સુરત: સુરતના વરાછા(Varachha) વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણી(Kumar Kanani) એ ખુદ સરકારને પત્ર લખીને વિદેશ ભણવા જતા વિદ્યાર્થી(Student)ઓને આવતી મુશ્કેલીનો મુદ્દો ઉઠાવ્યો છે. કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું છે કે, વિદેશ જતા વિદ્યાર્થીઓને સમયસર લોન મળતી નથી. એવામાં તેમને વિદેશ જવાનું અટવાય છે, આથી તેમને વિદેશ અભ્યાસની લોન(Loan) સરળ કરવા માટે રજૂઆત કરી છે.
કુમાર કાનાણીએ પત્રમાં શું લખ્યું?
મુખ્યમંત્રીને સંબોધીને લખેલા પત્રમાં કુમાર કાનાણીએ લખ્યું છે, ગુજરાત સરકારની યોજના અંતર્ગત ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિદેશ અભ્યાસ માટે લોન આપવામાં આવે છે. આ યોજનામાં વિદ્યાર્થીઓ લોન માટે અરજી કરે છે, પરંતુ તેમને વિઝા બાદ એડમિશન મળી જાય છે અને વિદેશ જવાનું થાય ત્યારે પણ લોન મળતી નથી.
વિદ્યાર્થીઓનું ભાવિ મુકાય છે જોખમમાંઃ કુમાર કાનાણી
પત્રમાં વધુમાં લખવામાં આવ્યું છે કે,વિદેશ ગયા પછી પણ છ-છ મહિના સુધી લોન મળતી નથી જેના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તેમનું ભાવિ જોખમમાં મૂકાય છે. આવી અરજી થયેલા વિદ્યાર્થીઓની લોન તાત્કાલિક મંજૂર થાય તેવી મારી વિનંતી છે.

વિદ્યાર્થીઓને આપવામાં આવે છે વિદેશ અભ્યાસ લોન
વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રુ. 15 લાખ સુધીની વિદેશ અભ્યાસ લોન આપવામા આવે છે. જેમાં વાર્ષિક 4 ટકા લેખે સાદુ વ્યાજ લાગે છે. જે પરિવારની વાર્ષિક આવક રૂ. 6 લાખ કે તેનાથી ઓછી હોય તેઓને આ લોન આપવામાં આવે છે.
લોનની પરત ચુકવણી કેવી રીતે કરી શકાય છે?
5 લાખ રૂપિયા સુધીની લોનના કિસ્સામાં અભ્યાસ પૂર્ણ કર્યાના 1 વર્ષ બાદ 5 વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે. તો 5 લાખ કરતા વધારે લોનના કિસ્સામાં અભ્યાસ પૂર્ણ કર્યાના 1 વર્ષ બાદ 6 વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે. લોન લેનાર નિશ્ચિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચુકવણી કરી શકે છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.
https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB
દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.