Surat MLA Kumar Kanani Letter: સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation) માટે રસ્તા(Road)ના પ્રશ્ન બાબતે વિકટ જેવી પરિસ્થિતિ સર્જાય છે. છેલ્લા દોઢ મહિનામાં સુરતી(Surties)ઓ સૌથી વધારે ખરાબ રસ્તાના કારણે ત્રસ્ત થયા છે.એક તરફ શહેરભરમાં ટ્રાફિક સિગ્નલ(Traffic Signals) શરુ કરી દેવામાં આવ્યા છે, જેમાં અલગ-અલગ ટાઈમ પ્રમાણે ત્યાંથી પસાર થવાનું હોય છે. પરંતુ રસ્તાઓની સ્થિતિ એટલી ખરાબ છે કે લાંબો સમય(Time) પસાર કરવો પડે છે. જેને લીધે ટ્રાફિક સિગ્નલ ઉપરથી ખૂબ ઓછા વાહનો પ્રસાર થાય છે. જેને કારણે અન્ય વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા વધુ વક્રી રહી છે. ત્યારે વરાછા વિધાનસભાના(Varachha Road Assembly) ધારાસભ્યએ મ્યુનિસિપલ કમિશનર(Municipal Commissioner)ને ખખડધજ રસ્તા બાબતે પત્ર લખ્યો છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન શહેરના તૂટેલા રસ્તાને યુદ્ધના ધોરણે રિપેર કરવાની વાત તો કરવામાં આવી હતી,પરંતુ મ્યુનિસિપલ કમિશનર(Municipal Commissioner) દ્વારા સાત દિવસમાં જ રસ્તા રિપેરિંગ કામ પૂર્ણ કરવા માટેની તાકીદ કરી દેવામાં આવી હતી.ત્યારે હજી સુધી શહેરના મોટાભાગના વિસ્તારોના રસ્તાઓ રિપેર થયા નથી.ત્યારે મેયર(Mayor) દ્વારા પણ આ બાબતે વારંવાર મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી શહેર(City)ના રસ્તાઓ બિસ્માર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં જે રીતે ધોધમાર વરસાદ(Heavy Rain) શહેરમાં વરસી રહ્યો છે, તેના કારણે હતા એના કરતાં પણ વધારે ખરાબ સ્થિતિમાં શહેરના રસ્તાઓ થઈ ગયા છે.જ્યાં જોવો ત્યાં મસમોટા ખાડા પડ્યા છે ત્યારે વરાછા વિસ્તારના ધારાસભ્ય(MLA)એ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને શું કહ્યું?,
તંત્ર ઊંઘી રહ્યું છે, જે ખુબ જ દુઃખદ બાબત છેઃ ધારાસભ્ય
ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું કે, હાલ ચોમાસા દરમિયાન થયેલા વરસાદના કારણે લોકો સહન ના કરી શકે તેવા અસહ્ય ત્રાસદાયક રસ્તાઓનું ધોવાણ થયું છે. શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થયું છે, જે સહન કરી શકાય તેમ નથી. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સિગ્નલ ચાલુ કર્યા છે. તેનો લોકો અમલીકરણ પણ કરી રહ્યા છે. પરંતુ 60 સેકન્ડ સિગ્નલ ખુલે તો ખાડાઓમાં લોકોની ગાડી ચાલતી જ નથી. થોડી ગાડીઓ સિગ્નલ પસાર કરે કે તરત જ સિગ્નલ બંધ થઈ જાય છે. તેના કારણે ટ્રાફિક પણ અસહ્ય થાય છે. સિગ્નલનો હેતુ પણ રહેતો નથી. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. છતા સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર મૂર્છા અવસ્થામાં છે. ઉંઘી રહ્યું છે. જે ખુબ જ દુઃખદ બાબત છે. તો યુધ્ધના ધોરણે રિપેર કરવા મારી માંગણી છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube