December 18, 2024
KalTak 24 News
Gujarat

સુરતમાં યુવા પત્રકાર આનંદ પટણીનું હાર્ટ એટેકથી નિધન: ચાલુ ફરજ દરમિયાન બેભાન થઈ ઢળી પડ્યાં;પરિવાર અને મિત્ર વર્તુળમાં શોક

senior journalist anand patani

Journalist Anand Patni: સુરત સહિત રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં એક યુવા પત્રકારનું હાર્ટ એટેકથી(Journalist Anand Patni) અવસાન થયું હતું.આનંદ પટણી ચાલુ ફરજ દરમિયાન જ બેભાન થઈ ઢળી પડ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન અવસાન થયું હતું. જેથી પત્રકાર જગત અને પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

 

આનંદ પટણીનું હાર્ટએટેકના કારણે મોત

મૂળ વાપીના વતની અને હાલમાં સુરતમાં રહેતા ગુજરાત ફર્સ્ટ નામના ન્યૂઝ ચેનલમાં કામ કરતાં આનંદ પટણી ચાલુ ફરજ દરમિયાન જ બેભાન થઈને ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પરંતુ તેમને બચાવી શકાયા નહોતા. આનંદ પટણીના આકસ્મિક અવસાનથી સુરત સહિત ગુજરાતના પત્રકાર જગત અને પરિવારમાં શોક ફેલાઈ ગયો છે

 

ઘરમાં તેમજ પત્રકાર જગતમાં શોકનું મોજું ફરી વળ્યું

આનંદ પટણી છેલ્લા શ્વાસ સુધી પત્રકારકત્વની કામગીરી કરતા રહ્યા. તેઓ છેલ્લા કેટલાક સમયથી સુરતમાં ફરજ બજાવી રહ્યા હતા. આનંદ પટણી સોમવારે ફિલ્ડ પર રિપોર્ટિંગ કરતા હતા ત્યારે તેમને અચાનક જ છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તેમને સિવિયર હાર્ટ એટેક આવ્યો હોવાનું નિદાન થયું હતું. હોસ્પિટલના ડૉક્ટરોએ તેમને બચાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા, પરંતુ આનંદ પટણીને બચાવી શકાયા નહીં. તેમના નિધનથી ગુજરાતના પત્રકાર જગતે એક બાહોશ પત્રકાર ગુમાવ્યો છે

ગુજરાત ફર્સ્ટમાં સુરતના બ્યુરો હેડ અને પત્રકાર આનંદ પટણીના પરિવારમાં પત્ની અને બે દીકરા છે. મોટો દીકરો બી.ટેકનો અભ્યાસ કરે છે અને નાનો દીકરો પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે. 45 વર્ષની નાની ઉંમરે આનંદ પટણીની વસમી વિદાય થતાં પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

 

 

 

 

Related posts

BREAKING NEWS : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું,આ તારીખે યોજાશે નવી સરકારની શપથવિધિ

Sanskar Sojitra

જૂનાગઢ: ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સહિત 10 લોકોની ભેંસાણ પોલીસે કેમ કરી ધરપકડ, જાણો ફરી શું થયો વિવાદ?

KalTak24 News Team

ધોરાજી નજીક કારનું ટાયર ફાટતાં કાર પુલની રેલિંગ તોડી ભાદર નદીમાં ખાબકતા 3 મહિલા અને એક પુરુષનું મોત,પરિવાર સોમયજ્ઞમાંથી ફરી રહ્યો હતો પરત

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં