Diwali 2024 at Nadabet : નેહરુ યુવા કેન્દ્ર-સુરતના માર્ગદર્શન હેઠળ કાર્યરત નવકાર, કર્ણ યુદ્ધ ક્લબ તથા દોસ્તી સેવા ગ્રુપના પ્રતિનિધિઓએ બનાસકાંઠાના નડાબેટ(ભારત- પાકિસ્તાન ઝીરો બોર્ડર) પર જઈને સૈનિકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. ૨૦થી વધારે યુવાનોએ આ કાર્યક્રમ અંતર્ગત ભારત-પાકિસ્તાન ઝીરો બોર્ડર પર તૈનાત સૈનિકોને દિવાળીની શુભેચ્છાઓ આપી ૭૦ જેટલા સૈનિકોને મીઠાઈ તથા ઘડિયાળની ભેટ આપી હતી. નડાબેટ ભારત-પાકિસ્તાન ઝીરો બોર્ડર, મ્યુઝિયમ, એડવેન્ચર અને મિલીટરી સંસાધનો પણ નિહાળ્યા હતા. સૈનિકોએ પરેડ કરી યુવા મિત્રોનું સન્માન કર્યું હતું.
નેહરુ યુવા કેન્દ્ર સુરત (યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય-ભારત સરકાર) ના માર્ગદર્શન હેઠળ કાર્યરત નવકાર તથા કર્ણ યુદ્ધ ક્લબ અને દોસ્તી સેવા ગ્રુપ દ્વારા બનાસકાંઠા નડાબેટ ભારત-પાકિસ્તાન ઝીરો બોર્ડર પર સૈનિકોને દિવાળીની શુભકામનાઓ પાઠવવાના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કુલ 20 થી વધારે યુવાનોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત તારીખ : 24/10/2024 ના રોજ બનાસકાંઠા નડાબેટ ભારત-પાકિસ્તાન ઝીરો બોર્ડર પર તૈનાત સૈનિકોને દિવાળીની શુભકામનાઓ પાઠવવામાં આવવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં કુલ ૭૦ જેવા સૈનિકોને મીઠાઈ તથા ઘડિયાળ આપવામાં આવી હતી. સાથે સાથે નડાબેટ ભારત-પાકિસ્તાન ઝીરો બોર્ડર, મ્યુઝિયમ, એડવેન્ચર, અને મીલેટરી વેપનસ વગેરે પણ જોવામાં આવી જોવા નો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો સાથે સાથે સૈનિકો દ્વારા પરેડ કરવામાં આવે છે તે પણ જોવામાં આવી હતી.
આ કાર્યક્રમનું આયોજન નેહરુ યુવા કેન્દ્ર સુરત અને મેરા યુવા ભારત સુરતના જિલ્લા યુવા અધિકારી શ્રી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક જૈવિક રૈયાણી તથા કર્ણા યુથ કલબના પ્રેસિડેન્ટ માનસી સોજીત્રા તથા દોસ્તી સેવા ગ્રુપના રેસિડેન્ટ પ્રેસિડન્ટ યુવરાજ બોકડીયા તથા યુવા લીડર ઈશા ખૂંટ તથા યુવા લીડર મનોજ દેવીપુજક દ્વારા કરવામાં આવ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube