Bhavanjali Sabha was organized at Kanad on the Birthday of Pramukh swami Maharaj: વિશ્વભરમાં ભારતીય હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરીને વિશ્વ એક પરિવારની ભાવનાથી સમાજ સેવા માટે જ જીવન જીવી જનાર પ્રમુખસ્વામી મહારાજના જન્મ દિવસે તેમના જ મહંતસ્વામી મહારાજની સુરતમાં હાજરીએ સુરતના ભકતો માટે અદભૂત સંયોગ છે. આથી જ સુરતના ભકતો દ્વારા પ્રમુખસ્વામી મહારાજના જન્મ દિવસની ઉજવણી કરવા માટે વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખસ્વામી મહારાજે સુરતીલાલાઓ માટે વહાવેલી સેવાગંગાને વિવિધ માઘ્યમોથી તાદ્રશ્ય થઇ હતી.
“બીજાના સુખમાં આપણું સુખ છે.”- આ સુત્રને વિશ્વભરમાં પ્રસરાવનારા પ્રમુખ સ્વામી મહારાજે માનવ ઉત્કર્ષની 160થી વધુ પ્રવૃતિઓ દ્રારા વિશ્વના ખૂણે-ખૂણે સકારાત્મકતા પ્રસરાવીને હજારો,લાખો લોકોનુ જીવન પરિર્વતન કર્યું છે.પ્રમુખસ્વામી મહારાજ એટલે એક એવું નામ જેને કોઈ પણ દેશ,કોઇ પણ સમાજ હંમેશા અહોભાવથી લે છે. એનું જીવંત અને તાજુ ઉદાહરણ ગત વર્ષે અમદાવાદમાં યોજાયેલ શતાબ્દી મહોત્સવમાં ઉમટેલો માનવ મહેરામણ, પ્રબુદ્ધ નાગરિકો, મહાનુભાવોના રજૂ કરાયેલા સંસ્મરણો છે.
ભગવાન સ્વામિનારાયણના પાંચમા આધ્યાત્મિક અનુગામી પ્રમુખસ્વામી મહારાજના જન્મદિવસની ઉજવણી માગશર સુદ આઠમના રોજ વિશ્વભરમાં થતી હોય છે. યોગાનુયોગ આ પવિત્ર દિવસે તેમના અનુગામી મહંતસ્વામી મહારાજ સુરતમાં હોઇ, ત્યારે એક અદભુત સંયોગ સાથે સુરતના ભકતો દ્વારા “પ્રમુખસ્વામી સુખકારી” મધ્યવર્તી વિચાર સાથે ભાવાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કણાદ ખાતે યોજાયેલી સભામાં સુરતીલાલાઓ માટે પ્રમુખસ્વામી મહારાજે કરેલી સમાજ સેવાને ઉજાગર કરવામાં આવી હતી. સુરતમાં જયારે તાપીનદીમાં રેલ આવી અને સમગ્ર સુરતમાં પાણી ફરી વળ્યાં હતા ત્યારે પ્રમુખસ્વામીના આદેશથી સંતોએ અને સ્વયંસેવકોએ લોકોની સેવા કરી હત.પ્લેગના સેવા માટે સંતો ભક્તો અડીખમ રહ્યા હતા ત્યારે કરૂણામુર્તિ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્લેગગ્રસ્ત લોકોની સેવા કરવા માટે અડીખમ હતા.
કોરોનાની મહામારીમાં ભરડાયેલુ સુરત શહેર અને સુરતવાસીઓને સંસ્થા દ્વારા કરાયેલ સેવાને કયારેય ભુલી શકાય તેમ નથી. જયારે જયારે સુરતીઓ મુસીબતમાં હતા ત્યારે ત્યારે પ્રમુખસ્વામી મહારાજ એક સ્વજન બનીને તેઓની પડખે ઉભા રહી સુરતીઓને બેઠા કર્યા એ સમાજસેવાને ફરી જીવંત કરતી વિવિધ રજુઆતોની દ્રશ્ય-શ્રાવ્ય શ્રૃંખલાઓથી હાજર સુરતી ભકતોની આંખો ભીની થઇ ગઇ હતી. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે, સમાજ સેવાના કાર્યોમાં જે તે સમયે સેવક બની સેવા કરનારા સંતો-સ્વયંસેવકોએ સ્વાનુભાવ રજુ કર્યા હતા.
પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતી સભામાં પ્રમુખસ્વામી મહારાજને ભાવાંજલી અર્પણ કરવા ખાસ સુરત મહાનગર પાલિકાના મ્યુનિસીપલ કમિશ્નર શાલીનીબેન અગ્રવાલ ઉપસ્થિત રહયા હતા. સંસ્થાના મહિલા ભકતો દ્વારા તેમનું ઠાકોરજીના પ્રાસાદિક હારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે રાજકીય સામાજીક અને ઔદ્યોગિક આગેવાનોએ ઉપસ્થિત રહી તેઓના પ્રમુખસ્વામી મહારાજ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા.
આજે જયારે સમાજને રકતની સૌથી વધારે જરૂરીયાત છે ત્યારે “રકતદાન એ મહાદાન” ની ભાવના રાખી પ્રમુખસ્વામી મહારાજની ૧૦૨ મી જન્મ જયંતિ અવસરે ભકતોએ રકતદાન કરી સમાજ સેવાની ધન્યતા અનુભવી હતી.
પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યકત કરવા માટે આ સભામાં તમામ ભકતો પોતાના ધરેથી ભાવથી આરતી તૈયાર કરી લાવ્યા હતા તદઉપરાંત ભકતોએ મંત્ર પુષ્પાંજલી અર્પણ કરી હતી. તો લગભગ 30 હજારથી વધુ ભકતોએ જયારે સમૂહ આરતીમાં જોડાયા, ત્યારે આકાશમાં ટમટમતા અગણિત તારાલાઓ પ્રમુખસ્વામી મહારાજને જન્મદિને વધાવવા ધરતી પર ઉતરી આવ્યા હોય તેવુ નયનરમ્ય દ્રશ્ય રચાયુ હતુ. જ્યારે કણાદની ભૂમિ અતિ દિવ્યતાસભર ભાસી રહી હતી. આ પ્રસંગે આશીર્વાદ આપતા મહંતસ્વામી મહારાજે પોતાના ગુરુહરી પ્રમુખસ્વામી મહારાજના કાર્યો અને તેમની સમાજ, ભક્તો પ્રત્યેની ભાવના કેવી હતી તે યાદ કરાવીને હંમેશા પ્રમુખ સ્વામી મહારાજે દ્રઢવેલા પથ પર જીવન બનાવવાનું જણાવ્યું હતુ.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube