December 23, 2024
KalTak 24 News
Gujaratગાંધીનગર

હવે ઇ-સરકાર ના માધ્યમથી કોઈપણ ફાઇલનું સ્ટેટસ એક ક્લિકમાં જાણી શકાશે

  • પેપરથી પેપરલેસ તરફ મહત્વપૂર્ણ કદમ: ઇ-સરકારમાં વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૪ સુધી અંદાજે ૧ કરોડથી વધારે ઇ-ટપાલ તેમજ ૩૧ લાખથી વધુ ઈ-ફાઈલ ક્રિએટ કરાઇ
  • કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
  • ઇ-સરકાર પહેલ થકી રાજ્ય સરકારને “સ્કોચ ઓર્ડર ઓફ મેરિટ” અને “૧૫માં ડિજિટલ
  • ટ્રાન્સફોર્મેશન કોન્ક્લેવ” એવોર્ડ એનાયત

Gandhinagar News: ડિજિટલ યુગમાં સરકારી કચેરીઓને પેપરલેસ બનાવીને કાર્યક્ષમતામાં વધારો કરવાની ગુજરાત સરકારની સ્વપ્નદ્રષ્ટા પહેલ એટલે ઇ-સરકાર. રાજ્યની તમામ સરકારી કચેરીઓ અને વિભાગોમાં સફળતાપૂર્વક સંચાલિત ઇ-સરકાર પ્રોજેક્ટમાં વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૪ સુધી ક્રિએટેડ ઇ-ટપાલ્સની અંદાજિત કુલ સંખ્યા ૧ કરોડથી વધારે નોંધાઈ છે. આ ઉપરાંત અંદાજે ૩૧ લાખથી વધુ ઈ-ફાઈલ ક્રિએટ કરવામાં આવી છે. વધુમાં, આ કામગીરીને સુવ્યવસ્થિત બનાવવા ૧.૨૦ લાખથી વધુ વપરાશકર્તાઓની નોંધણી કરવામાં આવી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ચાલુ માસ દરમિયાન “સુશાસન સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત રાજ્યમાં કાર્યરત ઇ-સરકાર પ્લેટફોર્મ સુશાસનનું એક ઉત્તમ ઉદાહરણ છે. ઇ-સરકાર પ્લેટફોર્મમાં સમગ્ર રાજ્યના તમામ ૨૬ સરકારી વિભાગો, ખાતાની વડી કચેરીઓ, કલેક્ટર કચેરીઓ, જિલ્લા વિકાસ અધિકારીની કચેરીઓ, મ્યુનિસિપલ કચેરીઓ તથા જિલ્લા અને તાલુકાસ્તરે વહીવટી કચેરીઓનો સમાવેશ થાય છે.

ઇ-સરકારનો મુખ્ય હેતુ પરંપરાગત મેન્યુઅલ પ્રક્રિયાઓને સંપૂર્ણપણે સંકલિત ઇલેક્ટ્રોનિક ફાઇલ બનાવી અને તેના રેકર્ડ મેનેજમેન્ટ સિસ્ટમ થકી સરકારી કચેરીઓની કામગીરીને વધુ આધુનિક બનાવવાનો છે. ઇ-સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના વ્યાપક ડિજિટલ ટ્રાન્સફોર્મેશન થકી રાજ્ય સરકારના વહીવટની કાર્યક્ષમતા, પારદર્શિતા અને પ્રતિભાવને વધારવાનો છે. રાજ્ય સરકારની ઇ-સરકાર પહેલને વર્ષ ૨૦૨૨માં પ્રતિષ્ઠિત “સ્કોચ ઓર્ડર ઓફ મેરિટ” અને વર્ષ ૨૦૨૪માં “૧૫માં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કોન્ક્લેવ” એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

હાલમાં, રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ઇ-સરકારમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમ કે ડાયરેક્ટ આર.ટી.આઈ. સબમિશન હેઠળ નાગરિકો કોઈપણ ઓફિસમાં આર.ટી.આઈ. એપ્લિકેશન સીધી સબમિટ કરી શકે છે. મેટાડેટા અને ટ્રાન્ઝેક્શનલ પ્રક્રિયા દ્વારા ઝડપી અને વધુ સચોટ દસ્તાવેજની પુનઃપ્રાપ્તિ થઈ શકે છે. આ ઉપરાંત ઇ-સરકારમાં વેલીડેશન અને રિપોર્ટ્સ, CMO એક્ઝિક્યુટિવ ડેશબોર્ડ સાથે એકીકરણ, સિલેકટ ઓર્ડર ફાઇલ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. આ પ્રોજેક્ટના માધ્યમથી રાજ્ય સરકાર દ્વારા “પેપરલેસ ગવર્નન્સ” પ્રણાલી અમલમાં લાવવામાં આવી છે, જેથી કોઈપણ રેકર્ડ અને ફાઈલો કાયમી સ્વરૂપે સાચવી શકાશે અને પારદર્શીતામાં વધારો થશે.

 

Advertisement

Advertisement

 

 

 

 

Related posts

૧૦૮ ઇમરજન્સી સેવા: રાજ્યના નાગરિકોના જીવ બચાવવા અડીખમ;અત્યાર સુધીમાં 15.52 લાખ લોકોના જીવ બચાવ્યા,108 ઇમરજન્સી સેવામાં 1.66 કરોડ કોલ નોંધાયા

KalTak24 News Team

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રાવણ માસ પવિત્રા એકાદશી નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પવિત્રાનો કરાયો દિવ્ય શણગાર;હજારો ભક્તોએ કર્યા દર્શન

KalTak24 News Team

સુરતના સીમાડા વાલમનગર ખાતે આગનો બનાવ,ત્રણ માળના મકાનમાં ગમને મિક્સિંગ કરવા કેમિકલ નાખતી વખતે આગ લાગી, પાંચ લોકો દાઝ્યા આશંકા;એકનું મોત

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં