December 19, 2024
KalTak 24 News
Gujarat

‘જેટલાને બચાવવા હોય એટલાને બચાવી લો’,સુરતના સૌથી મોટા VR મોલને ધમકીભર્યો મેઇલ,તાત્કાલિક મોલ ખાલી કરાવવાની સૂચના

Surat: શહેરના ડુમ્મસ રોડ પર આવેલ સૌથી મોટા વી.આર. મૉલને બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી જવા પામી છે. હાલ તો પોલીસ, SOG અને બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મૉલને ખાલી કરાવાયો છે.

હકીકતમાં સુરતના ડુમ્મસ રોડ પર આવેલ વી.આર. મૉલને એક ધમકી ભરેલો મેઈલ મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે, જેટલા લોકોને બચાવવા હોય, તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે.

ફાયર વિભાગ અને બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે.

આ મેઈલ મળતા જ મૉલ મેનેજમેન્ટ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી થોડીવારમાં ઉમરા પોલીસ મથકનો કાફલો, સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ (SOG), લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેમજ બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જેમણે મૉલમાં રહેલ સ્ટાફ તેમજ ગ્રાહકો મળીને 2 હજારથી વધુ લોકોને બહાર નીકળવાનું જણાવતા થોડા સમય માટે અફરા તફરીના દ્રશ્યો સર્જાયા હતા. હાલ તો ડૉગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા સમગ્ર મૉલમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

પોલીસે ફટાફટ મોલ ખાલી કરાવ્યો.

આ અંગે એડિશનલ સીપી કે.એન. ડામોરે જણાવ્યું હતું કે, આજે ચાર વાગ્યે આ મેઇલ આવ્યો હતો. એમા લખ્યુ હતું કે, આ મોલમાં બોમ્બ મુકવામાં આવ્યો છે અને એ સવારે બ્લાસ્ટ થશે. અમે બધાને મોલમાંથી બહાર કાઠ્યા છે. અમારી ક્રાઈમ બ્રાન્સ, SOG, બોમ્બ સ્ક્વોડ ટીમ મોલની અંદર તપાસ કરી રહી છે. દેશભરમાં 52 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટના ધમકી ભર્યા મેઇલ મળ્યા છે.

VR મોલ ખાતે ફાયર વિભાગની બે ગાડી સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. આ સાથે જ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા તમામ પ્રકારના ઇક્વિપમેન્ટ સાથે લાવવામાં આવ્યા છે. જ્યારે કોઈ જગ્યાએ મોટી દુર્ઘટના સર્જાય છે ત્યારે જે પ્રકારના સાધનો હોય છે તે પ્રકારના તમામ સાધનો અહીં લાવવામાં આવ્યા છે. બોમ્બ ડિટેક્ટર સ્કોડની ત્રણ ટીમ મોલમાં તપાસ કરી રહી છે.

 

 

 

 

Related posts

અમરેલી/ લાઠીના આંબરડીમાં પરિવાર પર આભ ફાટ્યું,ખેતરથી ઘરે જઈ રહેલા ખેત મજૂરો પર વીજળી પડતા 5ના મોત;3 ઈજાગ્રસ્ત

KalTak24 News Team

શતાબ્દી મહોત્સવ: પ્રમુખ સ્વામીનગરમાં મહિલા દિનની ઉજવણી-નારી ઉત્કર્ષ મંડપમાં જોવા મળી મહિલા ઉત્કર્ષની ઝલક

Sanskar Sojitra

Biporjoy Cyclone : બિપોરજોય વાવાઝોડુ ખતરનાક બન્યુ,જુઓ લાઈવ તમારા મોબાઈલ પર

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં