- શારદાયતન સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી
- શાળા સંચાલકના પાપે લાગ્યો વિદ્યાર્થીઓનો વીજ કરંટ
- વીજ કરંટ લાગતા એક બાળકની હાલત ગંભીર
Surat News: સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી શારદાયતન શાળામાં બે વિદ્યાર્થી સગા ભાઈઓને પતંગ કાઢતી વખતે કરંટ લાગ્યો હતો.પરિવારજનો એ આક્ષેપ કર્યા હતા કે શાળા દ્વારા વિદ્યાર્થીઓને અગાસી સાફ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.હાલ બને વિદ્યાર્થીઓને ગંભીર હાલતમાં સુરતની સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી શારદાયતન શાળામાં બે વિદ્યાર્થીઓને ગંભીર રીતે વીજ કરંટ લાગ્યો હતો. નિયત સમય અનુસાર બંને વિદ્યાર્થીઓ શાળાએ અભ્યાસ કરવા માટે આવ્યા હતા. આ બંને વિદ્યાર્થીઓ સગા ભાઈ છે.એકનું નામ શિવ અને બીજાનું નામ શિવમ છે. 16 વર્ષીય આ બંને ભાઈઓ શાળાએ અભ્યાસ દરમિયાન બંને ક્લાસમાં આવી અને પોતાના બેગ મૂકી અગાસી પર જતા સીસીટીવી માં નજરે પડે છે. જેવા બંને ભાઈ જાય છે ત્યાં જઈને જોતા વિજ તારમાં એક પતંગ ફસાયેલી હતી.
આ પતંગ કાઢતા શિવ ને કરંટ લાગ્યો હતો. જેમાં શિવમ તેને બચાવવા જતા એને પણ કરંટ લાગ્યો હતો. બાળકો આ જોઈ ડરી ગયા હતા અને શાળામાં નાશ ભાગ મચી ગઈ હતી. બંને ભાઈઓને કરંટ લાગતા શિવ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તાત્કાલિક જ બંને ભાઈઓને સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.. જ્યાંથી શિવાને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા. જ્યાં હાલ શિવાની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તેમજ શિવમની તબિયત સારી છે.
જા દોરી હટાવ, નહીંતર મારીશ
ઇજાગ્રસ્ત શિવમે જણાવ્યું હતું કે, અમે સ્કૂલે આવ્યા ત્યારે સ્કૂલના એક શિક્ષકે મારા ભાઈને કહ્યું કે, જા દોરી હટાવી દે તો મારા ભાઈએ કહ્યું કે, હું નહીં હટાવું. આથી શિક્ષકે કહ્યું કે, જા હટાવ નહીંતર મારીશ. આથી મારો ભાઈ દોરી હટાવવા ગયો અને વીજ કરંટ લાગતા મારો ભાઈ સળગી ગયો હતો. આથી હું દોડી જઈ મારા કપડાથી આગ બૂઝાવી હતી. બાદમાં શિક્ષકે કહ્યું કે, એમ્બ્યુલન્સ અને તારા પપ્પાને ફો કર.
વધુમાં જણાવ્યું હતું કે, ચાઇનીઝ દોરી હતી તે હટાવવા મારો ભાઈ ગયો હતો. શિક્ષકનું નામ ખુન્ના તિવારી છે. બાદમાં શિક્ષકે કહ્યું કે, તારા ભાઈની સારવાર માટે જેટલા પૈસા થશે એ હું દઈ દઈશ. હું મારા ભાઈને બચાવવા ગયો ત્યારે મને પણ ઇજા પહોંચી છે. હું મારા ભાઈ સાથે જ આગાસી પર હતો. વીજ વાયર ખુલ્લો હતો આથી વીજ કરંટ લાગ્યો. આ ઘટના સવારે 7.30 વાગ્યાની છે.
પરિવારએ શાળા સામે આક્ષેપ કરતાં કહ્યું હતું કે શાળા દ્વારા વિદ્યાર્થીઓ પાસે પટાવાળા નું કામ કરાવવામાં આવે છે. અને શાળા દ્વારા જ વિદ્યાર્થીઓને અગાસી સાફ કરવા માટે કહ્યું હતું. જોકે સામે શાળાના પ્રિન્સિપાલ દ્વારા આ સમગ્ર આક્ષેપો નકારાયા હતા અને તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અગાસી પર જઈ અને લોખંડની પટ્ટીથી પતંગ કાઢવા માટે પ્રયાસ કર્યો હતો જેથી વિદ્યાર્થીઓને કરંટ લાગ્યો હતો. હાલ વિદ્યાર્થીની સારવાર સ્મિમેર હોસ્પિટલમાં ચાલી રહી છે.જોવાનું રહે છે કે સમગ્ર મામલે શાળા પર કોઈ પ્રકારની કાર્યવાહી થાય છે કે પછી નહિ.
શાળાના પ્રિન્સિપાલે કહ્યું કે, બાળકો સ્કૂલ શરૂ થાય તે પહેલા આવી ગયાં હતાં. બન્ને સગા ભાઈઓ ધાબા પર પતંગ પકડવા માટે ગયા હતાં. હાથમાં એલ્યુમિનિયમનો સળિયો લઈને પતંગ પકડવા માટે ગયા હતાં. ત્યારે આ ઘટના બની હતી. સમગ્ર દુર્ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં બાળકો ધાબા પર જઈ રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાય છે.બાદમાં બન્નેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલ તેની સારવાર કરવામાં આવી રહી છે.
વધુમાં જણાવ્યું હતું કે, પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને ટેરેસ પર સાફ-સફાઈ કરવા માટે મોકલવામાં આવ્યો હોવાનો આરોપ છે તે પાયાવિહોણો છે. સ્કૂલમાં કોઈ પણ શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને ટેરેસ પર સાફ-સફાઈ કરવા માટે મોકલવામાં આવ્યા નહોતા.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube