October 30, 2024
KalTak 24 News
Lifestyle

Happy Diwalis in Gujarati: દિવાળીના શુભ અવસરે પ્રિયજનોને મોકલો આ શુભેચ્છા મેસેજ, મિત્રોને આપો અભિનંદન

Diwali-Wishes-in-Gujarati

Happy Diwali Wishes in Gujarati: આ વર્ષે 31 ઓક્ટોબરના રોજ દેશભરમાં દિવાળી (Diwali 2024) નો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. કારતક મહિનાની અમાવસ્યાના દિવસે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. દિવાળીના દિવસે લોકો તેમના પ્રિયજનો, સંબંધીઓ અને મિત્રો વગેરેના ઘરે જાય છે અને મીઠાઈઓ અને ભેટો આપીને દિવાળીની શુભેચ્છા પાઠવે છે.

જો તમે દિવાળીના શુભ અવસર પર તમે તમારા પરિવાર, મિત્રો, સંબંધીઓ અને પ્રિયજનોને મેસેજ દ્વારા દિવાળીની શુભેચ્છાઓ મોકલવા માંગો છો, તો અમે તમારા માટે કેટલાક શુભેચ્છા મેસેજ લઈને આવ્યા છીએ, જેને તમે શેર કરી શકો છો.

દિવાળીની શુભેચ્છાઓ – Diwali Wishes in Gujarati

આવ્યો-આવ્યો દિવાળીનો તહેવાર
સાથે તેની ખુશીની ભેટ લાવ્યો
દિવાળીના પવિત્ર તહેવાર પર તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય.

પ્રેમની વાંસળી સંભળાય,
પ્રેમની શરણાઈ સંભળાય.
ખુશીના દીવા બળે,
દુ:ખ કદી ન આવે.
હેપ્પી દિવાળી.

દરેક ક્ષણે સુંદર ફૂલો ખીલે
ક્યારેય ન થાય કાંટાનો સામનો
જીવન તમારું ખુશીઓથી ભરેલું રહે
દિવાળી પર છે મારી આ ઈચ્છા.

श्रीवर्चस्वमायुष्यमारोग्यमाविधात् पवमानं महीयते।
धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः ।।
દેવી લક્ષ્મી હંમેશા તમારા પર કૃપા કરે.
હેપ્પી દિવાળી.

દીવાઓનો આ પવિત્ર તહેવાર,
તમારા માટે હજારો ખુશીઓ લાવે,
દેવી લક્ષ્મી તમારા દ્વારે બિરાજે.
અમારી શુભેચ્છાઓ સ્વીકારો.

सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयंकरि।
सर्वदुःखहरे देवि महालक्ष्मि नमोऽस्तुते ।।
દેવી લક્ષ્મી તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે.
હેપ્પી દિવાળી.

ઝગમગ ચમકે આ સુંદર દીવા,
ચારે બાજુ પ્રકાશ જ પ્રકાશ હોય,
મારી છે આ ઈચ્છા, આ દિવાળી પર
હોઠ પર તમારા પર માત્ર સ્મિત જ રહે.

રંગોળી બનાવીને, ફૂલોથી શણગારીને,
દીવા લગાવીને, મીઠાઈઓ ખાઈને,
ઉજવણી કરો આજે.
અમારો મેસેજ વાંચીને તમે જરૂર સ્મિત કરજો.
હેપ્પી દિવાળી.

સુખ અને સમૃદ્ધિ તમારા આંગણામાં ચમકે
દીવા શાંતિના ચારેય દિશામાં પ્રગટે
સુખ તમારા દરવાજા પર આવીને ઉજવણી કરે
દિવાળીના તહેવારની આપને હાર્દિક શુભકામનાઓ.

દીવા ઝળહળતા રહે,
દરેકના ઘરો ઝળહળતા રહે,
સૌ સાથે રહે,
સૌ આવી રીતે હસતા રહે.

ગુજરાતીમાં હેપ્પી દિવાળી મેસેજ – Happy Diwali Wishes in Gujarati

તમારા ખાસ અને અંગત લોકોને પાઠવો આ સુંદર સંદેશાઓ:

  • દીવાળી પર્વની હાર્દિક શુભકામનાઓ! દીવાળીના આ શુભ અવસરે તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે તેવી શુભેચ્છાઓ!
  • દીવા અને દીવાળીના આ પાવન પર્વે તમારા જીવનમાં આનંદ અને સમૃદ્ધિમાં ઉમેરો થાય, તેમજ આપ પ્રગતિના નવા શિખરો સર કરો એવી શુભકામનાઓ!
  • આ દીવાળી તમને પ્રેમ, શાંતિ અને સુખની ભરપૂર ભેટ આપે તેવી શુભેચ્છાઓ! હેપ્પી દીવાળી!
  • દીવાળીના આ પર્વે તમારું જીવન ઉજ્જવળ અને સુખમય બની રહે તેવા શુભાશિષ, હેપ્પી દીવાળી!
  • આ દિવાળી આપ અને આપના પરિવાર માટે ખુશીઓ અને સુખનું નવું સરનામું લઈને આવે તેવી હૃદયપૂર્વકની શુભકામનાઓ!
  • દિવાળીની ખુબ ખુબ શુભકામનાઓ! તમારા જીવનની દરેક ક્ષણ ખુશીઓ અને શાંતિથી ભરેલી રહે તેવા શુભાશિષ! હેપ્પી દિવાળી!
  • દિવાળીનું આ પર્વ તમારા જીવનમાં સકારાત્મકતા અને ખુશીઓનું ઉમળકું સર્જે એવી હાર્દિક શુભેચ્છાઓ!
  • માંલક્ષ્મી તમારા ઘરમાં વસે, તમારા ઘરમાં નવો ઉજાસ અને ઉલ્લાસ પ્રવેશે તેવી સહૃદય શુભકામનાઓ! હેપ્પી દિવાળી!
  • આ દિવાળીના પર્વે પ્રકાશ અને સમૃદ્ધિના દીપ સદાય જલતા રહે તેવી શુભેચ્છાઓ. શુભ દીપાવલી!
  • દિવાળીના આ પર્વે આપના ઘરમાં અને આપના જીવનમાં સુખના તારા પ્રકાશિત થાય, તેમજ ઉત્તરોત્તર પ્રગતિના નવા શીખરો સર કરો એવી શુભકામનાઓ. હેપ્પી દીવાળી!

ફેમિલી માટે ગુજરાતીમાં દિવાળી શુભેચ્છા મેસેજ – Top 10 Diwali Quotes in Gujarati

પારિવારિક મિત્રો અને પ્રિયજનોને મોકલો દિવાળીના શુભકામના સંદેશ:

  • દિવાળી આવે છે.. દિવાની રોશની સાથે, હર્ષની હલચલ સાથે, ખુશીઓની મીઠાશ સાથે, નવા હર્ષોલ્લાસ સાથે, દિવાળી આવે છે. આપ અને આપના પરિવારને દિવાળીના આ પાવન પર્વની હૃદયપૂર્વક શુભકામનાઓ! હેપ્પી દિવાળી!
  • આપ અને આપના પરિવારમાં, આપના ઘરના દરેક ખૂણે-ખૂણામાં આનંદ અને ખુશીઓનો નવો પ્રકાશ ફેલાય તેવી શુભમંગલ કામના. દિવાળીની ખુબ ખુબ શુભકામનાઓ. હેપ્પી દિવાળી!
  • તમારા જીવનમાં તેમજ આપના પરિવારમાં હંમેશા પ્રસન્નતાનો પ્રકાશ ઝળહળતો રહે, તેવી દિલથી શુભકામનાઓ. શુભ દિપાવલી!
  • દિવાળીના આ શુભ અવસર પર, તમારી અને તમારા પરિવારની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય, તમારું જીવન આનંદના રંગોથી રંગાઈ જાય અને સર્વત્ર સુખ-સમૃદ્ધિ આવે તેવા મારા અને મારા પરિવાર તરફથી શુભાશિષ. શુભ દિવાળી!
  • પ્રકાશના આ પાવન તહેવારે આપ સૌનું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ વધે, આપનો સંસાર પ્રેમરૂપી ફૂલોથી ખીલી ઉઠે, તમારું જીવન અનંત ખુશીઓથી ભરાઈ રહે, એવી સહૃદય શુભકામના. શુભ દીપાવલી!
  • આ દિવાળી તમારું ઘર સમૃદ્ધિ અને પ્રેમના પ્રકાશથી ઉજાગર કરે, તમારા પરિવારના જીવનમાં ખુશહાલી અને આરોગ્ય લાવે તેવા શુભાશિષ. હેપ્પી દિવાળી!
  • આ દિવાળી તમારી કલ્પના કરતા પણ વધારે સુંદર અને ઉજ્જવળ બને. આપના ઘરના દરેક ખૂણામાં આશા અને ખુશીઓની હેલી વરસે લાવે તેવી દિલથી શુભકામનાઓ. શુભ દિપાવલી!
  • નવો પ્રકાશ, નવો ઉજાસ, નવો ઉમંગ નવી રોશની, નવો ઝગમઘાટ, ને નવો રંગ આપ અને આપનો પરિવાર હર્ષોલ્લાસથી માનવો દિવાળીનો શુભ આ પ્રસંગ. શુભ દિપાવલી!
  • નવી આશા, નવો ઉમંગ નવો ઉજાસ, નવો ઉન્માદ દિવાળીના આ પાવન પર્વે માં લક્ષ્મીજીનો સદા રહે આપના ઘરમાં વાસ. દિવાળીના ના પવિત્ર અવસરે આપના પરિવારને ખુબ ખુબ શુભકામનાઓ. શુભ દિવાળી!
  • ફુલઝડી જેવી જીંદગીમાં, આ પર્વ તમને અને તમારા પરિવારમાં હરપળ ઉજાસથી ભરી દે, તમારા ઘરમાં ખુશીઓ અને શાંતિનો વાસ લાવે, અને તમારા સંબંધોમાં મીઠાશ વધે. તમારા તમામ દુ:ખોને દૂર કરી ખુશીની રમઝટ લાવે તેવી મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છાઓ. શુભ દીપાવલી!

મિત્રો માટે ગુજરાતીમાં દિવાળીના શુભેચ્છા મેસેજ – Gujarati Diwali Wishes, Messages & Quotes for Everyone

તમારા ખાસ ભાઈબંધ અને પ્રિય મિત્રને ગુજરાતી ભાષામાં હેપ્પી દિવાળી શુભેચ્છા મેસેજ મોકલો:

  • નવા સ્વપ્નો અને નવી આશાઓ સાથે નવા આનંદ અને નવા ઉજાસ સાથે નવા પ્રકાશ અને નવા ઝળહળાટ સાથે હૈયાના હેત અને મૈત્રીના મિત સાથે મારા મિત્રને દિવાળીની હાર્દિક શુભકામનાઓ! હેપ્પી દિવાળી!
  • દિવાળીના દીવડાઓના પ્રકાશમાં, ખુશીઓના રંગોમાં, ઘરના ખૂણે ખૂણામાં આપ સૌના દિલમાં અપાર પ્રેમ છલકતો રહે એવી આ દિવાળીના પર્વે દિલથી શુભકામનાઓ! હેપ્પી દિવાળી!
  • પ્રકાશનું આ પર્વ આપના જીવનમાં અંધકાર દૂર કરે, પ્રકાશનો ફેલાવો થાય, સ્વપ્નો સાકાર કરે અને પરિવારમાં સુખ, સમૃદ્ધિ જળવાઈ રહે એવી સહૃદય શુભકામનાઓ. શુભ દીપાવલી!
  • આ દિવાળી નવા આરંભ, નવા વિચાર અને નવા આનંદ સાથે આપ સુખ અને શાંતિથી આપના પરિવાર સાથે મનાઓ એવી મારા અને મારા પરિવાર તરફથી શુભકામનાઓ. હેપ્પી દિવાળી!
  • આ દિવાળી આપના જીવનમાં પ્રેમની સુગંધ, ખુશીઓની લહેર અને સમૃદ્ધિનો સાથ લાવે તેવી મંગલમય કામના. હેપ્પી દિવાળી!
  • દીપાવલીના આ પવિત્ર પર્વે, આપના પરિવારમાં આનંદના ફૂલો ખીલે, સુખના વન ઉગે અને સ્વપ્નો સાકાર થાય એવી મારા અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ! શુભ દીપાવલી!
  • માંલક્ષ્મીજીની કૃપાદ્રષ્ટિ તમારા ઘરને સમૃદ્ધિ અને સંપત્તિથી ભરશે તેવી આ દિવાળીના શુભ અવસરે દિલથી મંગલ કામના! શુભ દિવાળી!
  • આશા રાખું છું કે આ દિવાળી તમારા પરિવાર માટે આનંદ અને પ્રેમ લાવે. તમારું ઘર ખુશીઓથી ચમકે, તમારું જીવન દીવાની જ્યોતની જેમ ઝગમગતું રહે. હેપ્પી દિવાળી!
  • દીપકની રોશની સાથે, મીઠાઈની મીઠાશ સાથે, નવી રમઝટ સાથે, નવા ઉલ્લાસ સાથે આપને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. હેપ્પી દિવાળી!
  • આવી આવી દિવાળી આવી, ખુશીઓનો વરસાદ લાવી, દીપ જલાવીને જીવનમાં અજવાળું લાવી. આવી આવી દિવાળી આવી. અપને દિવાળીનો આ તહેવાર મુબારક! હેપ્પી દિવાળી!

 

 

 

Advertisement
Advertisement

 

Group 69

 

 

Related posts

ઉનાળામાં દરરોજ એક વાટકી દહીં ખાવાથી થશે અદ્ભુત ફાયદા,આ રીતે કરો સેવન-વાંચો સમગ્ર વિગતો

KalTak24 News Team

શું તમને હોળીના રંગોથી થાય છે એલર્જી ? તો આ અજમાવી જુઓ આ ઘરેલુ ઉપાયો..

KalTak24 News Team

Tea Side Effects/ દિવસ દરમિયાન વધુ પ્રમાણમાં ચા પીવાથી આ બીમારીઓ થવાનું છે જોખમ -વાંચો સમગ્ર વિગતો

KalTak24 News Team
Advertisement
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..