન થાય તો ઉપરની બધી હકીકતો સ્પષ્ટ સાબિત થઇ શકે તેમ છે. આથી ઉપરોક્ત ઘટનાની તલ સ્પર્શી તપાસ થાય અને આરના એન્ટરપ્રાઈઝના માલિકોને દબાવવામાં ન આવે તો તમામ આક્ષેપો સબુત સાથે પુરવાર થઇ શકે તેમ છે. આથી તાત્કાલિક ધોરણે આ તોડબાજીમાં સામેલ પોલીસકર્મીઓ સિવાયના પોલીસ અધિકારી દ્વારા સચોટ તપાસ થાય તેવી મારી માંગણી છે. કારણ કે રક્ષક જ જો ભક્ષક બને તો પ્રજા કોના ભરોશે.? તો બાબતે તાત્કાલિક ધોરણે ઘટતું કરશો.
તપાસ કરવામાં આવી રહી છે : ડીસીપી
ડીસીપી આલોક કુમારએ જણાવ્યું હતું કે ધારાસભ્યના લેટર પેડ પર અમને એક એપ્લીકેશન મળી છે કે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોપી રાઈટના કેસમાં 8 લાખ રૂપિયાનો તોડ થયો છે આ મામલે કેસના તમામ પેપર મંગાવીને આઈ.ઓએ શું ઈન્વેસ્ટીગેશન કરી છે અને તમામ સીસીટીવી ફૂટેજ અમે ચેક કરી રહ્યા છે કે ક્યાં તોડ થયો છે અને આ મામલે જો ખરેખર પૈસા લીધા હશે તો તેની તપાસ ખુબ જ સારી રીતે કરવામાં આવશે અને તેનો રીપોર્ટ સબમિટ કરવામાં આવશે.
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube