ચાસણી બનાવવાની રીત

  • એક વાસણમાં ખાંડ અને પાણી નાખીને ધીમી આંચ પર રાંધો.
  • ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને મોટા ચમચીની મદદથી હલાવતા રહો.
  • જ્યારે ખાંડ ઓગળી જાય, આંચ વધારીને ચાસણી ઉકાળો.
  • હવે ચાસણીમાં દૂધ ઉમેરીને તેને ધીમી આંચ પર ઉકળવા દો.
  • એક ચમચીમાં ચાસણી લઈને આંગળી પર ચોંટાડીને જોવો.
  • જો ચાસણી બનવા લાગે તો ગેસ બંધ કરી દો.
  • હવે ચાસણીને ચાળણી વડે ગાળી, ફરીથી ગેસ પર મુકો.
  • તેમાં ઈલાયચી નાખીને વધુ એક મિનિટ પકાવો.
  • હવે તૈયાર કરેલી ચાસણીમાં ગુલાબ જાંબુ નાખો.
  • તૈયાર છે ગુલાબ જાંબુ.
  • ગુલાબ જાંબુ તમે ગરમ કે ઠંડા કોઈપણ રીતે સર્વ કરી શકો છો. ફ્રીઝમાં મૂકેલી ગુલાબજાંબુ તમે માઈક્રોવેવમાં ગરમ કરીને સર્વ કરી શકો છો.