Surat News: સુરત શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુમાં આવેલા ફૂડ સ્ટોલો ઉપર મનપાના ફૂડ ઈન્સ્પેક્ટરો, એફએસએલ અધિકારી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આરોગ્યને નુકશાન કારક ખાદ્યપદાર્થનું વેચાણ થાય છે કે કેમ તે અંગે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
62 શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ ચેકિંગ
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારી-અધિકારીઓ સાથે સુરત પોલીસના ડીસીપી, એસીપી અને પીઆઇ કક્ષાના અધિકારી શૈક્ષણિક સંસ્થાઓની બહાર ફૂડ સ્ટોલ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. સુરતની 62 શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ આવેલા 129 ફૂડ સ્ટોલો ઉપર SMCના ફુડ ઇન્સ્પેકટરો, FSL અધિકારીઓને સાથે રાખી આરોગ્યને નુકસાનકારક ખાધપદાર્થનું વેચાણ થાય છે કે કેમ? તે અંગે સરપ્રાઇઝ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ચેકિંગ ડ્રાઇવ અંગેની કામગીરી DCP-4, ACP/PI/PSI–40, પોલીસ કર્મચારી 250, SMCના ફુડ ઇન્સ્પેકટર 15 અને FSL ટિમ 1 દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.
સ્ટોલ પરથી ફૂડના સેમ્પલ લઈ લેબમાં મોકલ્યા
આ સમગ્ર મામલે DCP વિજયસિહ ગુર્જરએ જણાવ્યું હતું કે આજે સુરત શહેરમાં સુરત પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ સંયુક્ત મળીને શૈક્ષણિક વિભાગના બહાર ફૂડ સ્ટોલ પર સરપ્રાઇઝ ચેકિંગ કરી રહ્યા છે. 129 જેટલા સ્ટોલ પર ચેકિંગ હાથ ધરાઈ છે. સ્ટોલ પરથી સેમ્પલ લઇ લેબમાં મોકલવામાં આવ્યા છે. આ ફૂડ સ્ટોલ પર આરોગ્ય લક્ષી વસ્તુઓ વાપરવામાં આવે છે કે નહીં તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સેમ્પલોને લેબમાં મોકલવામાં આવશે અને અને જો કોઈ ખાવાની વસ્તુઓમાં કોઈ એવું મટીરીયલ્સ મળશે કે જે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે યોગ્ય ના હોય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આજે પુરા શહેરમાં 129 જેટલી જગ્યા પર એક સાથે ટીમો બનાવીને સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube