Surat Suicide News: સુરતમાં એક પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની છે. રત્નકલાકાર તરીકે કામ કરતા વિનુભાઈએ પત્ની અને બે સંતાનો સાથે આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમાં પત્ની, પુત્ર અને પુત્રીનું મોત થયું છે જયારે પિતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરતમાં એક ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. એક પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સરથાણા વિજયનગર સોસાયટીમાં રહેતા અને મૂળ ભાવનગરના સિહોરના વતની વિનુભાઈ ખોડાભાઈ મોરડિયા(ઉં.વ.55)હીરાના કારખાનામાં કામ કરે છે. બુધવારે મોડી સાંજે વિનુભાઈ તેમની 50 વર્ષીય પત્ની શારદાબેન, તેમનો 20 વર્ષીય પુત્ર ક્રિશ અને 15 વર્ષીય પુત્રી સેનિતાએ એક સાથે ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની મદદથી ચારેયને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં ચારેયને સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મોડી રાત્રે શારદાબેનનું મોત નીપજ્યું હતું. બાદમાં સેનિતાએ પણ અંતિમ શ્વાસ લીધા હતા અને હવે પુત્ર ક્રિશે પણ દમ તોડી દીધો છે. બનાવની જાણ થતા હોસ્પિટલ દોડી ગયેલી પોલીસે તપાસ શરૂ કરી હતી.
વધુમાં મળતી માહિતી મુજબ આર્થિક સંકડામણના કારણે રત્નકલાકારે પરિવાર સાથે આ પગલું ભર્યું હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. જ્યારે મોટો એક દીકરો મિત્રની સાથે ગયો હતો જ્યારે એક દીકરી માસીના ઘરે ગઈ હતી. આથી આ બન્ને બચી ગયાં છે.
સબંધી પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે પરિવારે આ પગલું શા માટે ભર્યું તે જાણી શકાયું નથી. પરિવાર સીમાડા કેનાલ નજીક નહેર પાસે બેભાન હાલતમાં હતા. તેઓને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. જ્યાં ભાભી, દીકરા અને દીકરીનું મોત થયું છે. પરિવાર છેલ્લા 5 થી 6 વર્ષથી સુરતમાં રહે છે.
સુરતના રત્નકલાકારે આર્થિક સંકડામણના કારણે પરિવાર સાથે અંતિમ પગલું ભર્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે મોટો એક દીકરો મિત્રની સાથે ગયો હતો જ્યારે એક દીકરી માસીના ઘરે ગઈ હતી. આથી આ બન્ને બચી ગયાં છે. રત્નકલાકારે દવા પીધા બાદ કૌટુંબિક ભાઈને ફોન કરી કહ્યું હતું કે, મારા દીકરા અને દીકરીને સાચવી લેજે.
આર્થિક સંકડામણ અનુભવતો પરિવારનો દરેક સભ્ય કંઈક ને કંઈક કામ કરતો હતો. જેમાં વિનુભાઈ રત્નકલાકાર હતા અને પત્ની તથા પુત્રી લેસ પટ્ટીનું કામ કરી રહ્યા હતા.
બનાવ અંગે ACP પી.કે. પટેલે જણાવ્યું હતું કે સરથાણા એક જ પરિવારના 4 સભ્યોએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. વિનુભાઈએ તેના પિતરાઈને ફોન કરીને મારો દીકરો અને દીકરી ઘરે છે તેને સાચવજે તેમ કહીને ફોન કાપી દીધો હતો. જેથી તેઓ ઘટના સ્થળે જઈને તપાસ કરતા વિનુભાઈ સહીત પરિવારના ચારેય સભ્યો વિનુભાઈ, પત્ની શારદાબેન, ક્રીશ વિનુભાઈ મોરડિયા અને સેનીતા મોરડિયા ચારેય સભ્યો દવા પીધી હતી અને તેઓ બેભાન હતા જેથી તેઓને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
આ ઘટનામાં શારદાબેન, ક્રીશ અને સૈનીતાનું મોત થયું છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પરિવારે આ પગલું કેમ ભર્યું તે હાલ સામે આવ્યું નથી પરંતુ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં વિનુભાઈના મોબાઈલમાં પોતે આ જાતે પગલું ભરે છે અને તેના માટે કોઈ જવાબદાર નથી પોતે સારા પિતા ન બની શક્યા એ પ્રકારની હક્કિત જણાવે છે.
વધુમાં જણાવ્યું હતું કે, સારવાર હેઠળ રહેલા વિનુભાઈ પરિવાર સાથે ઝેરી દવા ગટગટાવે તે પહેલા એક સુસાઈડ નોટરૂપી વીડિયો બનાવ્યો હતો. જેમાં વિનુભાઈ બોલે છે કે, મારે હવે આપઘાત કરવા સિવાય કોઈ આ આખરી રસ્તો નથી. હું સારો પિતાના બની ન શક્યો, હું સારો પુત્ર ન બની શક્યો, હું સારો પતિ ન બની શક્યો. આ વીડિયો રેકોર્ડ કર્યા બાદ તેણે આપઘાત કરી લીધો હતો. હાલ વીડિયો એફએસએલમાં મોકલવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ડાયમંડ ઉદ્યોગમાં જે રીતે મંદી આવી છે તેને લઈને સતત રત્ન કલાકારોના આપઘાત સામે આવી રહ્યા છે. ત્યારે આ પરિવારના પગલેને લઈને ડાયમંડ ઉદ્યોગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે સરથાણા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ