ગુજરાત
Trending

સસરાએ દીકરીના છૂટાછેડા માટે માગ્યા 50 લાખ અને ફ્લેટ,જમાઈએ ના પાડતા સસરાએ શું કર્યું ?

Surat News: સુરતમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે અને જેની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. પારિવારિક કલેશના કારણે પતિએ પત્ની પાસેથી છૂટાછેડાની માગણી કરી હતી પરંતુ પરણીતાના પિતાએ જમાઈ પાસેથી 50 લાખ રૂપિયા અને 2bhk ફ્લેટ માગ્યો હતો. જમાઈએ સસરાને આટલા બધા રૂપિયા અને ફ્લેટ આપવાની ના કહેતા સસરા દ્વારા જમાઈના માતા-પિતા ભાઈ-ભાભીને મારી નાખવાની ધમકી આપી જમાઈનું ઘર ભડકે બાળવામાં આવ્યું હતું. આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે જમાઈનું ઘર સળગાવનાર સસરાની ધરપકડ કરી છે.

આ ઘટના સુરતના ડીંડોલી વિસ્તારની છે.સુરતના ડીંડોલી વિસ્તારના વૃંદાવન રો હાઉસ ખાતે રહેતા યુવકનો કેટલા દિવસથી છૂટાછેડાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. બંને પક્ષે છૂટાછેડા આપી દેવાની વાત નક્કી થઈ હતી. જેમાં યુવતીને યુવકે છૂટાછેડામાં 30 લાખ આપવાની વાત કરી હતી. જોકે યુવતીએ 45 લાખ રૂપિયા માંગ્યા હતા અને યુવક એ આપવા તૈયાર પણ થઈ ગયો હતો.

Untitled 37 2

પરંતુ યુવતીનો પિતા વધુ પૈસાની લાલચમાં જમાઈને હેરાન પરેશાન કરતા હતા. સાથે જ ધમકીઓ પણ આપતા હતા. યુવતી ના પિતા 50 લાખ રૂપિયા અને વેસુ વિસ્તારમાં એક ફ્લેટની માગ કરતા હતા. જેથી અંતે યુવકે કંટાળી જઈ તેના સસરાને આટલી મોટી રકમ અને ફ્લેટ આપવાની ના પાડી હતી.

પતિ-પત્નીને છૂટાછેડા આપવા માટે 45 લાખ રૂપિયા આપવા માટે તૈયાર હોવા છતાં પણ પરિણીતાના પિતાને વધારે લાલચ જાગી અને તેમને જમાઈ પાસે વધુ પૈસાની માગણી કરી સસરાએ જમાઈ પાસેથી 50 લાખ રૂપિયા રોકડા અને સુરતના વેસુ વિસ્તારમાં બે રૂમ રસોડાના એક ફ્લેટની માગણી કરી હતી. સસરાની આ પ્રકારની માગણીને લઈને જમાઈ દ્વારા આટલી મોટી રકમ છૂટાછેડા આપવા માટે નહીં આપવાનું કહ્યું અને ત્યારબાદ જમાઈની આ વાત સાંભળી સસરો ઉશ્કેરાઈ ગયો હતો.

જમાઈએ રૂપિયાની અને ફ્લેટની ઘસીને ના પાડી દીધી હોવાથી ઉશ્કેરાઈ ગયેલા સસરાએ જમાઈના ઘરે જઈને જ્વલનશીલ પદાર્થ છાંટીને ઘર સળગાવી મૂક્યું હતું. જેથી ઘરમાં મુકેલો ફર્નિચરનો સામાન પાર્કિંગમાં મૂકેલી બે સાયકલ, એક બુલેટ ગાડી, એક મોપેડ ગાડી, પાવર સપ્લાય માટેનું ઇન્વર્ટર અને બે એસી જેવો મુદ્દા માલ બળીને ખાક થઈ ગયો હતો. જેથી સોસાયટીના લોકોએ આ યુવકને જાણ કરી હતી. જેથી યુવક પોતાના ઘરે પહોંચી ફાયર વિભાગને જાણ કરી અને સાથે સાથે પોલીસને પણ જાણ કરી હતી. ત્યારે ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી જતા યુવતીના પિતાને ત્યાંથી પકડી લાવી હતી. અંતે યુવકની ફરિયાદ લઈ યુવતી અને તેના માતા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.જેને લઈ ડીંડોલી પોલીસ દ્વારા જમાઈના ઘરમાં આગ લગાવનાર સસરાની ધરપકડ કરવામાં આવી છે.

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓimage

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button