November 22, 2024
KalTak 24 News
Gujarat

સ્ટેચ્યૂ ઑફ યુનિટી જોઈને અભિભૂત થઈ ગયા બિલ ગેટ્સ,ગોટા અને લાડુ સહિતના ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો, જુઓ ફોટો

bill gates/ File Photo: statue of unity

Narmada News: માઈક્રોસોફટના સ્થાપક અને દુનિયાના સૌથી ધનિક લોકોમાં સ્થાન પામતા બિલ ગેટસે આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેવાની સાથે સાથે સ્થાનિક મહિલાઓ સાથે સંવાદ પણ કર્યો હતો અને તેમના હાથે બનાવાયેલુ ભોજન પણ કર્યું હતું. લગભગ 11 વાગ્યે વડોદરા પહોંચેલા બિલ ગેટ્સનું વડોદરા એરપોર્ટ પર વડોદરા કલેકટર અને પોલીસ કમિશનર દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.એ પછી તેઓ હેલિકોપ્ટર મારફતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા હતા.જ્યાં તેમણે સરદાર પટેલની ભવ્ય પ્રતિમા નિહાળી હતી તેમજ તસવીર પણ ખેંચાવડાવી હતી.તેમની સાથે ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ રહ્યા હતા.

Narmada Had a Gujarati meal at the Statue of Unity see photo 1

ભારતની આઝાદી બાદ સરદાર પટેલે રજવાડાઓને ભારતમાં ભેળવવા માટે કેવી રીતે ભૂમિકા ભજવી હતી તેની જાણકારી બિલ ગેટસને આપવામાં આવી હતી.જે તેમણે રસપૂર્વક સાંભળી હતી.વ્યૂઈંગ ગેલેરીમાંથી તેમણે સરદાર સરોવર ડેમનો નજારો પણ જોયો હતો.સરદાર સરોવરના નિર્માણનો ઈતિહાસ પણ તેમણે જાણ્યો હતો તથા આ ડેમના કારણે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને મળતા પાણી તેમજ વીજળીની જાણકારી પણ તેમને પૂરી પાડવામાં આવી હતી. પોથીમાં તેમણે નોંધ કરતા લખ્યું હતું કે, અદભૂત ઈજનેરી કૌશલ્ય…ખૂબ જ સુંદર..સરદાર પટેલને શ્રેષ્ઠ અંજલિ… મહેમાનગતિ માટે આભાર…

Narmada Had a Gujarati meal at the Statue of Unity see photo 2

બિલ ગેટસની આરોગ્યવનની મુલાકાત પણ ઘણી રસપ્રદ રહી હતી. અહીંયા તેમણે મહિલા સખી મંડળોની સભ્યો દ્વારા ચલાવવામાં આવતા સ્ટોલની વિઝિટ કરી હતી. મહિલાઓ દ્વારા બનાવતી વાંસની વિવિધ વસ્તુઓ, આયુર્વેદિક દવાઓ, વન ઉત્પાદનોની પણ જાણકારી લીધી હતી અને મહિલાઓ સાથે વાતચીત પણ કરી હતી. આ સાથે સાથે પિન્ક ઓટો સર્વિસ હેઠળ રીક્ષાઓ ચલાવતી મહિલાઓ સાથે પણ સંવાદ કર્યો હતો. આરોગ્ય વન ખાતે સખી મંડળ દ્વારા એક કેફેટેરિયા પણ ચલાવવામાં આવે છે. અહીંયા મહિલાઓએ બનાવેલી ખીચુ, ગોટા, થેપલા અને લાડુ જેવી ગુજરાતી વાનગીઓનો તેમણે ભોજનમાં સ્વાદ માણ્યો હતો.આમાંની કેટલીક વાનગીઓ મિલેટમાંથી બની હતી. લાડુનો સ્વાદ તેમને વિશેષ પસંદ આવ્યો હતો.

Narmada Had a Gujarati meal at the Statue of Unity see photo 3

પ્રેક્ષક ગેલેરીમાં પણ ગયા હતા

ગેટ્સને આ વિગતો ખૂબ જ રસપ્રદ લાગી હતી. તેઓ પ્રેક્ષક ગેલેરીમાં પણ ગયા હતા. ત્યાંથી તેમણે સરદાર સરોવર ડેમનો અદ્ભુત નજારો જોયો હતો. આ ડેમના નિર્માણથી પાણી ઉપરાંત ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને પણ વીજળી ઉત્પાદનની માહિતી આપવામાં આવી હતી. તેમણે પ્રવાસપોથીમાં નોંધ પણ કરી હતી. બિલ ગેટ્સે કહ્યું કે અદ્ભુત એન્જિનિયરિંગ કૌશલ્ય! ખુબ સુંદર! સરદાર પટેલને શ્રદ્ધાંજલિ! આતિથ્ય માટે આભાર!

Narmada Had a Gujarati meal at the Statue of Unity see photo 4

માહિતીથી અવગત કરાયા

આ પ્રતિમા કેવી રીતે બનાવવામાં આવી? જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પની સાથે દેશભરમાંથી કૃષિ સાધનો કેવી રીતે એકત્ર કરવામાં આવ્યા તે સહિતની રસપ્રદ માહિતી તેમને આપવામાં આવી હતી. આ ઉપરાંત આઝાદી પછીના રજવાડાઓના વિલીનીકરણ અને ત્યારબાદ એક ભારતની રચનામાં સરદાર સાહેબની ભૂમિકાની વાત પણ કહેવામાં આવી હતી. 

Narmada Had a Gujarati meal at the Statue of Unity see photo 5

Narmada Had a Gujarati meal at the Statue of Unity see photo 6

 

Group 69

 

 

Related posts

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી;સરકારે બહાર પાડી ‘વરસાદી આફત’ પર ગાઈડલાઈન્સ,જાણો શું કરવું, શું નહીં?

KalTak24 News Team

BIG BREAKING: ગુજરાતના 70 આઇપીએસ અધિકારીઓની બદલી,જાણો કોને ક્યા મળ્યું પોસ્ટીંગ?

KalTak24 News Team

World Radio Day : અમરેલીના ચલાલા ગામના નિવૃત્ત શિક્ષક સુલેમાન દલનું ઘર એટલે ‘રેડિયો મ્યુઝિયમ’, 200થી વધુ દુર્લભ રેડિયોનું કલેક્શન

Sanskar Sojitra
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..