Shivbhadrasinhji Gohil Passed Away: ભાવનગરનાં પ્રજા વત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી (Maharaja Krishnakumarsinh)ના પુત્ર મહારાજ કુમાર શિવભદ્રસિંહજી ગોહિલ(Shivbhadrasinh Gohil)નું આજે(31મી મે) સવારે નિધન થયું છે. ભારતની એકતા માટે સરદાર વલ્લભભાઈ પટેલને પોતાનું રાજ્ય સૌ પ્રથમ સમર્પિત કરનારા પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર શિવભદ્રસિંહજીના નિધનથી ભાવનગર સહિત દેશના તમામ રાજવી પરિવારોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
ભાવેણાવાસીઓ સહિત ચોમેર શોકની લાગણીઓ છવાઈ
તમને જણાવી દઇએ કે, શિવભદ્રસિંહજી ગોહિલ કૃષ્ણકુમારસિંહજીના બીજા નંબરના પુત્ર હતા. જેમને મહારાજ કુંવર તરીકે ઓળખવામાં આવતા હતા. આજે બપોરે 01 થી 05 ની વચ્ચે તેમના પાર્થિવ શરીરને બોરતળાવ ખાતેના ભાવ વિલાસ પેલેસ ખાતે લોકોના દર્શન માટે રાખવામાં આવશે. નોંધનીય છે કે,શિવભદ્રસિંહજીના નિધનથી અત્યારે ભાવેણાવાસીઓ સહિત ચોમેર શોકની લાગણીઓ છવાઈ ગઈ છે. આ સાથે રાજપરિવારમાં પણ શોકની લાગણીઓ છવાઈ છે.
શિવભદ્રસિંહજી ગુજરાતના ખુબ જ જાણીતા પ્રકૃતિવિદ્ હતા
નોંધનીય છે કે, મહારાજા કુમાર શ્રી શિવભદ્રસિંહજી (Shivbhadrasinhji) ગોહીલ એ ગુજરાતના ખુબ જ જાણીતા પ્રકૃતિવિદ્ હતા. આ સાથે સાથે તેઓ ભાવનગરના પ્રજાવત્સલ રાજવી મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલના બીજા નંબરના પુત્ર હતા. તેઓનો જન્મ તે સમયના ભાવનગર રાજ્યના રાજમહેલ નિલમબાગ પેલેસમાં 23 ડિસેમ્બર, 1933 ના રોજ થયો હતો. હાલમાં તેઓ ભાવનગરના ગૌરીશંકરળ તળાવને કીનારે આવેલા ભાવવિલાસ પેલેસ નામનાં આવાસમાં રહે છે. એમણે 1975માં ભાવનગરમાં “ઘી ભાવનગર વાઇલ્ડ લાઇફ કન્ઝરવેશન સોસાયટી”ની સ્થાપના કરી હતી.એમણે પોતાને વારસામાં ભાલનાં વેળાવદર ગામ પાસે મળેલી સમગ્ર જમીન વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ની રચના કરવા માટે પોતાનો હક્ક જતો કરીને ભારત સરકારને ભેંટ આપેલી છે.
તેઓ 1962 થી 1972 દરમ્યાન એમ.એલ.એ. પણ રહી ચુક્યા છે. સદગત શિવભદ્રસિંહજી પર્યાવરણ પ્રેમી અને પક્ષી વિદ હતા. તેમણે માત્ર ભાવનગર જ નહીં સમગ્ર રાજયમાં સ્વાધ્યાય પરિવારની પ્રવૃત્તિઓને ખૂબજ વેગ આપ્યો હતો અને પોતાનું સમગ્ર ધ્યાન વન્ય-સંરક્ષણમાં લગાડ્યું છે. ગુજરાત સરકારની સિંહ-વિષયક-તજજ્ઞોની સમીતી જ્યારથી ગઠીત થઇ ત્યારથી તેઓ એના સભ્ય છે અને સિંહોની વસ્તી ગણત્રી વખતે પોતાની સેવાઓ આપે છે. ભાવનગર પાસે આવેલ ખોડીયાર માતાજીના મંદીરના તેઓ ટ્રસ્ટી છે.
ગુજરાત રાજયના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કરતાં જણાવ્યું હતુંકે,પૂર્વ ધારાસભ્ય અને ભાવનગરના રાજવી પરિવારના મહારાજા કુમાર શિવભદ્રસિંહજી ગોહિલના નિધન પર દુ:ખની લાગણી વ્યક્તિ કરું છું. સેવાભાવી અને માયાળુ સ્વભાવના શિવભદ્રસિંહજી જાણીતા પ્રકૃતિવિદ્ હતા. ગુજરાતમાં સિંહોની વસ્તીગણતરી ઉપરાંત વન્યજીવોના સંરક્ષણ માટે તેમનું યોગદાન અવિસ્મરણીય રહેશે. ઈશ્વર દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને સૌ પરિજનો-સ્નેહીજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ॐ શાંતિ.
પૂર્વ ધારાસભ્ય અને ભાવનગરના રાજવી પરિવારના મહારાજા કુમાર શિવભદ્રસિંહજી ગોહિલના નિધન પર દુ:ખની લાગણી વ્યક્તિ કરું છું. સેવાભાવી અને માયાળુ સ્વભાવના શિવભદ્રસિંહજી જાણીતા પ્રકૃતિવિદ્ હતા. ગુજરાતમાં સિંહોની વસ્તીગણતરી ઉપરાંત વન્યજીવોના સંરક્ષણ માટે તેમનું યોગદાન અવિસ્મરણીય રહેશે.… pic.twitter.com/vLrCxyMmBq
— Bhupendra Patel (Modi Ka Parivar) (@Bhupendrapbjp) May 31, 2024
રાજકીય, સામાજિક અગ્રણીઓએ શ્રધ્ધાંજલિ પાઠવી
સ્વર્ગસ્થ મહારાજ કુમાર શિવભદ્રસિંહજી ગોહિલના નિધનથી ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલ, યુવરાજ સાહેબ જયવીરરાજસિંહજી ગોહિલ સહિતના રાજકીય સામાજિક અગ્રણીઓએ સ્વર્ગીય શિવભદ્રસિંહજી ગોહિલને શ્રદ્ધા સુમન અર્પણ કરી શ્રધ્ધાંજલિ પાઠવી છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube