September 20, 2024
KalTak 24 News
Sports

ડેટિંગ ! હાર્દિક પંડ્યા ફરીથી પ્રેમમાં પડ્યો! છૂટાછેડા બાદ શું જાસ્મિન વાલીયા વચ્ચે ચાલી રહ્યું છે ઈલુ… ઈલુ…?; વાયરલ તસવીરથી ચર્ચા શરુ

Hardik Pandya Dating

Hardik Pandya Dating: નતાશા સ્ટેનકોવિકથી અલગ થયા બાદ ક્રિકેટર હાર્દિક પંડ્યાને લઈને અલગ-અલગ પ્રકારના સમાચાર આવી રહ્યા છે. અનંત અંબાણીના લગ્નમાં જ્યારે તેણે અનન્યા પાંડે સાથે ડાન્સ કર્યો ત્યારે બન્નેના સંબંધને લઈને અફવાઓ ઊડી હતી. હવે હાર્દિકનું નામ બ્રિટિશ સિંગર સાથે જોડવામાં આવી રહ્યું છે. અફવાઓ છે કે હાર્દિક બ્રિટિશ સિંગર જસ્મિન વાલિયાને ડેટ કરી રહ્યો છે. તાજેતરમાં જ હાર્દિકે તેના ગ્રીસ વેકેશનનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તે સ્વિમિંગ પૂલની સામે જોવા મળે છે. હાર્દિકના આ વેકેશન વીડિયોના કારણે તેની અને બ્રિટિશ સિંગર વચ્ચે ડેટિંગની અફવાઓ ઊડી હતી.

 

વાયરલ તસવીરોથી ઉઠ્યા પ્રશ્નો

નતાશાથી અલગ થવાનું કારણ આજ સુધી સામે આવ્યું નથી. બંનેમાંથી કોઈએ અલગ થવાનું સત્તાવાર કારણ શું હતું તે જણાવ્યું, પરંતુ તાજેતરમાં નતાશા દ્વારા લાઈક કરવામાં આવેલી ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે જે છેતરપિંડી સાથે સંબંધિત હતી. આ જોયા પછી લોકો તેને એક્ટ્રેસનો ઈશારો માનવા લાગ્યા. ઘણા લોકો હાર્દિકને ટ્રોલ કરવા લાગ્યા કે તેણે નતાશા સાથે છેતરપિંડી કરી છે. હાલ તો આ વાતમાં કેટલું સત્ય છે તે હજુ સામે આવ્યું નથી. પરંતુ આ દરમિયાન કેટલીક તસવીરો વાયરલ થતાં એક નવી અફવાએ જોર પકડ્યું છે. સામે આવેલી તસવીરો ગ્રીસની છે. હાર્દિક પંડ્યા રજાઓ ગાળવા ગ્રીસ ગયો છે અને ત્યાંથી તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેને જોયા બાદ સ્પષ્ટ થાય છે કે તે ત્યાં એકલો નથી. પરંતુ તેની સાથે જાસ્મિન વાલિયા છે.

 

 

View this post on Instagram

 

A post shared by Jasmin Walia (@jasminwalia)

નતાશાથી અલગ થયા બાદ હાર્દિક કોને ડેટ કરી રહ્યો છે?

આ અટકળો ત્યારે શરૂ થઈ જ્યારે હાર્દિક અને જાસ્મીને એક જ પૂલમાંથી ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી હતી. તસ્વીરોના બેકગ્રાઉન્ડમાં ગ્રીક વેલીઝ દેખાઈ રહી હતી. જાસ્મીને બ્લુ બિકીનીમાં પોતાની એક સિઝલિંગ તસવીર પોસ્ટ કરી હતી. જેના પર તેણે વાદળી રંગનો શર્ટ પણ પહેર્યો હતો. તે પૂલ પાસે સ્ટાઇલિશ પોઝ આપતી જોવા મળી હતી. તેણે સ્ટ્રો હેટ અને મોટા સનગ્લાસ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. આના થોડા સમય બાદ હાર્દિકે પણ આ જ પૂલની આસપાસ ફરતો વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં હાર્દિક ક્રીમ રંગીન પેન્ટ, પેટર્નવાળા શર્ટ અને સનગ્લાસના આરામદાયક પરંતુ ફેશનેબલ આઉટફિટમાં જોવા મળ્યો હતો.

જાસ્મિનને હાર્દિકનો વિડિયો પસંદ આવ્યો હતો

જાસ્મિન અને હાર્દિકની પોસ્ટની પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે બંને ડેટ કરી રહ્યાં છે. આગમાં ઘી હોમતા જાસ્મિનને પણ હાર્દિકનો વીડિયો લાઈક કર્યો છે જેનાથી અટકળો વધુ તેજ થઈ ગઈ છે. જોકે હાર્દિકે જાસ્મિનની બિકીની પોસ્ટ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી પરંતુ ક્રિકેટરે જાસ્મિનની હાલની તમામ તસવીરો પસંદ કરી છે. હકીકત એ છે કે બંને એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે આનાથી અફવાઓને વધુ મજબૂતી મળી છે.

Credit- @hardikpandya93 & @jasminwalia /Instagram
Credit- @hardikpandya93 & @jasminwalia /Instagram

એકબીજાની પોસ્ટ લાઈક કરી

બ્રિટિશ સિંગરે પંડ્યાનો વીડિયો લાઈક કર્યા બાદ હાર્દિક પંડ્યા અને જાસ્મિન વાલિયાના ડેટિંગના સમાચારે જોર પકડ્યું હતું. તે જ સમયે, વાલિયાની બિકિની પોસ્ટ સિવાય હાર્દિક પંડ્યાને પણ તેના જૂના ફોટા લાઇક કર્યા હતા. આમાં ગ્રીસના લાઇક ફોટાનો સમાવેશ થાય છે. બંને સેલિબ્રિટીઝ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો કરી રહ્યાં છે, જે તેમની ડેટિંગની અફવાઓને વધુ મજબૂત બનાવી રહી છે.

ફેન્સે વાલિયાને પૂછ્યા સવાલ

સોશિયલ મીડિયા યુઝર્સે જાસ્મિન વાલિયાના ફોટા પર કમેન્ટ કરીને સીધા સવાલ કર્યા છે. એક યુઝરે પૂછ્યું- હાર્દિક પંડ્યા અને તમે સાથે છો, નવા લવ બર્ડ્સ ગ્રીસમાં સારો સમય વિતાવી રહ્યાં છે. તે જ સમયે એક યુઝરે કમેન્ટ કરી કે, ‘હાર્દિક પંડ્યા ક્યાં છે?’ અન્ય એક યુઝરે સીધો સવાલ કર્યો, ‘શું તમે હાર્દિક પંડ્યાને ડેટ કરી રહ્યાં છો?’

કોણ છે જાસ્મીન વાલિયા?

તમને જણાવી દઈએ કે, જાસ્મીન વાલિયા એક બ્રિટિશ સિંગર અને ટીવી પર્સનાલિટી છે. બ્રિટિશ મૂળની જાસ્મીન વાલિયાનો જન્મ એસેક્સમાં થયો હતો. તેના માતા-પિતા ભારતીય મૂળના છે. જાસ્મીન બ્રિટિશ રિયાલિટી ટીવી શ્રેણી ધ ઓન્લી વે ઈઝ એસેક્સનો ભાગ હતી. જાસ્મીને પહેલીવાર જેક નાઈટ સાથે પરફોર્મ કર્યું હતું. આ પછી, તે વર્ષ 2018માં બોલિવૂડ ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ના ગીત ‘બોમ ડિગ્ગી ડિગ્ગી’ની રીમેક માટે ચર્ચામાં આવી હતી. તે આસિમ રિયાઝ સાથે ‘નાઈટ એન ફાઈટસ’ ગીતમાં પણ જોવા મળી હતી. બંનેની કેમેસ્ટ્રી પસંદ આવી હતી. જાસ્મિનના ઈન્સ્ટાગ્રામ પર 6.4 લાખ અને તેની યુટ્યુબ ચેનલ પર 5.7 લાખ ફોલોઅર્સ છે.

Credit- @jasminwalia/Instagram
Credit- @jasminwalia/Instagram

નતાશા અને હાર્દિક અલગ થયા

નતાશા સ્ટેનકોવિક ગયા મહિને તેના પુત્ર અગસ્ત્ય સાથે સર્બિયામાં તેના વતન પરત ફરી હતી. તમને જણાવી દઈએ કે નતાશા અને હાર્દિકે 31 મે 2020ના રોજ એક ઈન્ટિમેટ ફંક્શનમાં લગ્ન કર્યા હતા. આ કપલે ફેબ્રુઆરી 2023માં ફરી લગ્ન કર્યા. જો કે, મે મહિનામાં તેમના અલગ થવાની અફવાઓ સામે આવવા લાગી જ્યારે નતાશાએ તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાંથી ‘પંડ્યા’ અટક હટાવી દીધી હતી. ત્યાર બાદ દંપતીએ જુલાઈમાં સંયુક્ત નિવેદન સાથે તેમના અલગ થવાની પુષ્ટિ કરી હતી. તમને જણાવી દઈએ કે આ કપલને એક પુત્ર અગસ્ત્ય છે. જેમને તેઓ હવે કો-પેરેન્ટિંગ કરી રહ્યા છે.

 

 

 

Group 69

 

 

Related posts

જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ રચ્યો ઇતિહાસ, ડાયમંડ લીગની ફાઈનલ જીતી

KalTak24 News Team

હાર્દિક પંડ્યાની જાદુઇ વિકેટ! બોલ હાથમાં લઈને કશુંક બોલ્યો અને તરત જ લીધી વિકેટ?, જુઓ VIDEO

KalTak24 News Team

જંતર મંતર પર ધરણાં પર બેઠેલા પહેલવાનોને મળવા પહોંચ્યા પીટી ઉષા,જાણો સમગ્ર વિગતો

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી