April 8, 2025
KalTak 24 News
Gujarat

મોરબી/કાજલ હિન્દુસ્તાનીનું પાટીદાર દીકરીઓ વિશે વિવાદિત નિવેદન,પાટીદાર સમાજમાં ભારે રોષ

Kajal Hindustani Statement/File Photo
  • કાજલ હિંદુસ્તાની સામે પાટીદાર સમુદાયમાં રોષ છે
  • પાટીદાર યુવતીઓ વિધર્મી બોયફ્રેન્ડ બનાવે છે: કાજલ હિંદુસ્તાની
  • કોંગ્રેસ આગેવાન મનોજ પનારા ફરિયાદ નોંધાવા પહોંચ્યા

Kajal Hindustani Controversy : પાટીદાર સમાજ પર હાલમાં જ વિવાદિત ટિપ્પણી કરીને વિપુલ ચૌધરી વિવાદમાં સપડાયા હતા. જોકે બાદમાં તેમણે માફી માગી લીધી હતી, ત્યારે હવે કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજ પર કરેલી ટિપ્પણીથી નવો વિવાદનો મધપૂડો છંછેડાયો છે. એક સામાજિક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓના વિધર્મીઓ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.

કાજલ હિન્દુસ્તાનીનો વિવાદિત વીડિયો વાઈરલ

વીડિયોમાં કાજલ હિન્દુસ્તાની બોલે છે કે, મોરબીમાં એક જ કોલેજની 7 પટેલની દીકરીઓએ બધા બોયફ્રેન્ડ વિધર્મી બનાવ્યા છે અને અંદરોઅંદર બોયફ્રેન્ડ બદલે છે. સાતેયે મળીને પેલા છોકરાને 40 લાખની કાર ગિફ્ટ આપી દીધી. પિતા બહુ પૈસા કમાવવામાં વ્યસ્ત છે. માતા રીલ બનાવવા પોતાની મસ્તીમાં મસ્ત છે. ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, તિજારોમાંથી 2-5 લાખ રૂપિયા લઈ લે તો કોને ખબર પડવાની છે. આ છોકરીઓની ઉંમર 16-17 વર્ષની છે.હવે વિચારી લ્યો આપણો સમાજ કઇ જગ્યાએ જઇ રહ્યો છે.’

મોરબીમાં નોંધાઈ પોલીસ ફરિયાદ

કાજલ હિન્દુસ્તાનીના આવા નિવેદનથી હવે પાટીદાર સમાજમાં નારાજગી શરૂ થઈ છે. મોરબીના પાટીદાર સામે દીકરીઓ અંગે નિવેદન આપવા બદલ પાટીદાર નેતા મનોજ પનારાએ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાવી છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી ફરિયાદ નોંધાઈ છે. કાજલ હિન્દુસ્તાનીએ સુરતમાં એક કાર્યક્રમમાં પોતાના ભાષણ દરમિયાન મોરબીની પાટીદાર દીકરીઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. મોરબી પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી હતી.

કાજલ હિન્દુસ્તાની માફી માગેઃ મનોજ પનારા

પાટીદાર સમાજ પર વિપુલ ચૌધરી બાદ હવે કાજલ હિન્દુસ્તાનીના નિવેદનથી વિવાદ થયો છે. સામાજીક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીએ પાટીદારની દિકરીઓ મુસ્લીમો સાથે સંબંધ બનાવતી હોવાના આરોપ લગાવ્યા હતા. મનોજ પનારાએ જણાવ્યું કે, કાજલ હિન્દુસ્તાનીનું નિવેદન પાયાવિહોણું છે. કાજલ હિન્દુસ્તાની માફી માગે અને ભાષાની મર્યાદા રાખે. નોધનીય છે કે, કાજલ હિન્દુસ્તાનીનો વીડિયો વાયરલ થતા પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને મનોજ પનારા સહિતના આગેવાનોએ ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી છે. મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કાજલ હિંદુસ્તાની સામે ફરિયાદ નોંધાવવામાં આવશે.

કાજલ હિન્દુસ્તાનીએ મોરબીમાં કરેલ પાટીદાર સમાજની દીકરી સામે કરેલ આક્ષેપ મામલે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલની પ્રતિક્રીયા આવી છે. તેમણે કહ્યું કે, પાટીદાર આગેવાન મનોજ પનારા ફરિયાદ નોંધવાનાર છે. તેને અમે સપોર્ટ કરીશું. પાટીદાર સમાજ વતી આ વાત અમે વખોડિયે છીએ. કાજલ હિન્દુસ્તાની એ પાટીદાર દીકરીઓ વિશે ખરાબ ટિપ્પણી કરી છે જે યોગ્ય નથી. કાજલ હિન્દુસ્તાનીનો જે જગ્યા કાર્યક્રમ હશે તે જગ્યા પર અમે વિરોધ કરીશું.  

 

 

 

Related posts

આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની 13મી યાદી જાહેર કરી,કોને ક્યાંથી મળી વિધાનસભાની ટિકિટ ?

Sanskar Sojitra

દેવભૂમી દ્વારકામાં જગતમંદિર પાસે કાપડની દુકાનમાં ભીષણ આગ,ફાયર વિભાગની બે ટીમ ઘટનાસ્થળે

KalTak24 News Team

વૃક્ષો-પર્યાવરણ બચાવવા વધુ એક નવતર પહેલ,સ્મશાનગૃહમાં લાકડા આધારિત ‘સુધારેલ સ્મશાન ભઠ્ઠી’ લગાવવાની યોજના વિશે જાણો

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં