Surat News: સુરતના કાપોદ્રા વિસ્તારમાં બેંક મેનેજરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. 32 વર્ષીય રાકેશ નવાપરીયાના આપઘાતના કારણ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે રાકેશે આપઘાત પહેલા લખેલી સ્યૂસાઈડ નોટ સામે આવી છે. જેમાં મારી એક ભૂલ બધાને નડી આથી હું આ પગલું ભરું છું તેમ લખ્યું હતું.
બેંકમાં નોકરી કરી ગુજરાન ચલાવતો
કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ અમરેલી જીલ્લા બાબરા તાલુકાના વતની અને હાલમાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા સુખસાગર એપાર્ટમેન્ટમાં રહેતા 32 વર્ષીય અપરણિત રાકેશભાઈ તળશીભાઈ નવાપરીયા બંધન બેંકમાં મેનજર તરીકે નોકરી કરીને પરીવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા તેના માતા-પિતાનું અગાઉ અવસાન થઇ ચુક્યું છે તે ભાઈ અને ભાભી સાથે રહેતો હતો. દરમિયાન મંગળવારે રાકેશભાઈએ સુસાઈડ નોટ લખી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેના આપઘાતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
સુસાઈડ નોટ અક્ષરશઃ
રાકેશ પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, ‘સોરી…સોરી… ભાઈ હું માનસિક રીતે એટલો કંટાળી ગયો હતો કે, મારે આ પગલું ભરવું પડ્યું, વંશીને હું બહુ મિસ કરીશ જેને મને રોજ રમાડવાની મજા આવતી, બાનું ધ્યાન રાખજો અને ભાભીનું પણ, મારી એક ભૂલ બધાને નડી. આથી હું આ પગલું ભરું છું. મારા બંધાયને જયશ્રી કૃષ્ણ. બંધન બેંકમાં 20 લાખનું ઇન્સ્યોરન્સ કવર છે. એચડીએફસીમાં હોમ લોનનું પણ કવર છે. એસબીઆઈમાં 20 લાખનું એક્સિડન્ટ કવર છે.’
રાકેશભાઈના પિતાનું એક વર્ષ પહેલાં અવસાન બાદ થોડા જ સમયમાં માતાનું પણ અવસાન થયું હતું. માતા-પિતાના અવસાન બાદ રાકેશભાઈને ભાઈ-ભાભી સાચવતાં હતાં. ગતરોજ સાંજના સમયે રાકેશભાઈએ ઘરમાં લોખંડના હુક સાથે દોરી બાંધી રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવને પગલે કાપોદ્રા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube