- જામકંડોરણામાં અગ્નિવીરની ટ્રેનિંગ દરમિયાન જવાનનું મોત
- આચવડ ગામનાં વિશ્વરાજસિંહ ગોહિલ શહીદ થયા
- ફાયરિંગ રેન્જમાં ગનનું ભ્રષ્ટ ફાયર થતાં ઘટના બની
- CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી
Rajkot News: રાજકોટ (Rajkot) જિલ્લાનાં જામકંડોરણાનાં (Jamkandorana) આંચવડ ગામનાં એક જવાન અગ્નિવીરની ટ્રેનિંગ દરમિયાન શહીદ થયા છે. મહારાષ્ટ્રનાં (Maharashtra) નાસિક આર્ટિલરી સેન્ટરમાં જવાનની ટ્રેનિગ ચાલતી હતી. દેવલાલીમાં ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન આ ઘટના બની હોવાનાં પ્રાથમિક અહેવાલ છે. તેમનો પાર્થિવ દેહને નાસિકથી જામકંડોરણા એમ્બ્યુલન્સ દ્વારા લાવવામાં આવ્યો હતો. અંતિમ દર્શન માટે જામકંડોરણા રજપૂત સમાજ ખાતે પાર્થિવ દેહને રાખવામાં આવ્યો હતો.
જવાનો દ્વારા સલામી આપી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. દીકરાના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપતી વેળાએ પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. સૌ કોઈની આંખોમાં આંસુ સમાતા નહોતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિત કેબિનેટ મંત્રીઓ અને નેતાઓએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના આંચવડ ગામના અગ્નિવીર સૈનિક વિશ્વરાજસિંહ ગોહિલ દેવલાલી(નાસિક) ખાતે શહીદ થયા છે. દેશસેવામાં જીવન સમર્પિત કરનાર વીર શહીદને શ્રદ્ધાંજલિ પાઠવું છું.
પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે, અને સ્વજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 11, 2024
CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી
આ ઘટના પર રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Pate) પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વીટ કરી લખ્યું હતું કે, ‘રાજકોટ (Rajkot) જિલ્લાનાં જામકંડોરણા તાલુકાનાં આંચવડ ગામનાં અગ્નિવીર સૈનિક વિશ્વરાજસિંહ ગોહિલ દેવલાલી(નાસિક) ખાતે શહીદ થયા છે. દેશસેવામાં જીવન સમર્પિત કરનાર વીર શહીદને શ્રદ્ધાંજલિ પાઠવું છું. પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે અને સ્વજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.’
ગનનું ભ્રષ્ટ ફાયર થતાં જવાન વીરગતિ પામ્યા
રાજકોટનાં (Rajkot) જામકંડોરણામાં રહેતા વિશ્વરાજસિંહ મહિપતસિંહ ગોહિલ ભારતીય અગ્નિવરની (Agniveer) ટ્રેનિંગ માટે હૈદરાબાદ કેમ્પ ગયા હતા. ત્યાંથી મહારાષ્ટ્રનાં નાસિક ખાતે આવેલ દેવલાલીમાં 8 દિવસ ટ્રેનિગ (Nashik Artillery Center) માટે ગયા હતા. દરમિયાન, ફાયરિંગ રેન્જમાં ગનનું ભ્રષ્ટ ફાયર થતાં જવાન વીરગતિ પામ્યા હતા.
View this post on Instagram
વિશ્વરાજસિંહ મહિપતસિંહ ગોહિલનાં પાર્થિવ દેહને માદરે વતન લવાયો હતો અને ત્યાર બાદ ગાર્ડ ઓફ ઓનર (Guard of Honour) સાથે વિદાય આપવામાં આવી છે. અંતિમ વિદાયમાં જિલ્લા પોલીસ વડા, DYSP સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આશાસ્પદ જવાનનાં મોતથી પરિવાર પર આભ ફાટ્યું છે.
શ્રદ્ધાંજલિ આપતા મંત્રી ભાનુબેન બાબરીયા, પોરબંદર સાંસદ સભ્ય મનસુખભાઈ માંડવીયા(Mansukh Mandaviya), ધારાસભ્ય જયેશ રાદડિયા તેમજ અનેક સામાજિક અને રાજકીય આગેવાનોએ શ્રદ્ધાંજલિ આપી હતી. જામકંડોરણા રજપૂત સમાજ ખાતેથી અંતિમ યાત્રા જામકંડોરણા તાલુકાના એમના ગામ આચવડખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અગ્નિ વીર ટ્રેનિંગમાં શહીદ થનાર જામકંડોરણા તાલુકાનો પ્રથમ વીર જવાન શહીદ થયા છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube