Surat News: સુરત શહેરમાં 159 સુરત પૂર્વના ધારાસભ્ય અરવિદભાઈ રાણા દ્વારા સુરતના મેયરને પત્ર લખવામાં આવ્યો છે.આવો આરોપ વિપક્ષે નહી પરંતુ ભાજપના જ એક ધારાસભ્યએ કર્યો છે. શહેરના પૂર્વ વિધાનસભાના ધારાસભ્યએ સેન્ટ્રલ ઝોનમાં સીસી રોડ બનાવવા માટેની માંગણી કરી છે તેમાં આ પ્રકારનો ઉલ્લેખ કર્યો છે તેના કારણે ભાજપ દ્વારા પાયાની સુવિધા આપવામાં આવી ન હોવાની સીધી કબુલાત કરી દીધી છે. જેથી વિકાસના ફૂલાયેલા ફુગ્ગાની હવામાં લેટર બોમ્બ પડ્યો હોવાની ચર્ચા શરૂ થઈ છે.જેમાં તેઓએ સુરતના સેન્ટ્રલ ઝોનના તમામ રસ્તાઓને RCC રોડ બનાવવા બાબતે રજૂઆત કરી છે. અને વર્ષ 2025-26નું બજેટ બની રહ્યું છે ત્યારે સેન્ટ્રલ ઝોન માટે 25 કરોડ રૂપિયા સીસી રોડ માટે ફાળવવામાં આવે તેવી રજૂઆત કરી છે.
મેયરને લખ્યો પત્ર
ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ જણાવ્યું હતું કે, સુરત મહાનગર પાલિકાના મેંયરને મેં પત્ર લખ્યો છે અને એ પત્રમાં સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં કે જે તળ સુરત આવે છે, મૂળ સુરત આવે છે અને એ મૂળ સુરતના લોકોનો જે પ્રશ્ન છે જે સમસ્યા છે તેને દુર કરવા માટે જેમ કે, છેલ્લા 10 વર્ષથી સેન્ટ્રલ ઝોનમાં ડ્રેનેજની લાઈન નાખવાનું, પાણીની લાઈન નાખવાનું કામ ચાલે છે અને મેટ્રોની પણ કામગીરીનું ખોદકામનું કામ ચાલે છે. છેલ્લા 10 વર્ષથી અલગ-અલગ ખોદકામથી લોકો ત્રાસી ગયા છે. લોકો હિજરત કરી જાય છે. લોકો પોતાના પરિવાર સાથે અન્ય વિસ્તારમાં રહેવા જતા રહે છે તો આ જે પ્રશ્ન છે એ પ્રશ્નનો નિકાલ આવે એટલા માટે સ્થાનિક લોકોની જે રજૂઆત છે કે સેન્ટ્રલ ઝોનના રસ્તાઓ સીસી રોડમાં કન્વર્ટ કરવામાં આવે, હવે જ્યારે પાયાની તમામ સુવિધાઓ પૂર્ણ થાય છે.
ત્યારે આવી જે રજૂઆત છે તે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સ્થાનિક લોકોની જે રજૂઆતો છે એ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સમક્ષ કરવામાં આવી હતી. ત્યારે તેઓએ સેન્ટ્રલ ઝોનના લોકોની રજૂઆતને ધ્યાને લઈને આ રસ્તાઓને RCC રોડમાં કન્વર્ટ કરવા જોઈએ એ માટે તેમણે એ વખતના સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશભાઈ પટેલને પણ સુચના કરી હતી. તેમના દ્વારા શહેરના 9 મીટર કે તેથી ઓછી પહોળાઈના તમામ રસ્તાઓને સીસી રોડમાં કન્વર્ટ કરવાનો નીતિ વિષયક નિણર્ય લીધો હતો.
હવે જ્યારે આ રસ્તાઓ બની રહ્યા છે અને આવનારા 25થી 30 વર્ષ સુધી આવા પ્રશ્નો નહીં આવે એટલા માટે શહેરના સેન્ટ્રલ ઝોનના અન્ય જે રસ્તાઓ છે એને પણ સીસી રોડમાં કન્વર્ટ કરવા માટે મેં રજૂઆત કરી છે. હાલમાં જ્યારે બજેટ બની રહ્યું છે ત્યારે સેન્ટ્રલ ઝોન માટે 25 કરોડ રૂપિયા RCC રોડ માટે ફાળવવામાં આવે તેવી રજૂઆત કરી છે અને આ રજૂઆત એટલા માટે કરી છે. કારણ કે સેન્ટ્રલ ઝોનમાં લોકો ટેક્સ/વેરો ભરે છે અને તે ટેક્સ/વેરાનો લાભ અન્ય ઝોનમાં થાય છે કારણ કે અહીં કેટલાક વિકાસના કેટલાક કામોની ક્ષમતા નથી તો આ સંજોગોની અંદર વર્ષોથી જે ટેક્સના નાણાનો સદઉપયોગ થાય અને સેન્ટ્રલ ઝોનમાં આ નાણાનો વપરાશ થાય અને તમામ રસ્તાઓ સીસી રોડમાં કન્વર્ટ થાય એવી મારી રજૂઆત હતી.
ધારાસભ્યની વ્યથા
પત્રમાં પોતાના પક્ષની સરકાર પાલિકાથી માંડીને રાજ્યમાં છે તેમ છતાં પણ સેન્ટ્રલ ઝોનમાં સુવિધાનો અભાવ હોવાનું લેખિતમાં કબુલ્યું છે. તેઓએ સ્પષ્ટ કહ્યું છે સેન્ટ્રલ ઝોનમાં પાયાની સુવિધાનો અભાવ, ખાડાવાળા રસ્તાને લીધે ઘણા પરિવારો ઝોન છોડીને અન્ય ઝોનમાં હીજરત થવાથી કોટ વિસ્તાર ખાલી થવા લાગ્યો છે. ધારાસભ્ય અરવિંદ રાણાએ લેખિતમાં કબૂલાત કરી છે કે, સેન્ટ્રલ ઝોનમાં પાયાની સુવિધાનો અભાવ છે. 1990થી ભાજપનું શાસન છે અને કોટ વિસ્તાર ભાજપનો ગઢ છે તેમ છતાં આટલા વર્ષો બાદ પાયાની સુવિધાનો અભાવ છે અને લોકો હિજરત કરી રહ્યાં છે તે મોટી વાત છે આ ધારાસભ્યની વ્યથા છે અને તેઓએ પત્ર દ્વારા વ્યક્ત કરી છે. ધારાસભ્યએ જે શબ્દો લખ્યા છે તે હીજરત અને સાર્વજનિક સુવિધાઓ નથી તે ભાજપ માટે આત્મમંથન કરવા જેવું છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube