India wins Hockey Asian Champions Trophy 2024: હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ભારતીય હોકી ટીમે ચીનને 1-0થી હરાવીને ટાઈટલ જીત્યું છે. ભારત માટે જુગરાજે ચોથા ક્વાર્ટરમાં નિર્ણાયક ગોલ કર્યો, જેના કારણે ટીમ પાંચમી વખત આ ટૂર્નામેન્ટની વિજેતા બનવામાં સફળ રહી.
ભારત પાંચમી વખત બન્યું ચેમ્પિયન
ભારતીય પુરુષ હોકી ટીમે જુગરાજના નિર્ણાયક ગોલની મદદથી ચીનને 1-0થી હરાવીને પાંચમી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. ભારત અને ચીન વચ્ચેની મેચ પહેલા ત્રણ ક્વાર્ટર સુધી ગોલ વિના ટાઈમાં ચાલી રહી હતી, પરંતુ ચોથા ક્વાર્ટરમાં જુગરાજે ફિલ્ડ ગોલ કરીને ભારતને 1-0થી આગળ કરી દીધું હતું. આ રીતે ભારતીય ટીમ લીડ લેવામાં સફળ રહી હતી. આ પછી ભલે હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ટીમ અન્ય કોઈ ગોલ કરી શકી ન હતી, પરંતુ તેણે ચીનને બરાબરીનો ગોલ કરવાની પણ કોઈ તક આપી ન હતી.
Full Time
Hero Asian Champions Trophy Moqi China 2024#hact2024#asiahockey pic.twitter.com/zHqk9A1LNN— Asian Hockey Federation (@asia_hockey) September 17, 2024
કેપ્ટન હરમનપ્રીત સિંહ આ મેચમાં ગોલ કરી શક્યો ન હતો પરંતુ તેણે જુગરાજને ગોલ કરવામાં મદદ કરી હતી. ચીનના ડિફેન્સે પણ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ભારતને લાંબા સમય સુધી ગોલ કરવા દીધો નહોતો. આ દરમિયાન ચીને ચાર પેનલ્ટી કોર્નર પણ જીત્યા હતા, પરંતુ ભારતીય ટીમે તેને ગોલ કરવાની કોઈ તક આપી ન હતી.બીજી તરફ, ચીનની હોકી ટીમ પ્રથમ વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ખિતાબ જીતવામાં નિષ્ફળ રહી.
Congratulations to the Indian Men’s Hockey Team on clinching their record-breaking 5th Asian Champions Trophy title! 🏆🏑
With a hard-fought 1-0 victory over China, India have not only retained their crown from 2023 but also solidified their position as the most successful team… pic.twitter.com/akCC5N6kGv
— Hockey India (@TheHockeyIndia) September 17, 2024
સૌથી વધુ વખત ચેમ્પિયન ટીમ ઈન્ડિયા
ભારતીય ટીમે ઈતિહાસમાં સૌથી વધુ 5 વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. પુરુષ હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સીઝન 2011માં રમાઈ હતી. ત્યારે ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવીને ટાઈટલ જીત્યું હતું. જે બાદ ભારતીય ટીમે 2013, 2018 અને 2023માં પણ ટાઈટલ જીત્યું હતું. 2018માં ભારતીય ટીમે પાકિસ્તાનની સાથે સંયુક્ત વિજેતા રહી હતી.એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં અત્યાર સુધીમાં 9 સીઝન રમાઈ છે, જેમાં 5 વખત ભારત, 3 વખત પાકિસ્તાન અને એક વખત સાઉથ કોરિયાએ ખિતાબ જીત્યો છે.
આ સીઝનમાં એક પણ મેચ હારી ન હતી ભારતીય ટીમ
ભારતીય હોકી ટીમ હાલની ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીની એક પણ મેચ હારી નથી. હરમનપ્રીત સિંહની કેપ્ટનશિપવાળી આ ટીમ સતત 6 મેચ જીતીને ફાઈનલમાં પહોંચી હતી. જે બાદ ફાઈનલ પણ ટીમ ઈન્ડિયાએ પોતાના નામે કર્યો. ભારતીય ટીમે પુલ સ્ટેજમાં પોતાના પાંચેય મુકાબલા જીત્યા હતા અને તેઓ આ ટૂર્નામેન્ટમાં અજેય રહેનારી એકમાત્ર ટીમ રહી હતી.
ભારતીય ટીમે પોતાની છેલ્લી પૂલ મેચમાં પાકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું. તે પહેલા તેને કોરિયાને 3-1થી હરાવ્યું હતું. જ્યારે ભારતીય ટીમે મલેશિયાને 8-1થી હરાવીને સેમીફાઈનલમાં એન્ટ્રી કરી હતી. આ પહેલા ભારતીય ટીમે ચીનને 3-0 અને જાપાનને 5-0થી હરાવ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube