Surat News: સુરતના સચિન GIDC ઓવરબ્રિજ પર પોલીસ કોન્સ્ટેબલને અકસ્માત નડ્યો હતો. ડ્યૂટી પૂર્ણ કરીને વેસુ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ ઘરે જઇ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં તેમની ગાડી ડિવાઈડર સાથે અથડાઈ હતી. જે દરમિયાન ગંભીર ઈજાઓ થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું
ફરજ બજાવી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો
મળતી માહિતી પ્રમાણે સુરતના વેસુ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજુભાઈ નાયકા ગઈકાલે પોતાની ફરજ પૂરી કરી ઘરે જઈ રહ્યા હતા. ગઈકાલે તારીખ 16 /12/ 2024 ના રોજ રાત્રે 8:00 વાગ્યે નોકરી પૂરી કરી પોતાના ગામ મહુવા આવતા હતા તે દરમિયાન સચિન જીઆઇડીસી ઓવરબ્રિજ પર અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી જેથી પોલીસ કોન્સ્ટેબલે બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો અને બાઇક સીધી ડિવાઇડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તાત્કાલિક જ તેમને નવી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર શરૂ કરી હતી પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ તેમનું મોત થયું હતું.
ઘરે પરત ફરતા થયો અકસ્માત
તેમના સબંધી કસ્તુર નાથુભાઈ પટેલે જણાવ્યું કે, રાજુ મારો સગો ભત્રીજો છે અને તે વેસુ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો. તે સવારે નોકરી પૂર્ણ કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે સચિન જીઆઇડીસી ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે ગાડીને ટક્કર મારી હતી જેમાં તેમની ગાડી ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ઈજા થતાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં આજે સવારે 5 વાગ્યે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. તેમની ઉમર 53 વર્ષ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે , મૃતક પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ નાયકાની ઉંમર 53 વર્ષ હતી અને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. હાલ તો પોલીસ કોન્સ્ટેબલના મોતને પગલે પોલીસ કર્મચારીઓમાં અને પરિવારજનોમાં શોક નો માહોલ જોવા મળ્યો છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube