- ચાર ચાર બંગડીવાળી ગાડીના ગીતનો કેસ
- લોકગાયિકા કિંજલ દવેને ફટકારાયો દંડ
- કિંજલ દવેની માફી કોર્ટે અસ્વીકાર કરી
Char char Bangdi Song: ગુજરાતી ગાયિકા કિંજલ દવેએ ગાયેલા ગીત ‘ચાર ચાર બંગડી’ ફરી એકવાર ચર્ચામાં છે. સેશન્સ કોર્ટે આ ગીત ગાવા બદલ કિંજલ દવેને સબક સમાન એક લાખ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો છે. ત્યારે જાણો શું છે સમગ્ર મામલો.
અગાઉ, સિવિલ કોર્ટે કિંજલ દવેને ચાર-ચાર બંગડીવાળી ગાડી ગીતના કોપીરાઈટ વિવાદ મુદ્દે તેને કોઇપણ રીતે લાઇવ, પબ્લિક ડોમેન કે સોશિયલ મીડિયામાં ગાવા પર સ્પષ્ટ પ્રતિબંધ ફરમાવાયો હતો. તેમ છતાં કિંજલ દવેએ ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા સહિતના લાઈવ પરફોર્મન્સ અને યુ ટયુબ તેમ જ પબ્લિક ડોમેનમાં ગાતા તેની વિરુદ્ધ અદાલતી હુકમના તિરસ્કારની બદલ વાદી રેડ રીબન એન્ટરટેઈમેન્ટ પ્રા.લિ તરફથી કોર્ટમાં અરજી કરાઈ હતી. જેમાં કોર્ટે કિંજલ દવેને સબક સમાન એક લાખ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો છે.
જો કિંજલ દવે સાત દિવસમાં દંડની રકમ નહી ભરે તો તેને એક સપ્તાહની સાદી કેદ ભોગવવા પણ કોર્ટે હુકમમાં ઠરાવ્યું હતું. મૂળ વાદી રેડ રીબન એન્ટરટેઈનમેન્ટ પ્રા.લિ તરફથી સિવિલ પ્રોસીજર કોડ-1908ની કલમ- 151ની રૂલ-39(2-એ) અન્વયે અરજી કરી કોર્ટનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતને લઇ વાદી કોપીરાઈટ હક્કો ધરાવે છે અને આ ગીતના શબ્દો, ગીત અને તેના ગાવા-વગાડવા પર તેમનો અધિકાર છે તેમ છતાં કિંજલ દવેએ તેમના આ અધિકાર પર તરાપ મારી ગીત અને શબ્દોની ઉઠાંતરી કરી આ ગીત બજારમાં ફરતું કર્યું છે, જેના કારણે વાદીને ભરપાઇ ના થઈ શકે તેવું નુકસાન થયું છે.
સિટી સિવિલ સેશન્સ જજ ભાવેશ અવાશિયાએ કિંજલ દવેને કોર્ટના આદેશનો તિરસ્કાર મુદ્દે સાત દિવસમાં ફરિયાદીને 1 લાખ રૂપિયાનો દંડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કિંજલ દવેને આ ગીત લાઇવ, પબ્લિકમાં કે સોશિયલ મીડિયામાં ગાવા પર સિવિલ કોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો હતો. તેમ છતાં ગત નવરાત્રિમાં કિંજલ દવેએ આ ગીત કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયામા લાઇવ પરફોર્મન્સ કર્યુ હતું. કિંજલ દવેએ કબૂલ્યું હતું કે તેણે નવરાત્રિ 2023માં 20થી 25 વખત આ ગીત ગાયું છે. કિંજલ દવેએ બચાવ કર્યો કે, તેણે આ ગીત ભારતની બહાર ગાયું છે તેથી કોર્ટનો પ્રતિબંધ તેવા કિસ્સામાં લાગુ ના પડે. કોર્ટે તેના આ બચાવને ફગાવતાં બિનશરતી માફી મંગાવી હતી.
જોકે કોર્ટે કહ્યું હતું કે કિંજલ દવેએ હજારો લોકો સામે આ ગીત ગાયું છે અને પૈસા કમાવ્યા છે માટે માફી યોગ્ય નથી. કોર્ટે કિંજલ દવેને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો અને જો તે સાત દિવસમાં નહી ચૂકવે તો સાત દિવસની સાદી કેદ ભોગવવાના પણ કોર્ટે નિર્દેશ આપ્યા હતા.
ઓરીજિલ ગીત
ઓરીજલ ગીતની વાત કરીએ તો એમાં ચાર બંગળી વાળી ગાડી લઇ દઉં જ શબ્દ છે. આ ગીત ઔડી ગાડીમાં ફિલ્મમાવામાં આવ્યું છે. એની શરુઆત ગાડીમાં ગુજરાતી ફોક સંગીતથી થાય છે. ઓરિજનલ ગીતમાં થોડા સમય પછી ગાડીમાં અચાનક બ્રેક લાગે છે. આ ગીત રૂઠેલી ગર્લ ફ્રેન્ડને મનવવા બનાવવામાં આવ્યું છે. ગીતમાેં ગર્લ ફ્રેન્ડને મનાવવામાં 40 વિધા જમીન લઇ દેવાની વાત છે. છેલ્લે ગર્લ ફેન્ડ માની જાય છે. આ ગીત ઓસ્ટ્રલિયાના રોડ પર ફિલ્માવાયું છે. આ ઓરિજનલ ગીતમાં પંરપરાગત સંગીતનો ઉપયોગ થયો છે. ગીતના શબ્દો મૌલીક અને પરંપરાગત છે. ઓરીજીનલ ગીતમાં ઓસ્ટ્રલિયામાં પરંપરાગત ગુજરાતી કલ્ચર પણ આવે છે.
કિંજલનું ‘કોપી’ ગીત
કિંદલ દવેએ ગીતમાં ચાર બંગળી વાળી ગાડી લઇ દઉ જ શબ્દનો બેઠ્ઠો પ્રયોગ કર્યો છે. આ કોપી ગીતને પણ ઔડી ગાડી પર ફિલ્મામાં આવ્યું છે. આ ગીતની શરુઆત પણ ગુજરાતી ફોક સંગીતથી થાય છે. ઓરીજીનલ ગીતની જેમ આ કોપી ગીતમાં પણ થોડા સમય પછી બ્રેક લાગે છે. આ કોપી ગીતમાં ગર્લ ફેન્ડને બદલે બહેન નાના રિસાયેલા ભાઇના સબંધ બતાવાયા છે. કોપી ગીતમાં ભાઇ માટે ગામડામાં જમીન અને બંગલો બનાવવાની વાત છે. કોપી ગીતમાં નાનો ભાઇ પણ છેલ્લે માની જાય છે. આ ગીત અમદાવાદના રિંગ રોડ પર ફિલ્માવાયું છે. કોપીમાં ઓરીજીનલ ગીતના સરખા જ સંગીતનો ઉપયોગ થયો છે. આ કોપી ગીતમાં શબ્દો મોટા ભાગના સરખા છે, પ્રાસ બદલીને સરખા જ મુકવામાં આવ્યા છે. આ ગીતમાં પરંપરાગત લગ્ન જેવો માહોલ બતાવાયો છે. જેથી આ ગીતની ચોરી પકડાઈ ગઈ.
જાણો શું હતો સમગ્ર વિવાદ?
ઉલ્લેખનીય છે કે, 20 ડિસેમ્બર 2016થી RDC ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર આ ગીત અપલોડ કરવામાં આવ્યું હતું જે ખૂબ જ લોકપ્રિય થયું હતું. જાન્યુઆરી 2017માં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે એવો દાવો કર્યો હતો કે, ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં કરી હતી. 29 સપ્ટેમ્બર 2016ના રોજ તેમણે કાઠિયાવાડી કિંગ્સની યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કર્યો હતો. એટલે કે કાર્તિક પટેલ કિંજલ દવેએ કોપીરાઇટ કરેલા આ ગીતના માલિક ગણાય.
કોર્ટે જણાવ્યું, કોર્ટના તિરસ્કારના આ કૃત્ય બદલ શિક્ષા થવી જરૂરી
કાર્તિક પટેલે તેના વકીલ મારફતે કોમર્શિયલ કોર્ટમાં અરજી કરી હતી. જે બાદ કોર્ટે કિંજલ દવેને જાહેર કાર્યક્રમોમાં ચાર બંગડીવાળી ગાડી લઈ દઉ ગીત ગાવા પર મનાઈ ફરમાવી હતી. જોકે કિંજલ દવેએ આ ગીત ભારતની બહાર ગવાયું છે તેમ કરીને પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કોર્ટે તેના આ બચાવને ફગાવતાં પ્રતિવાદી તરફથી બિનશરતી માફી મંગાઇ હતી. કોર્ટે જણાવ્યું કે, માત્ર માફી માંગવી પૂરતી નથી. પરંતુ જાણીજોઇને કરાયેલા કોર્ટના તિરસ્કારના આ કૃત્ય બદલ શિક્ષા થવી જરૂરી છે. આમ કહીને કિંજલ દવેને રૂ. 1 લાખનો દંડ કોર્ટે ફટકાર્યો તેમજ તેને સાત દિવસમાં ચૂકવી આપવા ફરમાન કર્યું હતું.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube